એરપોર્ટ પર પત્ની સાથે રાજકુમાર:લગ્ન બાદ પહેલી વાર જોવા મળ્યા, ફોટોગ્રાફરે 'ભાભીજી' કહ્યું તો પત્રલેખાના ગાલ શરમથી રતુંબડા થયાં

મુંબઈ2 મહિનો પહેલા
પ્રાઇઝ ટૅગ કાઢવાનું ભૂલી જતાં સો.મીડિયા યુઝર્સે મજાક ઉડાવી
  • રાજકુમાર તથા પત્રલેખાએ 15 નવેમ્બરે ચંદીગઢમાં લગ્ન કર્યાં હતાં

રાજકુમાર રાવ તથા પત્રલેખાએ ડેટિંગના 11 વર્ષ બાદ 15 નવેમ્બર, 2021ના રોજ ચંદીગઢમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ બંને હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. લગ્ન બાદ બંનેની આ પહેલું પબ્લિક અપીયરન્સ હતું. ન્યૂલી મેરિડ રાજકુમાર રાવ તથા પત્રલેખાએ ફોટોગ્રાફર્સને અઢળક પોઝ આપ્યા હતા. આ દરમિયાન ફોટોગ્રાફર્સે જ્યારે પત્રલેખાને 'ભાભીજી' કહ્યું તો તે એકદમ શરમાઈ ગઈ હતી.

લાલ સાડીમાં પત્રલેખા
એરપોર્ટ પર પત્રલેખા લાલ સાડી, મંગળસૂત્ર ને સિંગલ સ્ટ્રિપ બ્લાઉઝમાં જોવા મળી હતી. રાજકુમાર રાવ વ્હાઇટ આઉટફિટમાં જોવા મળ્યો હતો. બંનેએ હાથોમાં હાથ નાખીને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા.

આ દરમિયાન તસવીર ક્લિક કરતાં સમયે ફોટોગ્રાફર્સે પત્રલેખાને 'ભાભીજી' કહીને બોલાવી હતી. પહેલી જ વાર આ ફોટોગ્રાફર્સના મોંએ આ શબ્દ સાંભળ્યા બાદ પત્રલેખા ચમકી ગઈ હતી અને એકદમ શરમાઈ ગઈ હતી. પત્રલેખાને શરમાતા જોઈ રાજકુમાર રાવ હસી પડ્યો હતો.

સો.મીડિયામાં યુઝર્સે મજાક કરી
પત્રલેખા સાડી પરથી પ્રાઇઝ ટૅગ કાઢવાનું ભૂલી જતાં સો.મીડિયા યુઝર્સે મજાક ઉડાવી હતી. ઘણાં યુઝર્સે કમેન્ટ્સ કરી હતી કે પ્રાઇઝ ટેગ કાઢવાનું ભૂલી ગઈ છે.

સો.મીડિયામાં લગ્નની તસવીર શૅર કરી હતી
પત્રલેખા તથા રાજકુમારે સો. મીડિયામાં લગ્નની તસવીરો શૅર કરી હતી. પત્રલેખાએ કહ્યું હતું, 'મેં આજે મારી દરેક ચીજ સાથે લગ્ન કર્યા છે; મારા પ્રેમી, મારા ક્રાઈમ પાર્ટનર, મારા પરિવાર, મારા સોલમેટ. છેલ્લાં 11 વર્ષથી મારા સૌથી સારા મિત્ર! તમારી પત્ની હોવાથી કોઈ જ મોટી ફીલિંગ નથી! આ આપણું છે, હંમેશાં માટે...!'

રાજકુમારે કહ્યું હતું, 'અંતે 11 વર્ષના પ્રેમ, રોમાન્સ, મિત્રતા અને મસ્તી પછી આજે મેં મારી દરેક વસ્તુ સાથે લગ્ન કરી લીધા. મારી આત્મા, મારી સૌથી સારી મિત્ર, મારો પરિવાર. આજે મારા માટે તારો પતિ કહેવાથી કોઈ બીજી મોટી ખુશી નથી, પત્રલેખા તું હંમેશાં માટે છે... અને તેનાથી આગળ પણ.'