તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ કપૂરના નાના દીકરા અને રિશી- રણધીર કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું મૃત્યુ થઇ ગયું છે. એક્ટ્રેસ નીતુ કપૂરે સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરી છે. 58 વર્ષીય રાજીવનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું છે. ઘણા ઓછા લોકો જાણે છે કે એક ફિલ્મને કારણે રાજકપૂર અને તેમના નાના દીકરાના સંબંધમાં તિરાડ પડી ગઈ હતી. આ ફિલ્મ હતી 'રામ તેરી ગંગા મેલી'. આ વાતનો ખુલાસો મધુ જૈને તેમની બુક 'કપૂરનામા'માં કર્યો છે.
મંદાકિનીને કારણે બાપ- દીકરાના સંબંધમાં તિરાડ પડી
મધુ જૈનની બુક 'કપૂરનામા' મુજબ રાજીવ કપૂરે આમ તો 1983માં આવેલી ફિલ્મ 'એક જાન હૈ હમ'થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. પણ તેમના કરિયરે સ્પીડ પકડી ન હતી. માટે રાજ કપૂરે 1985માં 'રામ તેરી ગંગા મેલી' ફિલ્મ બનાવી અને દીકરા રાજીવને ફરીવાર લોન્ચ કર્યો. ફિલ્મ તો સુપરહિટ રહી પણ રાજીવને તેનો શ્રેય ન મળ્યો પણ ફિલ્મની હિરોઈન મંદાકિનીને બધું ક્રેડિટ મળ્યું. જેમ- જેમ ફિલ્મ ફેમસ થવા લાગી રાજીવ કપૂર પિતા રાજ કપૂરથી નારાજ થવા લાગ્યા અને આ ફિલ્મ બાદ બાપ- દીકરા વચ્ચે ઘણા મતભેદ થઇ ગયા હતા.
'રામ તેરી ગંગા મેલી' માત્ર રાજકપૂર અને મંદાકિનીની આસપાસ સેટલ થઈને રહી ગઈ. રાજીવને આ ફિલ્મ હિટ થવાનો કોઈ ફાયદો ન થયો. આ ફિલ્મથી મંદાકિની રાતોરાત સ્ટાર બની ગયા પણ રાજીવ કપૂર આગળ ન વધી શક્યા. આ વાત માટે રાજીવ કપૂરે બધો દોષ રાજ કપૂર પર નાખી દીધો.
ફરીવાર બાપ-દીકરાએ સાથે ક્યારેય કામ ન કર્યું
'રામ તેરી ગંગા મેલી' બાદ રાજ કપૂરે ફરી ક્યારેય રાજીવને લઈને કોઈ ફિલ્મ ન બનાવી. આ વાતથી રાજીવ પિતા રાજથી ઘણા નારાજ હતા. રાજીવે 'લવર બોય', 'હમ તો ચલે પરદેસ', 'અંગારે', 'શુક્રિયા' જેવી ફિલ્મોમાં કામ કર્યું પણ તે બોલિવૂડમાં પોતાની ઓળખ ન બનાવી શક્યા. કહેવામાં આવે છે કે તે પિતાથી એટલા નારાજ હતા કે તેમના મૃત્યુ બાદ તે અંતિમ સંસ્કારમાં પણ ગયા ન હતા.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.