તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બેકફૂટ પર સુપરસ્ટાર:6.5 લાખ રૂપિયાના ટેક્સના કેસમાં હાઇકોર્ટથી ફટકાર મળી તો રજનીકાંતે ભૂલ સ્વીકારી, કહ્યું- અમે આને સુધારીશું અને આનાથી શીખ લઈશું

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
69 વર્ષીય રજનીકાંત છેલ્લે ફિલ્મ 'દરબાર'માં દેખાયા હતા.
  • રજનીકાંતે ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશન વિરુદ્ધ યાચિકા ફાઈલ કરી હતી
  • બુધવારે સુનાવણી દરમ્યાન કોર્ટે રજનીને ફટકાર લગાવી હતી

તમિળ સુપરસ્ટાર રજનીકાંતે તેમના મેરેજ હોલના પ્રોપર્ટી ટેક્સને લઈને ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશન વિરુદ્ધ મદ્રાસ હાઇકોર્ટમાં યાચિકા ફાઈલ કરી હતી, તેના પર બુધવારે સુનાવણી થઇ. આ દરમ્યાન કોર્ટમાં રજનીકાંતને ઉચાટનો સામનો કરવો પડ્યો હતો. કોર્ટે તેમને તેમનો સમય વેડફવા માટે ફટકાર લગાવી હતી. ત્યારબાદ ગુરુવારે રજનીકાંતે તેમની ભૂલ સ્વીકારીને એક ટ્વીટમાં લખ્યું, 'અમારે આ બાબતમાં મદ્રાસ હાઇકોર્ટની જગ્યાએ ચેન્નઈ કોર્પોરેશનને અપ્રોચ કરવા જોઈતા હતા. અમે અમારી ભૂલ સુધારીશું અને તેનાથી શીખ પણ લઈશું.'

આ હતો રજનીકાંતનો આરોપ
તેમણે ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશનની તે માગ વિરુદ્ધ યાચિકા ફાઈલ કરી હતી જેમાં તેમને તેમના મેરેજ હોલ શ્રી રાઘવેન્દ્ર કલ્યાણ મંડપમ માટે 6.5 લાખ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ જમા કરવા માટે કહેવામાં આવ્યું છે. સુપરસ્ટારે આ માગને અનુચિત ગણાવી છે.

રજનીકાંતે તેમની યાચિકામાં લખ્યું કે કોરોના મહામારી અને લોકડાઉનને કારણે 24 માર્ચથી તેમનો મેરેજ હોલ બંધ છે. આવામાં જ્યારે કોઈ કમાણી જ નથી થઇ તો ટેક્સ કઈ વાતનો માગી રહ્યા છે? તેમના જણાવ્યા મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 6.5 લાખ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ ઠપકારવો અયોગ્ય છે. એક્ટરે આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેદન પણ આપ્યું હતું જેનો કોઈ જવાબ મળ્યો ન હતો.

કોર્ટે શું જવાબ આપ્યો?
કોર્ટે કહ્યું કે તેમણે કોર્ટનો સમય વેડફવાને બદલે ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશનને રિમાઇન્ડર મોકલવું જોઈતું હતું. ત્યારબાદ સુપરસ્ટારના વકીલે કોર્ટ પાસે કેસ પરત લેવાની પરવાનગી માગી.

રજનીકાંત છેલ્લે 'દરબાર'માં દેખાયા હતા
69 વર્ષીય રજનીકાંત છેલ્લે 'દરબાર' ફિલ્મમાં દેખાયા હતા જે 9 જાન્યુઆરીએ રિલીઝ થઇ હતી અને બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. તેમની અપકમિંગ ફિલ્મ 'અન્નાઠે' છે જેની રિલીઝ ડેટ હજુ જાહેર નથી થઇ.

આ જ વર્ષે માર્ચમાં તેમણે જાહેર કર્યું હતું કે તે ટૂંક સમયમાં તેમની ખુદની પોલિટિકલ પાર્ટી જાહેર કરશે. તેમણે કહ્યું હતું કે તે એવી પાર્ટી બનાવવાની તૈયારી કરી રહ્યા છે જેનો લીડર મુખ્યમંત્રી નહીં બને.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો