રોમેન્ટિક એન્ગેજમેન્ટ:રાજકુમાર રાવે ઘૂંટણીયે બેસીને પત્રલેખાને પ્રપોઝ કર્યું, સગાઈની તસવીરો સો.મીડિયામાં વાઇરલ

ચંદીગઢ2 મહિનો પહેલા
  • રાજકુમાર રાવ તથા પત્રલેખાની સગાઈ ચંદીગઢમાં થઈ

બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવે લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે 13 નવેમ્બરે ચંદીગઢમાં સગાઈ કરી હતી. રાજકુમાર તથા પત્રલેખાના વેડિંગ ફંક્શનમાં પરિવારના નિકટના સભ્યો તથા ખાસ મિત્રો જ હાજર રહ્યા છે. પ્રી વેડિંગ સેલિબ્રેશનની તસવીરો તથા વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયા છે. બંનેની સગાઈનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં રાજકુમાર રાવ ઘૂંટણીયે બેસીને પત્રલેખાને પ્રપોઝ કરે છે.

આ રીતે પ્રપોઝ કર્યું
રાજકુમાર ઘૂંટણીયે બેસીને પત્રલેખાને પ્રપોઝ કરે છે અને ફિલ્મી સ્ટાઇલમાં પત્રલેખાને પૂછે છે, 'મુઝસે શાદી કરોગી?' આ સાંભળીને પત્રલેખા પણ ઘૂંટણીયે બેસી જાય છે અને હા પાડે છે. રાજકુમાર રાવ રિંગ પહેરાવે તે પહેલાં જ પત્રલેખા રિંગ પહેરાવી દે છે.

સગાઈની થીમ બ્લેક એન્ડ વ્હાઇટ
રાજકુમાર રાવ તથા પત્રલેખાની સગાઈ ચંદીગઢના ધ ઓબેરોય સુખવિલાસમાં થઈ હતી. સગાઈની થીમ બ્લેક એન્ડ વ્હાઇટ હતી. તમામ મહેમાનો આ જ રંગના આઉટફિટમાં જોવા મળ્યા હતા.

તસવીરોમાં રાજકુમાર રાવ-પત્રલેખાની સગાઈ....

ફ્રેન્ડ સાથે રાજકુમાર રાવ
ફ્રેન્ડ સાથે રાજકુમાર રાવ
ફરાહ ખાન (ડાબેથી ત્રીજી) અન્ય મહેમાનો સાથે
ફરાહ ખાન (ડાબેથી ત્રીજી) અન્ય મહેમાનો સાથે
પત્રલેખા (વચ્ચે) મિત્રો સાથે
પત્રલેખા (વચ્ચે) મિત્રો સાથે
પત્રલેખા પરિવારના સભ્યો તથા મિત્રો સાથે
પત્રલેખા પરિવારના સભ્યો તથા મિત્રો સાથે
રાજકુમાર-પત્રલેખાના મિત્રો
રાજકુમાર-પત્રલેખાના મિત્રો
રાજકુમાર-પત્રલેખાના મિત્રો
રાજકુમાર-પત્રલેખાના મિત્રો
પત્રલેખા ફ્રેન્ડ્સ સાથે
પત્રલેખા ફ્રેન્ડ્સ સાથે
રાજકુમાર-પત્રલેખાના લગ્ન અહીંયા થશે
રાજકુમાર-પત્રલેખાના લગ્ન અહીંયા થશે

માત્ર નજીકના મિત્રો
કોરોનાને કારણે રાજકુમાર રાવ તથા પત્રલેખાએ લગ્નમાં બહુ ઓછા મહેમાનોને બોલાવવાનું નક્કી કર્યું છે. ગેસ્ટ લિસ્ટમાં બહુ જ નિકટના લોકોને સામેલ કર્યા છે, જેમાં પરિવારના સભ્યો તથા ઇન્ડસ્ટ્રીના નિકટના મિત્રો છે, જેમાં ફરાહ ખાન તથા સાકીબ સલીમ હતા.

રાજકુમાર વેડિંગમાં સ્પેશિયલ ગિફ્ટ આપશે
રાજકુમાર રાવ લગ્નમાં પત્રલેખાને સ્પેશિયલ ગિફ્ટ આપવાનો છે. રાજકુમારના નિકટના મિત્રના મતે, રાજકુમાર રોજ પત્રલેખાને લવલેટર લખતો હતો, જેમાંથી ઘણાં લેટર્સ રાજકુમારે પત્રલેખાને આપ્યા નથી. આ લેટર્સ હવે લગ્નમાં રાજકુમાર ગિફ્ટ તરીકે આપવાનો છે.

બંનેએ ક્યારેય સંબંધો છુપાવ્યા નથી
રાજકુમાર રાવ તથા પત્રલેખા છેલ્લાં 10 વર્ષથી એકબીજાને ડેટ કરે છે. જોકે, તેમણે બોલિવૂડના અન્ય સેલેબ્સની જેમ પોતાના સંબંધો ક્યારેય છુપાવ્યા નથી. બંનેએ લૉકડાઉન દરમિયાનની અનેક તસવીરો-વીડિયો શૅર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...