તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેલ્થ અપડેટ:ફિલ્મ ક્રિટિક રાજીવ મસંદ ગંભીર હાલતમાં કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ, વેન્ટિલેટર સપોર્ટ પર હોવાની ચર્ચા

મુંબઈ3 દિવસ પહેલા
રાજીવ મસંદ છેલ્લાં બે દાયકાથી પત્રકારિતા સાથે જોડાયેલા છે
  • મિત્રનો દાવો, સ્થિતિ પહેલાં કરતાં સારી, વેન્ટિલેટર પર નથી
  • પહેલાં હોમ આઈસોલેશનમાં હતા, ઓક્સિજન લેવલ ઘટતાં એડમિટ કરવામાં આવ્યા

મુંબઈમાં કોરોનાને માજા મૂકી છે લોકપ્રિય ફિલ્મ જર્નલિસ્ટ તથા ક્રિટિક રાજીવ મસંદ કોરોના પોઝિટિવ છે. હાલમાં તે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રાજીવની તબિયત ઘણી જ ગંભીર છે અને તેમને વેન્ટિલેટર સપોર્ટ પર મૂકવામાં આવ્યા છે.

સૂત્રોના મતે, રાજીવને ગયા અઠવાડિયે કોરોના થયો હતો. શરૂઆતમાં તેઓ હોમ આઈસોલેશનમાં હતા, પરંતુ પછી તબિયત બગડી હતી. ઓક્સિજન લેવલ ડાઉન થઈ જતાં રવિવાર, 2 મેના રોજ કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે, રાજીવને અટેન્ડ કરતાં ડૉક્ટર્સે પણ તેમની હાલત ગંભીર હોવાનું કહ્યું હતું.

મિત્રોએ કહ્યું, વેન્ટિલેટર પર નથી
જોકે, રાજીવ મસંદના નિકટના સાથી સોમેન મિશ્રાએ કહ્યું હતું કે રાજીવ વેન્ટિલેટર પર નથી. જોકે, તેમને એ વાત સ્વીકાર કરી હતી કે રાજીવની તબિયત એકદમ ગંભીર છે. સોમેનના મતે, હવે રાજીવની તબિયત પહેલાં કરતાં સારી છે અને જલ્દી ઠીક થઈ જશે, તેવી આશા વ્યક્ત કરી હતી.

કરન જોહરની કપનીમાં COO
વર્ષની શરૂઆતમાં રાજીવ મસંદે જર્નલિઝમને અલવિદા કહીને કરન જોહરની ધર્મા કોર્નસ્ટોન એજન્સી (DCA)માં COO (ચીફ ઓપરેટિંગ ઓફિસર) તરીકે જોઈન કર્યું હતું. કંગનાએ આ અંગે મસંદને આડે હાથ પણ લીધા હતા.

16 વર્ષની ઉંમરથી પત્રકાર તરીકે કાર્યરત
રાજીવ મસંદ છેલ્લાં બે દાયકાથી પણ વધુ સમયથી જર્નલિસ્ટ તરીકે કામ કરે છે. તેઓ 16 વર્ષની ઉંમરે આ ક્ષેત્રમાં આવ્યા હતા. તેમણે અનેક જાણીતા મીડિયા હાઉસ સાથે કામ કર્યું છે. 2020માં જ્યારે સુશાતનું મોત થયું ત્યારે તેમની પર બ્લાઈન્ડ આર્ટિકલ લખવાનો આક્ષપ મૂકવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે આ સંદર્ભે આઠ કલાક પૂછપરછ કરી હતી.

કંગનાએ ઘણીવાર મસંદને આડેહાથ લીધા હતા
સુશાંતના મોત બાદ કંગનાએ એક ઈન્ટરવ્યૂમાં કરન જોહર, આદિત્ય ચોપરા, રાજીવ મસંદ તથા મહેશ ભટ્ટ પર કેમ્પબાજી કરવાનો આક્ષેપ મૂક્યો હતો. એક્ટ્રેસે કહ્યું હતું કે મુંબઈ પોલીસે આ તમામની પૂછપરછ કરવી જોઈએ. કંગનાએ ત્યાં સુધી કહ્યું હતું કે જો તે પોતાનો દાવો સાબિત નહીં કરી શકે તો તે પદ્મશ્રી સરકારને પરત આપવા તૈયાર છે.

હાલમાં જ એક્ટર બિક્રમજીત કંવરપાલનું કોરોનાને કારણે અવસાન
થોડાં સમય પહેલાં જ કોવિડ 19ને કારણે એક્ટર તથા મેજર બિક્રમજીત કંવરપાલનું અવસાન થયું હતું. ટીવી એન્કર કનુપ્રિયાનું મોત પણ કોરોનાને કારણે થયું હતું. ટીવી એક્ટર અનિરુદ્ધ દવે હાલ ક્રિટિકલ હાલતમાં ભોપાલની હોસ્પિટલના ICUમાં એડમિટ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો