પોર્નોગ્રાફીમાં શિલ્પાના પતિની ધરપકડ:રાજ કુંદ્રાની જૂની સો.મીડિયા પોસ્ટ વાઇરલ, સીતામાતા માટે અપમાનજનક વાત કહી હતી

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજ કુંદ્રાની વર્ષ 2012ની સો.મીડિયા પોસ્ટ વાઇરલ
  • 2016નો કપિલ શર્માના શોનો વીડિયો પણ વાઇરલ

શિલ્પા શેટ્ટીનો પતિ તથા બિઝનેસમેન રાજ કુંદ્રાની 19મી જુલાઈએ મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. રાજ પર ભારતમાં પોર્ન ફિલ્મ બનાવવાનો તથા વિદેશમાંથી અપલોડ કરવાનો આક્ષેપ છે. ફેબ્રુઆરી, 2021માં રાજ કુંદ્રા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. રાજ વિરુદ્ધ શર્લિન ચોપરાએ નિવેદન આપ્યું હતું. સો.મીડિયામાં રાજ તથા શિલ્પા ટ્રોલ થયા છે. આટલું જ નહીં રાજની જૂની સો.મીડિયા પોસ્ટ પણ હાલમાં વાઇરલ થઈ છે.

2012ની સો.મીડિયા પોસ્ટ વાઇરલ
રાજે 2012માં આ પોસ્ટ કરી હતી, જેમાં તેણે કહ્યું હતું, શ્રીલંકાની ચિયર કરતી આ યુવતીઓને જોઈને તમે રાવણને સીતાના હરણ માટે જવાબદાર ઠેરવી શકો નહીં.

પોર્ન અને વેશ્યાવૃત્તિ અંગે પોસ્ટ કરી હતી
2012માં રાજે સો.મીડિયામાં એક સવાલ કર્યો હતો કે કોઈને કેમેરા પર સેક્સ માટે પૈસા આપવા કાયદાકીય કેમ? તેણે એવું પણ પૂછ્યું હતું કે વેશ્યાવૃત્તિ પોર્નથી અલગ કેવી રીતે છે?

અન્ય એક પોસ્ટમાં રાજે કહ્યું હતું કે એક્ટર્સ ક્રિકેટ રમી રહ્યા છે, ક્રિકેટર રાજકારણી સાથે રમત રમે ચછે, નેતા પોર્ન જુએ છે જ્યારે પોર્ન સ્ટાર એક્ટર્સ બની રહ્યાં છે.

સો.મીડિયામાં શિલ્પા ટ્રોલ
રાજ કુંદ્રાની ધરપકડ બાદ સો.મીડિયા યુઝર્સ શિલ્પા શેટ્ટીને પણ ટ્રોલ કરી રહ્યાં છે અને સવાલ કરે છે કે તેને આ અંગે જાણ હતી કે નહીં?

2016નો વીડિયો વાઇરલ
રાજ કુંદ્રા, શિલ્પા શેટ્ટી તથા શમિતા શેટ્ટી કોમેડિયન કપિલ શર્માના શોમાં આવ્યા હોય છે. અહીંયા કપિલે રાજને ઈનકમ અંગે સવાલ કર્યો હતો. કપિલે રાજને કહ્યું હતું કે તમે કંઈ જ કર્યા વગર કેવી રીતે આટલી કમાણી કરો છો. તમે તો પાર્ટી, ફૂટબોલ મેચ, પત્નીને શોપિંગ અને બીજા બધા કામ કરો છો, તમે કંઈ જ કર્યા વગર આટલી કમાણી કરો છે, કારણ કે તમે તો આ બધામાં બિઝી છો તો બિઝનેસ કરવાનો તો સમય જ રહેતો નહીં હોય. આ સવાલ પર રાજ, શિલ્પા તથા શમિતા હસવા લાગે છે.

પોર્ન ફિલ્મમાંથી રાજ કુંદ્રાની થાય છે કમાણી
આ વાઇરલ વીડિયો હવે ટ્રોલર્સના નિશાને આવ્યો છે. એક યુઝરે કહ્યું હતું, કપિલ શર્મા સહિત હવે તમામ લોકોને ખબર પડી ગઈ કે રાજ કુંદ્રાની આવકનો સોર્સ શું છે? અન્ય એકે કહ્યું હતું, કપિલ શર્માના આ સવાલનો યોગ્ય જવાબ હવે તમામ લોકોને મળી ગયો છે કે પોર્ન ફિલ્મથી રાજ કુંદ્રા કમાણી કરતો હતો.