લગ્ન-રિસેપ્શન તસવીરોમાં:રિસેપ્શનમાં રાજકુમારે શાહરુખનાં ગીતો પર ડાન્સ કર્યો, પત્રલેખા ગોલ્ડન સાડીમાં સોહામણી દેખાતી હતી, ફરાહ ખાને સાફો બાંધી દીધો

ચંદીગઢ2 મહિનો પહેલા
  • સાફો બાંધતી વખતે રાજકુમાર રાવના હાથમાં એનર્જી ડ્રિંકનું કેન હતું
  • લગ્ન પહેલાં પત્રલેખાએ પપીઝ સાથે ફોટો ક્લિક કરાવ્યો

રાજકુમાર રાવ તથા પત્રલેખાએ ચંદીગઢમાં 15 નવેમ્બરની બપોરે લગ્ન કર્યા હતા. લગ્નમાં બોલિવૂડ સેલેબ્સ પણ હાજર રહ્યા હતા. લગ્ન બાદ એ જ દિવસે રાત્રે રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. રિસેપ્શનમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે 2017માં મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગુરુગ્રામે રાજકુમાર રાવને ગુરુગ્રામ ચૂંટણીનો બ્રાન્ડ-એમ્બેસેડર બનાવ્યો હતો.

રાજકુમારે શેરવાની પહેરી
લગ્નમાં રાજકુમાર રાવે શેરવાની પહેરી હતી, જ્યારે પત્રલેખાએ લાલ લહેંગો પહેર્યો હતો અને ચૂંદડીથી લુક કમ્પ્લિટ કર્યો હતો. રિસેપ્શનમાં રાજકુમાર રાવ બ્લેક ટક્સિડોમાં હતો. પત્રલેખા ગોલ્ડન સાડીમાં હતી. ફરાહ ખાને રાજકુમાર રાવને સાફો બાંધી આપ્યો હતો. સાફો બાંધતા સમયે રાજકુમાર રાવના હાથમાં એનર્જી ડ્રિંક જોવા મળ્યું હતું.

રાજકુમાર-પત્રલેખાના લગ્નની ખાસ તસવીરો...

રાજકુમારે શાહરુખનાં ગીતો ગાયાં
રિસેપ્શનમાં લાઇવ બેન્ડ હતું. રાજકુમાર રાવ બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનનો ઘણો જ મોટો ચાહક છે. રાજકુમારે રિસેપ્શનમાં શાહરુખ ખાનનાં ગીત પ્લે કરવા માટે સ્પેશિયલ રિક્વેસ્ટ કરી હતી. આટલું જ નહીં, રાજકુમારે સ્ટેજ પર જઈને શાહરુખની ફિલ્મનાં કેટલાંક ગીતો પણ ગાયાં હતાં, જેમાં 'દિલ સે'નું ટાઇટલ ટ્રેક પણ એક્ટરે ગાયું હતું.

શરૂઆતમાં પત્રલેખાએ પતિ રાજકુમારને સ્ટેજ પર સાથ આપ્યો હતો. ત્યાર બાદ તે પોતાની ફ્રેન્ડ હુમા કુરૈશી, અદિતિ રાવ હૈદરી તથા પરિવાર સાથે બેસીને રાજકુમારના પર્ફોર્મન્સ જોતી હતી.

રિસેપ્શન તસવીરોમાં.....

વ્હાઇટ થીમ પર ડેકોરેશન
વેડિંગ ડેકોરેશનની થીમ વ્હાઇટ હતી. વ્હાઇટ ફુલથી વેડિંગ વેન્યુ ડેકોરેટ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 13 નવેમ્બરના રોજ ચંદીગઢમાં યોજાયેલી એન્ગેજમેન્ટ પાર્ટીની થીમ વ્હાઇટ હતી. પત્રલેખા-રાજકુમાર સહિત મહેમાનો પણ વ્હાઇટ આઉટફિટમાં જોવા મળ્યા હતા.

બોલિવૂડ સેલેબ્સે શુભેચ્છા પાઠવી
રાજકુમાર રાવ તથા પત્રલેખાએ લગ્નની તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી. આ પોસ્ટ પર બોલિવૂડ સેલેબ્સે શુભેચ્છા પાઠવી હતી. પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું, 'હું રડતી નથી, તું રડી રહ્યો છે. શુભેચ્છા...' અનિલ કપૂરે કહ્યું હતું, 'શુભેચ્છા મારો મિત્ર...કાશ હું જશ્ન માટે ચંદીગઢમાં આવી શક્યો હોત. મુંબઈ આવ્યા બાદ મિસ્ટર તથા મિસિસ રાજકુમાર-પત્રલેખાના રૂપમાં તમને જલદીથી મળું છું.' તાપસી પન્નુએ કહ્યું હતું, 'તમે બંને મને 'એકબીજા માટે' વાસ્તવમાં વાસ્તવિક ફીલ કરાવો છો. શુભેચ્છા.' દિયા મિર્ઝાએ કહ્યું હતું, 'શુભેચ્છા. પ્રેમ, પ્રેમ અને હંમેશાં પ્રેમ.'

અન્ય સમાચારો પણ છે...