તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોર્નોગ્રાફી કેસ:રાજ કુંદ્રાની ઓફિસમાં દરોડા, પોલીસને હાર્ડ ડિસ્ક-પોર્ન વીડિયો સહિતની વાંધાજનક વસ્તુઓ મળી

મુંબઈ6 દિવસ પહેલા
  • રાજ કુંદ્રાના જીજાજી પ્રદીપ બક્ષી વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર
  • લંડનમાં રહીને પોર્ન વીડિયો અપલોડ કરતો હોવાનો આક્ષેપ
  • શિલ્પા શેટ્ટી પણ કંપનીની એક્ટિવ ડિરેક્ટર

સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ પોલીસે બુધવાર, 21 જુલાઈની સાંજે રાજ કુંદ્રાની મુંબઈ સ્થિત વિઆન ઇન્ડસ્ટ્રી લિમિટેડની ઓફિસ તથા અન્ય જગ્યાઓએ દરોડા પાડ્યા હતા. મુંબઈ પોલીસે રાજ કુંદ્રાની ઓફિસમાંથી કેટલીક કમ્પ્યૂટરની હાર્ડ ડિસ્ક જપ્ત કરી છે. આ ઉપરાંત સર્વર સીઝ કરી દીધું છે. પોલીસને દરોડા દરમિયાન પોર્ન વીડિયો પણ મળ્યા છે. સર્વર તથા હાર્ડ ડિસ્ક FSLને મોકલવામાં આવી છે.

શિલ્પા શેટ્ટી પણ કંપનીની ડિરેક્ટર
રાજ કુંદ્રાની કંપની ‘વિઆન ઇન્ડસ્ટ્રી’નું રજિસ્ટ્રેશન રિટેલ ટ્રેડ, એક્સેપ્ટ ઓફ મોટર વ્હીકલ્સ એન્ડ મોટરસાઇકલ્સ, રિપેર ઓફ પર્સનલ એન્ડ હાઉસહોલ્ડ ગુડ્સ તરીકે કરવામાં આવ્યું હતું. વિઆન ઇન્ડસ્ટ્રી લિમિટેડમાં કુલ 10 એક્ટિવ ડિરેક્ટર છે, જેમાં રાજ કુંદ્રાની પત્ની તથા બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનું પણ નામ છે.

ઉમેશ કામત પણ હતો કંપનીનો ડિરેક્ટર
સૌથી નવાઈની વાત એ છે કે ઉમેશ કામત પણ વિઆન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ડિરેક્ટર હતો. કંપનીની ડિટેલ પ્રમાણે, જ્યારે ઉમેશ કામત પર ફેબ્રુઆરીમાં કેસ થયો ત્યારે તેને કંપનીના ડિરેક્ટરપદ પરથી રાજીનામું આપીને અલગ કરી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉમેશ કામત બ્રિટનની કેનરીન પ્રોડક્શન હાઉસનો ભારતનો રિપ્રેઝન્ટેટિવ હતો અને તેના માધ્યમથી અલગ અલગ ડિજિટલ પ્લેટફોર્મ પર પોર્ન વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા.

70 વીડિયો મળ્યા
ક્રાઇમ બ્રાંચે ઉમેશ કામતે શૂટ કરેલા 70 વીડિયો રિકવર કર્યા છે. ઉમેશ કામતે વિવિધ પ્રોડક્શન હાઉસની મદદથી આ વીડિયો બનાવ્યા હતા.

જીજાજી પ્રદીપ બક્ષી વિરુદ્ધ લુક આઉટ નોટિસ
કેનરીન કંપનીના CEO પ્રદીપ બક્ષીને વોન્ટેડ આરોપી બતાવીને લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. તેના પર આક્ષેપ છે કે તે લંડનમાં રહીને પોર્નોગ્રાફિક કન્ટેન્ટ અપલોડ કરતો હતો.

19 જુલાઈએ રાજ કુંદ્રાની ધરપકડ
19 જુલાઈના રોજ મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાંચે રાજ કુંદ્રાને પૂછપરછ માટે બોલાવ્યો હતો. રાતના 9 વાગે રાજ ભાયખલ્લા ઓફિસ ગયો હતો અને બે કલાકની પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

કોર્ટે 3 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો
20 જુલાઈના રોજ રાજને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે તેને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો. રાજ કુંદ્રાએ કોર્ટમાં એવું કહ્યું હતું કે તેણે કેનરીન કંપની 25 હજાર ડોલરમાં વેચી દીધી હતી અને એમાં તેની કોઈ પાર્ટનરશિપ નથી. જોકે પોલીસે કહ્યું હતું કે કંપની વેચ્યા બાદ વ્હોટ્સએપ ગ્રુપમાં રાજ કેમ એક્ટિવ હતો અને એ કંપનીની તમામ બાબતોમાં કેમ ભાગ લેતો હતો.

અન્ય સમાચારો પણ છે...