તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંગત જીવન:રાજીવ કપૂરે આર્કિટેક્ટ આરતી સાથે લગ્ન કર્યાં પણ બે વર્ષમાં ડિવોર્સ થયાં હતાં, એકલવાયું જીવન પસાર કર્યું

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રિશી કપૂર તથા રણધીર કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું 58 વર્ષની ઉંમરમાં 9 ફેબ્રુઆરી, મંગળવારના રોજ હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું. રાજીવ કપૂરના તે જ દિવસે સાંજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. માનવામાં આવે છે કે રિશી કપૂરના દીકરા રણબીર કપૂરે મુખાગ્નિ આપ્યો હતો. રાજીવને કોઈ સંતાન નહોતું. તેઓ એકલવાયું જીવન પસાર કરતાં હતાં. રાજીવનું અંગત જીવન ઘણું જ ચઢાવ-ઉતારવાળું જોવા મળ્યું હતું.

બે વર્ષમાં ડિવોર્સ
રાજીવે 2001માં આર્કિટેક્ટ આરતી સભ્રવાલ સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, બે વર્ષ બાદ જ એટલે કે 2003માં બંનેના ડિવોર્સ થઈ ગયા હતા. આરતી ડિવોર્સ બાદ હંમેશના માટે કેનેડા શિફ્ટ થઈ ગઈ હતી. તો બીજી બાજુ રાજીવે બીજા લગ્ન ના કર્યાં અને એકલવાયું જીવન પસાર કર્યું હતું.

રાજીવે 1983માં ફિલ્મ 'એક જાન હૈ હમ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. જોકે, તેમની કરિયર ભાઈ તથા પિતા રાજ કપૂર જેવી સફળ રહી નહોતી. રાજીવે 'લવર બોય', 'હમ તો ચલે પરદેશ', 'અંગારે', 'શુક્રિયા' જેવી ફિલ્મ કરી, પરંતુ તે પોતાની અલગ ઓળખ બનાવી શક્યા નહીં.

પદ્મિની કોલ્હાપુરે સાથે નામ જોડાયું હતું
રાજીવે 'પ્રેમ રોગ'માં પિતા તથા ડિરેક્ટર રાજ કપૂર સાથે આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મમાં પદ્મિની કોલ્હાપુરે તથા રિશી કપૂર લીડ રોલમાં હતાં. ફિલ્મના શૂટિંગ દરમિયાન રાજીવ તથા પદ્મિની વચ્ચે ખાસ મિત્રતા બંધાઈ હતી અને બંને સાથે સમય પસાર કરવા લાગ્યા હતા.

તે સમયે બોલિવૂડમાં ચર્ચા થતી હતી કે રાજ કપૂરને દીકરાના પદ્મિની સાથેના સંબંધો ગમ્યા નહોતા. તેમણે પદ્મિનીને ચેતવણી આપી હતી કે તે રાજીવથી દૂર રહે અથવા ફિલ્મ છોડી દે. પદ્મિનીએ રાજ કપૂરની વાત માનીને ફિલ્મ પર ફોકસ કર્યું અને રાજીવથી દૂર થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો