પોર્નોગ્રાફીમાં ધરપકડ:રાજ કુંદ્રા કઈ કઈ એપ પર અપલોડ કરતો હતો પોર્ન ફિલ્મ, પોલીસ તપાસમાં સામે આવી માહિતી

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજ કુંદ્રા એકથી વધુ એપ પર પોર્ન વીડિયો અને ફિલ્મ અપલોડ કરતો હોવાનો દાવો
  • એપ્રિલમાં રાજે બોલી ફેમ નામની એપ લૉન્ચ કરી હતી.

મુંબઈ ક્રાઇમ બ્રાંચે રાજ કુંદ્રાની પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરી હતી. કોર્ટે રાજને 3 દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. મુંબઈ પોલીસે ફેબ્રુઆરીમાં પોર્ન ફિલ્મ રેકેટનો ઘટસ્ફોટ કર્યો હતો અને આ કેસમાં હવે રાજની ધરપકડ કરી છે. પોલીસે અત્યાર સુધી આ કેસમાં 12થી વધુ લોકોની ધરપકડ કરી છે. પોલીસે ઉમેશ કામતની ધરપકડ કરી છે અને ઉમેશ કામત એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજની કંપનીમાં કામ કરતો હોવાનો પોલીસનો દાવો છે. રાજ કુંદ્રા એકથી વધુ સાઇટ પર પોર્ન ફિલ્મ અપલોડ કરતો હોવાનું માનવામાં આવે છે. રાજ 'hotshots', 'બોલી ફૅમ' તથા 'hothit movie'નો માલિક હોવાનું ચર્ચાય છે.

કામત નવી મુંબઈના વશીમાં રહે છે. ફેબ્રુઆરીમાં જ્યારે એક્ટ્રેસ ગેહના વશિષ્ઠની પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી ત્યારે ઉમેશ કામતનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ ઉમેશની ધરપકડ કરવામાં આવી હતી. કામત ઇંગ્લેન્ડ બેઝ્ડ કંપનીમાં કોઓર્ડિનેટર તરીકે કામ કરતો હતો. તે ગેહના પાસેથી પોર્ન વીડિયો લેતો હતો અને આ વીડિયો ઇંગ્લેન્ડની કપંનીને મોકલતો હતો. આ કંપની 'hotshots' નામની એપમાં આ વીડિયો અપલોડ કરતી હતી. આ કંપની રાજ કુંદ્રાની હોવાનું પોલીસ કહી રહી છે. નોંધનીય છે કે ભારતીય પ્લે સ્ટોર કે એપ સ્ટોરમાં આ એપ ઉપલબ્ધ નથી.

રાજે પોલીસનો દાવો નકાર્યો
બીજી બાજુ રાજે દાવો કર્યો છે કે તેણે 'hotshots' એપને પ્રદીપ બક્ષીને વેચી નાખી છે. જોકે, તપાસમાં એ વાત સામે આવી કે રાજ કુંદ્રા નિયમિત રીતે આ એપ અંગેની નાણાકીય લેવડદેવડ અંગે તમામ માહિતી પ્રદીપ બક્ષી પાસેથી લેતો હતો. આ માટે એક ગ્રુપ પણ વ્હોટ્સએપમાં બનાવવામાં આવ્યું છે અને તેનો એડમિન રાજ કુંદ્રા છે. ગેહના વશિષ્ઠ તથા ઉમેશ કામત બને પ્રોડ્યૂસર-ડિરેક્ટર હતા અને 'hotshots' માટે વાર્તા લખતા હતા. બંને વાર્તાની સાથે અન્ય લોકોને મોકલવામાં આવેલા મેલ IDમાં રાજ કુંદ્રાને પણ માર્ક કરતા હતા.

hothit movieમાં બોલ્ડ કન્ટેન્ટ અપલોડ કરતો
રાજ કુંદ્રા hothit movieનો પણ માલિક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ફેબ્રુઆરીમાં પોલીસે રોવા ખાન ઉર્ફે યાસ્મીનની ધરપકડ કરી હતી. યાસ્મીન ખાન પ્રોડ્યૂસર તથા ડિરેક્ટર છે. ફોટોગ્રાફર મોનુ શર્મા, ક્રિએટિવ ડિરેક્ટર પ્રતિભા, બે એક્ટર્સ આરીશ શેખ તથા ભાનુ ઠાકુરની પણ ધરપકડ થઈ હતી. આ તમામના નામ ગેહના સાથેની પૂછપરછમાં સામે આવ્યા હતા. રોવા ખાન HotHit Moviesમાં વીડિયો અપલોડ કરતો હતો. નોંધનીય છે કે આ સાઇટ ભારતમાં જોવા મળે છે.

કન્ટેન્ટ જોવા માટે બે પ્લાન શરૂ કર્યાં હતાં

​​​રાજ કુંદ્રાએ એપ્રિલમાં 'બોલી ફેમ' એપ લૉન્ચ કરી
રાજ કુંદ્રા JL સ્ટ્રીમ નામના એક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ કંપનીનો માલિક છે. પોર્નોગ્રાફિક વીડિયો આ પ્લેટફોર્મમાં અપલોડ થાય છે કે નહીં તે વાત હજી સુધી ક્લિયર થઈ નથી. એપ્રિલ, 2021માં રાજ કુંદ્રાએ 'બોલી ફેમ' નામની એક એપ્લિકેશન લૉન્ચ કરી હતી. આ એપના ડિસ્ક્રિપ્શનમાં કહેવામાં આવ્યું હતું કે આ એપ પર સેક્સ્યુઅલ થીમ સાથે જોડાયેલી બાબતો બતાવવામાં આવશે. વિવાન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આ એપ ચલાવે છે તેમ કહેવામાં આવ્યું હતું. વિવાન ઇન્ડસ્ટ્રીઝનો માલિક રાજ કુંદ્રા છે. રાજે પોતાના દીકરાના નામ પરથી આ કંપની શરૂ કરી હતી.

શું દેશમાં પોર્નોગ્રાફી કન્ટેન્ટ જોઈ શકાય છે?

  • હવે સવાલ એ છે કે જ્યારે સરકારે દેશમાં પોર્નોગ્રાફી પર બૅન મૂક્યો છે ત્યારે આ પ્રકારનું કન્ટેન્ટ જોઈ શકાય છે? સરકારના તમામ પ્રયાસો બાદ પણ કેટલીક વેબસાઇટ્સ આ પ્રકારનું કન્ટેન્ટ બતાવે છે. આટલું જ નહીં કેટલીક એપ્સ તથા સાઇટની મદદથી પોર્ન કન્ટેન્ટ ડાઉનલૉડ પણ કરી શકાય છે.
  • આ અંગે સુપ્રીમ કોર્ટના સીનિયલ વકીલ અશોક સિંહે કહ્યું હતું કે ભારતમાં એડલ્ટ પોર્નોગ્રાફી તથા વેશ્યાવૃત્તિ અપરાધ નથી, પરંતુ ચાઇલ્ડ પોર્નોગ્રાફી અપરાધ છે. આ માટે POCSO એક્ટ બનાવવામાં આવ્યો છે. બીજી બાજુ એડલ્ટ પોર્નોગ્રાફી ત્યારે ગુનો બને છે જ્યારે કોઈની મરજી વિરુદ્ધ, વિશ્વાસઘાતથી અથવા પરમિશન વગર ફોટો, વીડિયો બનાવવામાં આવે અથવા મોર્ફ કરવામાં આવે અને અન્ય પ્લેટફોર્મ પર શૅર કરવામાં આવે.
  • આ સ્થિતિમાં પીડિતની ફરિયાદ પર કાર્યવાહી થઈ શકે છે. સાઇબર ક્રાઇમનો ગુનો બને છે. IPCની કલમ 509 હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે.
  • ભારત સરકારે દેશમાં અંદાજે 1300 પોર્ન સાઇટ્સ બૅન કરી છે. તેમ છતાંય તેને એક્સેસ કરી શકાય છે. યુઝર પોતાના ફોનમાં પોર્ન કન્ટેન્ટ ડાઉનલોડ કરી શકે છે અને ડિલિટ કરી શકે છે. આના પર કોઈ કાર્યવાહી થતી નથી, પરંતુ તે કન્ટેન્ટને કોઈ બીજી વ્યક્તિને તેની મરજી વિના, વિશ્વાસઘાતથી અથવા કોઈ ગ્રુપ પર શૅર કરે છે ત્યારે તે ગુનો બને છે.