તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો ડર:રાકેશ રોશન પત્ની પિંકી તથા દીકરી સુનૈના સાથે લોનાવલા શિફ્ટ થયા, રીતિક મુંબઈમાં જ રહેશે

મુંબઈ2 મહિનો પહેલા

બોલિવૂડના જાણીતા ડિરેક્ટર રાકેશ રોશન પોતાની પત્ની પિંકી તથા દીકરી સુનૈના સાથે મુંબઈથી લોનાવલા શિફ્ટ થઈ ગયા છે. રિપોર્ટ્સના મતે, જુહૂના પ્લાઝો બિલ્ડિંગના 8, 9 તથા 10મા ફ્લોર પર લાંબા સમયથી કોઈ દેખાતું નહોતું. અહીંયા રાકેશ રોશન પોતાના પરિવાર સાથે રહે છે. ચર્ચા છે કે રાકેશ રોશન બેગ તથા અન્ય જરૂરી સામાન લઈને પરિવાર સાથે મુંબઈથી લોનાવલા શિફ્ટ થઈ ગયા છે. જોકે, રીતિક પોતાના જુહૂ સ્થિત અપાર્ટમેન્ટમાં જ રહેશે.

રાકેશ રોશન માત્ર મીટિંગ માટે જ આવે છે
સૂત્રોના મતે, રાકેશ રોશન હવે માત્રને માત્ર મીટિંગ માટે જ મુંબઈ આવે છે. અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ મુંબઈમાં જોવા મળે છે. કોવિડ 19ને કારણે તેઓ લોનાવલા શિફ્ટ થઈ ગયા છે. શૂટિંગ તથા મીટિંગ ઓછા થઈ ગયા છે. બોલિવૂડ પણ આ સમયે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. કેટલીક ફિલ્મની રિલીઝ ડેટ સામે આવી હતી, પરંતુ બીજી લહેરને કારણે ફરી વાતાવરણ ખરાબ થઈ ગયું છે. કોરોનાની બીજી લહેરને કારણે રાણા દગ્ગુબાતીની ફિલ્મ 'હાથી મેરે સાથી'ની રિલીઝ ડેટ પોસ્ટપોન કરવામાં આવી છે.

પત્ની અને દીકરી સાથે રાકેશ રોશન
પત્ની અને દીકરી સાથે રાકેશ રોશન

વધુમાં રાકેશ રોશનનું લોનાવલામાં આલીશાન ઘર છે. આ ઘર મેન્શન જેવું દેખાય છે. તો તે મુંબઈમાં રહીને પોતાના પરિવારને જોખમમાં કેમ મૂકે? રાકેશ રોશને કેન્સર સામે જંગ જીત્યો છે. આ સમયે તેમણે પોતાનું ધ્યાન રાખવું જરૂરી છે. જોકે, બહુ જરૂરી મીટિંગ હોય તો અઠવાડિયામાં 2 કે 3 દિવસ મુંબઈ આવે છે. મીટિંગ પૂરી કરીને તરત જ લોનાવલા જતા રહે છે.

રાકેશ રોશને પણ કહ્યું, હું લોનાવલા શિફ્ટ થઈ ગયો છું
રાકેશ રોશનનો આ અંગે સપંર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે તેઓ જરૂરી સામાન લોનાવલા લઈને આવ્યા છે. જ્યાં સુધી કોરોના પૂરી રીતે જતો નથી રહેતો, ત્યાં સુધી તેઓ પરિવાર સાથે લોનાવલામાં જ રહેશે. રાકેશ રોશનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કોરોના જશે પછી તેઓ 'ક્રિશ 4' પર કામ શરૂ કરશે. ગયા વર્ષે ઓક્ટોબરમાં પિંકી રોશનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો