જામીન બાદ ભગવાનના ચરણમાં:રાજ કુંદ્રા પત્ની શિલ્પા સાથે બગલામુખી મંદિર ગયો, શત્રુઓના નાશ માટે તાંત્રિક પૂજા કરાવી

કાંગડા25 દિવસ પહેલા
  • રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં 2 મહિના જેલમાં રહ્યો હતો

શિલ્પા શેટ્ટીને ભગવાનમાં ઘણી જ આસ્થા છે. પતિ રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં જ્યારે જેલમાં હતો ત્યારે શિલ્પા વૈષ્ણોદેવી મંદિરે પણ ગઈ હતી. પતિને જામીન મળી ગયા બાદ શિલ્પા દિવાળી વેકેશન માટે હિમાચલ પ્રદેશ ગઈ હતી. અહીંયા શિલ્પાએ પતિ સાથે પહેલાં ચામુંડાદેવી મંદિર તથા જ્વાલામુખી મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યારબાદ તે બગલામુખી મંદિર ગઈ હતી.

તાંત્રિક અનુષ્ઠાન કરાવ્યું
શત્રુનાશિની માતા બગલામુખી મંદિર બનખંડીમાં શિલ્પા શેટ્ટી તથા રાજ કુંદ્રાએ તાંત્રિક અનુષ્ઠાન કરાવ્યું હતું. બંનેએ અહીંયા રાત્રે હોમ-હવન કરાવ્યો હતો. આ દરમિયાન શિલ્પા ભક્તિમાં લીન જોવા મળી હતી. તેણે ભગવાન સામે શિશ ઝૂકાવીને પરિવારની સુખ-શાંતિ માટે દુઆ માગી હતી.

બગલામુખી મંદિર
બગલામુખી મંદિર

લોકો દૂર દૂરથી આવે છે
હિમાચલ પ્રદેશના જિલ્લા કાંગડાના બનખંડીમાં પ્રાચીન શત્રુનાશિની દેવી બગલામુખી મંદિરમાં અનેક જાણીતી હસ્તીઓ રાત્રે તાંત્રિક હવન કરાવે છે. કાંગડના દેહરાના બનખંડીમાં આવેલું બગલામુખી માતાનું મંદિર સિદ્ધ પીઠ છે. અહીંયા રાજકીય નેતાઓથી લઈ સિનેમા સાથે જોડાયેલા લોકો પોતાની ઓળખ બદલીને તાંત્રિક અનુષ્ઠાન કરાવે છે. રાજયોગ, શત્રુનાશ, શત્રુભય, કેસમાં વિજય મળે તથા સર્વ સિદ્ધિ માટે આ સિદ્ધ પીઠમાં દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ આવે છે.

માનવામાં આવે છે કે માતા બગલામુખી તાંત્રિક દેવી છે. આથી જ ભક્તો તાંત્રિક સાધના તથા પૂજા કરવા માટે આવે છે. આ પૂજાને ગોપનીય રાખવામાં આવે છે અને તેથી જ પૂજાનું ફળ જલદીથી મળે છે. આથી જ તાંત્રિક શત્રુનાશિની પૂજામાં પૂજા કરનાર પોતાના શત્રુઓના નામ મનમાં જ લેતા હોય છે.