થલાઈવા ઘરે આવ્યા:સર્જરી પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને રજનીકાંત ઘરે આવ્યા, પત્નીએ આરતી ઉતારીને વેલકમ કર્યું, ચાહકોએ તેમના સ્વાસ્થ્યની પ્રાર્થના માટે 108 નારિયેળ વધેર્યાં

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરની બહારનો ફોટો પોસ્ટ કરીને લખ્યું, ‘રિટર્ન્ડ હોમ’

માઈનર સર્જરી પછી સુપરસ્ટાર રજનીકાંતને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે. એક્ટરે પોતે આ વાતની જાણકારી એક પોસ્ટ કરીને આપો છે. તેમાં તેણે ઘરની બહારનો ફોટો પોસ્ટ કરીને લખ્યું, ‘રિટર્ન્ડ હોમ’. ગુરુવારે રજનીકાંતને ચક્કર આવ્યા પછી હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. હંમેશની જેમ આ વખતે પણ તેમની પત્ની લતાએ રજનીકાંતની આરતી ઉતારીને વેલકમ કર્યું હતું.

સ્વાસ્થ્ય માટે ખાસ વિધિ
આની પહેલાં થલાઈવાના ચાહકે મદુરાઈ જિલ્લામાં થિરુપંક્યેન્દ્રમ મુરુગન મંદિરમાં રજનીકાંતના સ્વાસ્થ્ય માટે ખાસ પ્રકારની પૂજા રાખી હતી. ચાહકોએ 108 નારિયેળ વધેર્યાં અને ‘મન સોરુ’ એટલે કે જમીન પર ભોજન રાખવાની વિશેષ પૂજા કરી હતી. રજનીકાંતની આગામી ફિલ્મ ‘અન્નાથે’ની સફળતા માટે પણ પ્રાર્થના કરી હતી.

ફિલ્મની સફળતા માટે સામૂહિક પ્રાર્થના​​​​​​
થલાઈવાના એક ચાહક કુમારવેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું, અમને ખબર પડી કે સપુરસ્ટાર થલાઈવાને બીમારીને લીધે હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. એ પછી અમે પળવારનો પણ વિચાર કર્યા વગર તેમના સ્વાસ્થ્ય અને ફિલ્મની સફળતા માટે સામૂહિક પ્રાર્થના કરી રહ્યા છીએ.

3 દિવસથી એડમિટ હતા
રજનીકાંતને ગુરુવારે ચેન્નાઇની કાવેરી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને શુક્રવારે તેમની કેરોટિડ ધમનીની સર્જરી થઈ હતી. કાવેરી હોસ્પિટલે જાહેર કરેલા સ્ટેટમેન્ટ પ્રમાણે, પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા રજનીકાંત કેરોટિડ એન્ડાટેરેક્ટોમી સર્જરી પછી સ્વસ્થ થઈ રહ્યા છે.

રજનીકાંતની કિડનીનું પ્રત્યારોપણ થઈ ચૂક્યું છે
રજનીકાંતની કિડની ખરાબ થવાથી 2016માં ટ્રાન્સપ્લાન્ટ દ્વારા તેમને નવી કિડની અપાઈ હતી. બ્લડપ્રેશર અનિયમિત રહેતાં તેમની કિડનીને નુકસાન થવાનું જોખમ હંમેશાં રહે છે.