તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલિટિક્સમાં નો એન્ટ્રી:રજનીકાંતે કહ્યું - તબિયત બગડી ભગવાનની ચેતવણી, માફ કરો, રાજકારણમાં નહીં આવું

ચેન્નઈ2 મહિનો પહેલા

દક્ષિણ ભારતીય ફિલ્મોના અભિનેતા રજનીકાંતે રાજકારણમાં નહીં આવવાની જાહેરાત કરી છે. તેમણે મંગળવારે બહાર પાડેલાં નિવેદનમાં કહ્યું હતું કે ખેદ સાથે જણાવવું પડે છે કે હું રાજકારણમાં નહીં આવી શકું. હું મારો પક્ષ પણ રચી રહ્યો નથી. આ જાહેરાત કરતાં જે તકલીફ થાય છે એ માત્ર હું જ અનુભવી શકું છું. રજનીકાંતે પોતાના આ નિર્ણય માટે પોતાની ખરાબ તબિયતનો હવાલો આપ્યો હતો. તેમણે કહ્યું કે ડૉક્ટરે જણાવ્યું છે કે તેમના બ્લડ પ્રેશરમાં અસામાન્ય વધઘટની સ્થિતિ ઊભી થવી જોઈએ નહીં. જો તેમ થશે તો તેમની કિડની પર ખરાબ અસર પડશે. ત્રણ દિવસ ડોક્ટરની દેખરેખ હેઠળ હતો. આને હું ભગવાન તરફથી મળેલી ચેતવણી માનું છું. મારે તેના પર ધ્યાન આપવું પડશે.

ડિસેમ્બરમાં રાજકારણમાં પ્રવેશની જાહેરાત કરી હતી
રજનીકાંતે અનેક વર્ષોની અટકળ પછી ડિસેમ્બર 2017માં જાહેર કર્યું હતું કે તેઓ 2021ની વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની રાજકીય ઇનિંગ્સ શરૂ કરશે. આ માટે રજની મક્કલ મંદરમ નામના બિનરાજકીય સંગઠનની પણ રચના કરી હતી. ત્યારપછી હાલમાં 3 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે જાન્યુઆરી 2021માં રાજકીય પક્ષની રચના કરશે.

રજનીકાંતની કિડનીનું પ્રત્યારોપણ થઈ ચૂક્યું છે
હકીકતમાં રજનીકાંતની કિડની ખરાબ થવાથી 2016માં પ્રત્યારોપણ દ્વારા તેમને નવી કિડની અપાઈ હતી. બ્લડપ્રેશર અનિયમિત રહેતા તેમની કિડનીને નુકસાન થવાનું જોખમ હમેશા રહે છે. હાલમાં આ સમસ્યાને કારણે તેમને હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 27મીએ તેમને રજા અપાઈ હતી.

વધુમાં, રજનીકાંતે કહ્યું હતું, 'રાજકારણમાં આવ્યા વગર તેઓ લોકોની સેવા કરશે. મારા નિર્ણયથી ચાહકોને નિરાશા થશે, પરંતુ મને માફ કરો. હું એવું નથી ઈચ્છતો કે લોકો એમ સમજ કે મને બલિનો બકરો બનાવી દેવામાં આવ્યો છે.'

કમલ હાસને કહ્યું, રજનીકાંતની તબિયત મહત્ત્વની
કમલ હાસને કહ્યું હતું કે તેઓ ઈલેક્શન કેમ્પેઈન પૂરું કર્યાં બાદ રજનીકાંતને મળશે. રજનીકાંતના ચાહકોની જેમ તે પણ નિરાશ છે, પરંતુ તેમની તબિયત સૌથી મહત્ત્વની છે.

2021માં વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ રજનીકાંતે સત્તાવાર રીતે રાજકારણમાં ઝુકાવવાનું અને પોતાની રાજકીય પાર્ટી બનાવવાનું જાહેર કર્યું હતું. અભિનેતાએ 2021માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં લડવાની પણ જાહેરાત કરી હતી.

25મી ડિસેમ્બરે એડમિટ કરવામાં આવ્યા હતા
સુપરસ્ટાર રજનીકાંતને શુક્રવાર (25 ડિસેમ્બર) સવારે હૈદરાબાદની અપોલો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. 70 વર્ષીય રજનીકાંતનું બ્લડપ્રેશર વધ-ઘટ થતું હતું. આ સાથે જ તેમને થાક લાગતો હતો. તેેમને બે દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડૉક્ટર્સ એક અઠવાડિયું સંપૂર્ણ આરામ કરવાનું તથા ફિઝિકલ એક્ટિવિટી કરવાની ના પાડી હતી.

ડિસ્ચાર્જ બાદ ઘરે પહોંચ્યા તો પત્નીએ ચાંદલો કરીને સ્વાગત કર્યું

કોરોના રિપોર્ટ નેગેટિવ
થોડા સમય પહેલાં રજનીકાંતની ફિલ્મ 'અન્નાથે'ના સેટ પર સાત ક્રૂ-મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. હૈદરાબાદમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું.

14 ડિસેમ્બરથી શૂટિંગ શરૂ થયું હતું
રજનીકાંતે 14 ડિસેમ્બરથી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. તેમની દીકરી ઐશ્વર્યાએ સેટ પરની તસવીર શૅર કરી હતી. રજનીકાંત બાયો બબલમાં રહીને જ શૂટિંગ કરતા હતા. શૂટિંગ ઈનડોર જ હતું. ટોટલ 45 દિવસનું શૂટિંગ હતું, પરંતુ હવે ફરીવાર ક્યારે શરૂ થશે એ નક્કી નથી.

40 ટકા શૂટિંગ બાકી
ફિલ્મનું શૂટિંગ 40 ટકા બાકી છે. ફિલ્મમાં રજનીકાંત કૅરિંગ ભાઈના રોલમાં તથા કીર્તિ સુરેશ બહેનના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં પ્રકાશ રાજ તથા જેકી શ્રોફ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મને શિવાએ ડિરેક્ટ કરી છે. નયનતારા બીજીવાર રજનીકાંત સાથે કામ કરી રહી છે. આ પહેલાં તેણે 'દરબાર'માં કામ કર્યું હતું. 'અન્નાથે' ફિલ્મ દશેરા પર રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડ 19ને કારણે શૂટિંગ પૂરું થઈ શક્યું નહીં. હવે આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો