રોલ માટે:રાજકુમાર રાવે 'ટ્રેપ્ડ' માટે પહેલી જ વાર નોનવેજ ખાધું હતું, આ સ્ટાર્સે પણ પાત્રમાં પર્ફેક્ટ દેખાવવા માટે ઘણી જ મહેનત કરી હતી

મુંબઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાની મુખર્જીથી લઈ રણવીર સિંહ સહિતના કલાકારોએ રોલ માટે આકરી મહેનત કરી છે

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'ટ્રેપ્ડ'ને તાજેતરમાં 5 વર્ષ પૂરા થયા હતા. આ ફિલ્મમાં રાજકુમાર રાવે શૌર્યનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં શૌર્ય ઊંચી બિલ્ડિંગમાં ખાધા-પીધા વગર તથા વીજળી વગર એકલો ફસાઈ જાય છે. ફિલ્મમાં ભૂખ્યા દેખાવવા માટે રાજકુમાર રાવે અનેક દિવસો સુધી માત્ર ગાજર તથા બ્લેક કૉફી પીધી હતી. આટલું જ નહીં ફિલ્મનો એક સીન રિયલ લાગે તે માટે તેણે રિયલ લાઈફમાં નોનવેજ ખાધું હતું. રાજકુમાર રાવ શુદ્ધ શાકાહારી છે. માત્ર રાજકુમાર રાવ જ નહીં ઘણાં બોલિવૂડ સેલેબ્સે ફિલ્મમાં પોતાનું પાત્ર પર્ફેક્ટ દેખાય તે માટે ઘણી જ મહેનત કરી છે.

રાની મુખર્જી

રાની મુખર્જીએ વર્ષ 2005માં રિલીઝ થયેલી 'બ્લેક'માં લીડ રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં તે મૂકબધિર યુવતીના રોલમાં હતી. તે નાનપણથી સ્ટ્રેસમાં જોવા મળી હતી. ફિલ્મમાં પોતાના રોલને પર્ફેક્ટ બનાવવા માટે રાનીએ સાત મહિના સુધઈ બ્રેલ લિપિ તથા સાઈન લેંગ્વેજ શીખી હતી.

ભૂમિ પેડનેકર

'દમ લગા કે હઈશા'થી બોલિવૂડ ડેબ્યૂ કરનાર ભૂમિએ ફિલ્મ માટે 15 કિલો વજન વધાર્યું હતું. ફિલ્મમાં ભૂમિનું પાત્રનું વજન વધારે હોય છે. તેના લગ્ન જબરજસ્તી આયુષ્માન ખુરાના સાથે થાય છે. આ ફિલ્મ બાદ ભૂમિએ 29 કિલો જેટલું વજન ઘટાડ્યું હતું.

રણદીપ હુડ્ડા​​​​​​​

રણદીપ 2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'સરબજીત'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે એક એવા વ્યક્તિનો રોલ પ્લે કર્યો હતો, જે વર્ષોથી પાકિસ્તાનની જેલમાં બંધ છે. જેલમાં બંધ હોવાથી તેનામાં નબળાઈ લાગવી જોઈએ. આ માટે રણદીપે માત્ર 28 દિવસની અંદર 18 કિલો વજન ઓછું કર્યું હતું.

આમિર ખાન

બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાને 'દંગલ'માં મહાવીર ફોગટનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં યંગ તથા વૃદ્ધ મહાવીરના રોલમાં આમિરે વજન ઘટાડ્યું હતું અને પછી વધાર્યું હતું. ફિલ્મ માટે પહેલાં આમિરે 97 કિલો જેટલું વજન કર્યું હતું. ત્યારબાદ તેણે વર્કઆઉટ કરીને 31 કિલો જેટલું વજન ઘટાડ્યું હતું.

રણવીર સિંહ

લોકપ્રિય ફિલ્મ 'પદ્માવત'માં રણવીરે અલાઉદ્દીન ખિલજીનો રોલ પ્લે કર્યો હતો. આ પાત્ર માટે રણવીરે ઘણું જ રિસર્ચ કર્યું હતું. રણવીર અનેક દિવસો સુધી જંગલી જાનવરો વિશે વાંચતો હતો. તે 21 દિવસ સુધી એક રૂમમાં બંધ રહ્યો હતો.

વિશાલ જેઠવા​​​​​​​

'મર્દાની 2'થી બોલિવૂડ ડેબ્યૂ કરનાર વિશાલ જેઠવાએ ફિલ્મમાં ખૂંખાર વિલનની ભૂમિકા ભજવી હતી. પોતાના રોલ માટે વિશાલે સતત ખતરનાક જાનવરોના વીડિયો જોયા હતા. વિશાલે વિવિધ વીડિયો જોઈને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે એક જાનવર કેવી રીતે પોતાના શિકાર પર હુમલો કરે છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે પોતાની સામે ખાલી ખુરશી રાખીને તેના પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતો હતો. એકવાર ફિલ્મના સીનમાં તે એટલો એગ્રેસિવ થઈ ગયો હતો કે ડિરેક્ટરે તેણે શાંત પાડ્યો હતો અને તે ચાર-પાંચ મિનિટ પછી નોર્મલ થઈ શક્યો હતો. તે સમયે તેને લાગ્યું કે તે વધુ પડતો પાત્રની અંદર ખોવાઈ ગયો છે.

જ્હોન અબ્રાહમ​​​​​​​

​​​​​​​જ્હોન અબ્રાહમે 2009માં ફિલ્મ 'ન્યૂ યોર્ક'માં કામ કર્યું હતું. ફિલ્મમા કેટરીના કૈફ તથા નીલ નીતિન મુકેશ હતા. આ ફિલ્મમાં જ્હોને ન્યૂડ સીન આપ્યો હતો. આટલું જ નહીં ફિલ્મમાં કોલેજ સ્ટૂડન્ટ દેખાય તે માટે જ્હોને વજન ઘટાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...