થ્રોબેક / રાજકુમાર કુમારે રાવે વીડિયો શૅર કરીને માર્શલ આર્ટ્સની આવડત બતાવી

X

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 06:30 PM IST

મુંબઈ. બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવે ફિલ્મમાં ક્યારેય હાર્ડકોર એક્શન સીન પ્લે કર્યાં નથી. જોકે, ઘણાં ઓછા લોકોને ખ્યાલ હશે કે સારા એક્ટર હોવાની સાથે સાથે રાજકુમાર રાવ માર્શલ આર્ટ્સની પણ ટ્રેનિંગ લઈ ચૂક્યો છે. 

હાલમાં જ રાજકુમાર રાવે સોશિયલ મીડિયામાં પોતાનો એક થ્રોબેક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં રાજકુમાર રાવે તાઈક્વાન્ડો (કોરિયન માર્શલ આર્ટનું સ્વરૂપ)ની ઝલક બતાવી હતી. વીડિયોમાં રાજકુમાર બોલને હવામાં ઉછાળે છે અને તેને હવામાં જ પગથી કિક મારે છે. એક્ટરની આ સ્કિલથી ઈમ્પ્રેસ થઈને બોલિવૂડ સેલેબ્સે આ પોસ્ટ પણ કમેન્ટ પણ કરી હતી. શાહિદ કપૂરે કમેન્ટ કરતાં કહ્યું હતું કે વાઉ. 

View this post on Instagram

Tae Kwon Do. #Repost #Throwback

A post shared by RajKummar Rao (@rajkummar_rao) on May 21, 2020 at 11:18pm PDT

ગર્લફ્રેન્ડ સાથે ક્વૉરન્ટીન
ઉલ્લેખનીય છે કે રાજકુમાર રાવ હાલમાં પ્રેમિકા પત્રલેખા સાથે સેલ્ફ ક્વૉરન્ટીન છે. પત્રલેખા હાલમાં રાજકુમાર રાવ માટે ફોટોગ્રાફર બની હતી. તો આ પહેલાં રાજકુમાર રાવ પ્રેમિકા માટે હેર સ્ટાઈલિસ્ટ બન્યો હતો. તેણે પત્રલેખાના વાળ કાપી આપ્યાં હતાં. 

‘લુડો’માં જોવા મળશે
રાજકુમાર રાવ ડિરેક્ટર અનુરાગ બાસુની ફિલ્મ ‘લુડો’માં જોવા મળશે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, સાન્યા મલ્હોત્રા, આદિત્ય રોય કપૂર, ફાતિમા સના શેખ તથા પંકજ ત્રિપાઠી લીડ રોલમાં છે. ચર્ચા છે કે આ ફિલ્મ થિયેટરને બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ ઉપરાંત રાજકુમાર એક્ટ્રેસ જાહન્વી કપૂર સાથે ફિલ્મ ‘રૂહી અફ્ઝા’માં જોવા મળશે. હંસલ મહેતાની ફિલ્મ ‘છલાંગ’માં નુસરત ભરૂચા સાથે રાજકુમાર જોવા મળશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી