રજનીકાંતે કોરોનાને લીધે ભીંસમાં આવેલા વર્કર્સ માટે ₹50 લાખ ડોનેટ કર્યા

Rajinikanth donates ₹ 50 lakh for daily wage workers due to corona
X
Rajinikanth donates ₹ 50 lakh for daily wage workers due to corona

દિવ્ય ભાસ્કર

Mar 24, 2020, 07:21 PM IST

એન્ટરટેનમેન્ટ ડેસ્કઃ સુપરસ્ટાર રજનીકાંતે ‘ફેડરેશન ઓફ સાઉથ ઈન્ડિયન યુનિયન વર્કર્સ’ને 50 લાખ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. દેશમાં કોરોના વાઈરસના રોગચાળાને કારણે બોલિવૂડ ઉપરાંત સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ ઠપ્પ થઈ ગઈ છે અને અત્યારે કમ્પ્લિટ લોકડાઉનની સ્થિતિમાં છે. તમામ ફિલ્મો, ટીવી શો, વેબસિરીઝ વગેરેનું શૂટિંગ બંધ થઈ ગયું છે. આને કારણે ડેઈલી વેજિસ એટલે કે રોજમદારી પર જીવતા કામદારો અત્યંત કફોડી સ્થિતિમાં આવી ગયા છે. તેમની મદદ કરવા માટે રજનીકાંતે આ ડોનેશન આપ્યું છે.

દેશમાં કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોનાવાઈરસની સ્થિતિ ધીમે ધીમે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. મંગળવારે સાંજે આ લખાઈ રહ્યું છે ત્યારે દેશમાં કોરોના વાઈરસના ચેપનો ભોગ બનેલાઓની સંખ્યા 519 પર પહોંચી ગઈ છે. જ્યારે તેને કારણે મૃત્યુ પામેલાઓની સંખ્યા 10 છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી