તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપૂર પરિવારમાં એક વર્ષમાં ત્રણ મોત:પહેલાં બહેન, પછી ભાઈ અને હવે કપૂર ખાનદાનના સૌથી નાના ભાઈ રાજીવનું અવસાન

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્વર્ગીય રિશી કપૂરના સૌથી નાના ભાઈ રાજીવ કપૂરનું 9 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું હતું. કપૂર પરિવાર માટે આ ઘણું જ આઘાતજનક છે. કપૂર પરિવાર માટે 2020નું વર્ષ એક ખરાબ સપના જેવું હતું. સૌ પહેલાં બહેન રિતુ નંદાનું નિધન થયું હતું. તેમના મોતના આઘાતમાંથી પરિવાર બહાર આવે તે પહેલાં રિશી કપૂરનું નિધન થયું હતું. રિશી કપૂરના નિધનના 9 મહિના બાદ જ રાજીવ કપૂરનું અવસાન થયું છે.

રિતુ નંદાનું દિલ્હીમાં અવસાન થયું હતું
રિતુ નંદાનું ગયા વર્ષે 13 જાન્યુઆરીની રાત્રે 12.30 વાગે દિલ્હીમાં નિધન થયું હતું. તેઓ 71 વર્ષના હતાં. તેઓ દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં દાખલ હતાં અને અહીંયા જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. કપૂર પરિવારમાંથી સૌ પહેલાં રાજીવ કપૂર દિલ્હી પહોંચી ગયા હતા. ત્યારબાદ કપૂર પરિવારના અન્ય સભ્યો દિલ્હી આવ્યા હતા. રિતુ નંદાના અંતિમ સંસ્કાર 14 જાન્યુઆરીએ દિલ્હીમાં કરવામાં આવ્યા હતા.

રિતુ નંદાને લાંબા સમયથી કેન્સર હતું
રિતુ નંદાને વર્ષ 2013માં કેન્સર થયું હતું અને તેઓ સારવાર માટે અમેરિકા પણ ગયા હતાં. રિતુએ 1969માં એસ્કોર્ટ ગ્રુપના ચેરમેન રાજન નંદા સાથે લગ્ન કર્યાં હતાં. વર્ષ 2018માં રાજન નંદાનું નિધન થયું હતું. રિતુ નંદા લાઈફ ઈન્સ્યોરન્સના બિઝનેસ સાથે જોડાયેલા હતાં. તેમણે એક જ દિવસમાં 17 હજાર પેન્શન પોલિસી વેચવાનો રેકોર્ડ બનાવ્યો હતો અને તેમનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું હતું. રાજન તથા રિતુને દીકરો નિખીલ તથા દીકરી નિતાશા છે. નિખીલ નંદાએ અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન સાથે લગ્ન કર્યાં છે. નીખિલ-શ્વેતાને દીકરી નવ્યા નવેલી તથા દીકરો અગસ્ત્ય છે.

રિતુ નંદા શો-મેન રાજકપૂરના મોટાં દીકરી હતાં
સ્વ. રાજ કપૂર તથા સ્વ. ક્રિષ્ના રાજ કપૂરને ત્રણ દીકરા તથા બે દીકરીઓ છે. સૌથી મોટા દીકરા રણધીર કપૂરનો જન્મ 1947માં થયો હતો. રિતુનો જન્મ 1948માં થયો હતો. ત્યારબાદ રિશી કપૂર, રિમા જૈન તથા રાજીવ કપૂરનો જન્મ થયો હતો.

રિશી કપૂરને પણ કેન્સર હતું
67 વર્ષીય રિશી કપૂરને છેલ્લાં બે વર્ષથી લ્યૂકેમિયાનું કેન્સર હતું. તેમણે ન્યૂ યોર્કમાં કેન્સરની સારવાર કરાવી હતી અને તેઓ સપ્ટેમ્બર, 2019માં સારવાર કરાવીને ભારત પરત ફર્યાં હતાં. જોકે, 2020માં માર્ચ મહિનામાં તેમની તબિયત ખરાબ થતાં મુંબઈની એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતાં. અહીંયા 30 એપ્રિલે સવારે 8.45 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. તે જ દિવસે સાંજે ચાર વાગે ચંદનવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. લૉકડાઉન હોવાને કારણે તેમના અંતિમ સંસ્કારમાં 20 લોકો જ હાજર રહ્યાં હતાં.

રાજીવ કપૂરને હાર્ટ અટેક આવ્યો
58 વર્ષીય રાજીવ કપૂરને 9 ફેબ્રુઆરીના રોજ બપોરે હાર્ટ અટેક આવ્યો હતો. તેમને ઈનલાક્સ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, ડૉક્ટર્સના અથાગ પ્રયાસો બાદ પણ તેઓ બચી શક્યા નહીં. રાજીવ કપૂર ચેમ્બુરમાં રહેતા હતા અને નજીકમાં જ આ હોસ્પિટલ આવી હતી. રાજીવ કપૂરને કોઈ સંતાનો નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો