રાજુ શ્રીવાસ્તવની તબિયત સ્થિર:દીકરીએ કહ્યું- પિતાએ આંખો ખોલી, ધીમે ધીમે સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે

નવી દિલ્હી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. રાજુ દિલ્હીની AIIMSમાં 27 દિવસથી એડમિટ છે, પરંતુ હજી સુધી ભાન આવ્યું નથી. રાજુના ભાઈએ કહ્યું હતું કે તાવ સંપૂર્ણ રીતે મટી ગયો છે અને ત્યારબાદ જ દીકરી અંતરાને ICUમાં રાજુને મળવા દેવાની પરમિશન આપવામાં આવી હતી. પૂર્વ સાંસદ વિનય કટિયારે રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યની માહિતી મેળવી હતી. આ વાત રાજુના મુખ્ય સલાહકાર અજીત સક્સેનાએ આપી હતી.

આંખો ખોલી હોવાનો દાવો
રાજુના ભાઈએ કહ્યું હતું કે રાજુની દીકરી અંતરાને ICUમાં મળવાની પરમિશન આપી હતી. દીકરીએ પપ્પાને કહ્યું હતું, 'પપ્પા આંખો ખોલો, ક્યાં સુધી આમ સૂતા રહેશો?' આટલું સાંભળ્યા બાદ રાજુએ સહેજ આંખ ખોલી હતી. જોકે, ડૉક્ટર્સે આ વાત માનવાનો ઇનકાર કરી દીધો હતો. દીકરીએ પરિવારને આ વાત કહી હતી.

હજી પણ વેન્ટિલેટર પર
રાજુના ભાઈએ કહ્યું હતું કે હજી સુધી વેન્ટિલેટર પર છે અને તે વાત જ ચિંતાજનક છે. તાવ નહોતો આવ્યો તે પહેલાં ડૉક્ટર્સે વેન્ટિલેટર હટાવવાની વાત કહી હતી, પરંતુ હજી સુધી હટાવવામાં આવ્યું નથી. રાજુના તમામ ઓર્ગન, બ્લડપ્રેશર, હાર્ટ રેટ, પલ્સ રેટ સામાન્ય રીતે કામ કરે છે.

રેસિડન્સ કમિશ્નરને જવાબદારી સોંપાઈ
રાજુની દેખરેખ માટે ઉત્તર પ્રદેશની સરકારે રેસિડન્ટ કમિશ્નરને જવાબદારી સોંપી છે. તેમણે હોસ્પિટલ જઈને રાજુની તબિયત અંગે જાણકારી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...