દિવાળી પહેલાં લક્ષ્મી આવી:બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેનના ભાઈ રાજીવના ઘરે દીકરી જન્મી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન તથા પત્ની ચારુ અસોપા પ્રાઉડ પેરેન્ટ્સ બન્યા છે. સોમવાર, 1 નવેમ્બરના રોજ દીકરીનો જન્મ થયો છે. રાજીવ હોસ્પિટલમાંથી ચારુ તથા દીકરીની તસવીર શૅર કરી હતી. રાજીવે કહ્યું હતું, 'દીકરી થઈ છે. ચારુ ઠીક છે. અંત સુધી સ્ટ્રોંગ રહેવા બદલ મારી પત્ની પર ગર્વ છે. તમારી તમામ દુઆ માટે આભાર. થેંક્યૂ ગોડ.'

સુષ્મિતા હોસ્પિટલમાં હતી
સુષ્મિતાએ એક તસવીર શૅર કરીને કહ્યું હતું, 'પ્રાર્થનાનું ફળ મળ્યું. દિવાળી પહેલાં લક્ષ્મીજી આવ્યા. દીકરી આવી. ચારુ તથા રાજીવ શુભેચ્છા. કેટલી સુંદર છે. આજે સવારે ફોઈ બની. બહુ જ ખુશ છું. જોકે, અત્યારે દીકરીની તસવીર શૅર કરવાની પરવાનગી નથી. આથી મારી તસવીર શૅર કરું છું. ચારુ તથા સેન પરિવારને શુભેચ્છા. 3 ગ્રાન્ડ ચિલ્ડ્રન તથા ત્રણેય દીકરીઓ.' આ પોસ્ટ પર ચારુએ રિપ્લાય કરતાં કહ્યું હતું, 'તમને બહુ જ બધો પ્રેમ દીદી. ફોઈની જાન ફાઇનલી આવી જ ગઈ.'

અડધી રાત્રે ચારુ-રાજીવે પ્રેગ્નન્સીની વાત શૅર કરી હતી
એક ઇન્ટરવ્યૂમાં ચારુએ કહ્યું હતું, 'પ્રેગ્નન્સીમાં મારામાં ઘણાં ફેરફાર આવ્યા. મને યાદ છે જ્યારે મને પહેલી જ વાર પ્રેગ્નન્સીની જાણ થઈ ત્યારે હું ધ્રૂજવા લાગી હતી. 20 મિનિટ સુધી બાથરૂમમાંથી બહાર આવી નહોતી. મેં પછી રાજીવને કહ્યું હતું અને તે પણ કન્ફ્યૂઝ થઈ ગયો હતો. તેને પણ ખ્યાલ નહોતો કે તે કેવી રીતે રિએક્ટ કરે છે. તે સમયે રાત હતી અને અમને ખ્યાલ નહોતો કે પરિવારને અત્યારે જાણ કરવી જોઈએ કે નહીં. અમે રાત્રે 12.30 વાગે તમામને વીડિયો કૉલ કર્યો. હું ઈચ્છતી હતી કે તમામના એક્સપ્રેશન રેકોર્ડ કરું.'