તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમબેક:વિવેક ઓબેરોયની પ્રોડક્શન ડેબ્યૂ ફિલ્મ ‘ઇતિ’નું મ્યૂઝિક રાજેશ રોશન કમ્પોઝ કરશે

10 મહિનો પહેલા
 • કૉપી લિંક

વિવેક ઓબેરોય ‘ઇતિ’ ફિલ્મથી પ્રોડક્શનમાં ડેબ્યૂ કરી રહ્યો છે. આ ફિલ્મમાં રાજેશ રોશન આશરે 3 વર્ષ પછી કમબેક કરશે. રાજેશે કાબિલ ફિલ્મ પછી એક પણ ફિલ્મમાં સંગીત આપ્યું નથી. ઇતિ ફિલ્મની સ્ટોરી અને ડાયરેક્શન વિશાલ મિશ્રાનું છે. ગયા વર્ષે વિવાદોમાં રહેલી પ્રેરણા અરોરા પણ આ ફિલ્મથી કમબેક કરી રહી છે.

‘મને ફિલ્મની સ્ટોરી ગમી’
વિવેકની ટીમ સાથે કામ કરવા પર રાજેશ રોશને કહ્યું કે, હું આટલા બધા મહેનતુ અને ઉત્સાહી લોકોની ટીમ સાથે જોડાઈને ઘણો ખુશ છું. ઇતિની સ્ટોરીએ મને આ ટીમ સાથે જોડાવા માટે વધારે એક્સાઈટેડ કરી દીધો. મને ફિલ્મની મિસ્ટ્રી સાથે જોડાયેલુ સંગીત બનાવવાની તક મળી રહી છે. રાજેશે છેલ્લા ઘણા વર્ષોમાં કાબિલ, ક્રિશ, કોઈ મિલ ગયા, કહો ના પ્યાર હૈ જેવી ફિલ્મમાં મ્યૂઝિક તૈયાર કર્યું હતું. જો કે, આ બધી ફિલ્મો રાકેશ રોશનના પ્રોડક્શનમાં બની હતી. ઘણા સમય પછી તેઓ બીજા પ્રોડક્શન માટે મ્યૂઝિક આપવાના છે.

વિવેકની ફિલ્મ ‘ઇતિ-કેન યુ સોલ્વ યોર ઓન મર્ડર’ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ફ્લોર પર જશે. તે માર્ચ 2021 સુધી રિલીઝ થઇ શકે છે. ફિલ્મનું પ્રોડક્શન મંદિરા અને ઓબેરોય મેગા એન્ટરટેઈનમેન્ટ ભેગા મળીને કરી રહ્યા છે. વિવેકે આ ફિલ્મમાં નવા કલાકારને કાસ્ટ કરવાની વાત કહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો