વિચિત્ર તર્ક:કોરોના સંક્રમણ અંગે રાખી સાવંતનું નિવેદન- મારા શરીરમાં પવિત્ર લોહી છે, તેથી મને કોરોના નહીં થાય

5 મહિનો પહેલા

ભારતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. કોરોનાને લીધે લાખો લોકો મૃત્યુ પામ્યા છે ત્યારે આ દરમિયાન રાખી સાવંતે દાવો કર્યો છે તે કોરોના વાઈરસની ઝપેટમાં નહીં આવે. રાખી બુધવારે મુંબઈમાં કોફી શોપ પર સ્પોટ થઈ હતી જ્યાં તેણે આ દાવો કર્યો હતો. રાખીએ કહ્યું કે- તેની સાથે જીસસ છે. તેના શરીરમાં પવિત્ર લોહી છે, તેથી કોરોના તેના સુધી નહીં પહોંચી શકે.

રાખીને પૂછ્યું તો આવો તર્ક આપ્યો
આ દરમિયાન રાખીએ દેશમાં વેક્સિનની અછત પર ચિંતા વ્યક્ત કરતા પોતાના ભાગની વેક્સિન જરૂરિયાતમંદને આપવાની અપીલ કરી. ત્યારબાદ તેણે કહ્યું- મને કોરોના નહીં થઈ શકે, મને ક્યારેય પણ નહીં થાય, કેમ કે, મારા શરીરમાં ઈસુનું પવિત્ર લોહી છે. તેથી મને અને મારા પરિવારને કોરોના નહીં થાય. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સલમાન અને સોહેલ ખાનની મદદથી રાખીની માતા જયાના કેન્સરની ટ્રીટમેન્ટ થઈ છે.

નિક્કીના ભાઈના નિધન પર રાખીએ કહ્યું
રાખીએ નિક્કી તંબોલીના ભાઈના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. તેણે પેપરાજીને જણાવ્યું કે, બિગ બોસ દરમિયાન નિક્કી પોતાના ભાઈ વિશે વાત કરતી રહેતી હતી.

કંગનાનું ટ્વિટર સસ્પેન્ડ થયા પછી રાખી કંગનાને પણ પોતાનો અભિપ્રાય આપવાનું ન ચૂકી. તેણે કહ્યું- આવી ઉશ્કેરણીજનક વાતો પણ દેશની સાથે ગદ્દારી કરવા જેવી છે. કંગના જેવા લોકોની સાથે ટ્વિટરે યોગ્ય જ કર્યું છે. રાખીએ ગયા અઠવાડિયે કંગના રનૌત પર નિશાન સાધ્યું હતું. રાખીએ કહ્યું હતું- કંગનાજી તમે દેશની સેવા કરો, તમારી પાસે કરોડો રૂપિયા છે. ઓક્સિજન ખરીદો અને લોકોને વહેંચો.