પોર્નોગ્રાફી કેસ:જામીન મળ્યા બાદ રાજ કુંદ્રા પહેલી જ વાર પત્ની શિલ્પા શેટ્ટી સાથે જોવા મળ્યો, મા ચામુંડા દેવીનાં દર્શન કર્યાં

ધર્મશાલાએક મહિનો પહેલા
  • મંદિરની બહાર હાથોમાં હાથ નાખીને જોવા મળ્યાં
  • રાજ પોર્નોગ્રાફી કેસમાં બે મહિના જેલમાં રહ્યો હતો

પોર્નોગ્રાફી કેસમાં જામીન મળ્યા બાદ રાજ કુંદ્રા પહેલી જ વાર પત્ની શિલ્પા શેટ્ટી સાથે જોવા મળ્યો છે. શિલ્પા શેટ્ટી હાલમાં પરિવાર સાથે હિમાચલમાં છે. શિલ્પા શેટ્ટી તથા રાજ કુંદ્રાએ હિમાચલમાં આવેલા જ્વાલા દેવી તથા માતા ચામુંડા દેવી મંદિરનાં દર્શન કર્યાં હતાં. સો.મીડિયામાં તસવીરો તથા વીડિયો વાઇરલ થયા છે. પોર્ન કેસ બાદ રાજ કુંદ્રા પહેલી જ વાર પત્ની શિલ્પા સાથે જાહેરમાં જોવા મળ્યો છે.

શિલ્પાની સો.મીડિયા પોસ્ટમાં રાજ જોવા ના મળ્યો
શિલ્પા શેટ્ટીએ જ્વાલાજી દેવી તથા માતા ચામુંડા દેવી મંદિરની તસવીર તથા વીડિયો શૅર કર્યા છે. જોકે આ તસવીર કે વીડિયોમાં રાજ કુંદ્રા જોવા મળ્યો નહોતો. રાજ પીળા કુર્તા તથા શિલ્પા પીળા ડ્રેસમાં જોવા મળી હતી. બંનેએ એકબીજાનો હાથ પકડ્યો હતો.

મંદિરનાં દર્શને શિલ્પા-રાજ....

બે મહિને જામીન મળ્યા
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની 19 જુલાઈના રોજ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 20 સપ્ટેમ્બરે જામીન મળ્યા હતા. રાજ કુંદ્રા બીજા દિવસે એટલે કે 21 સપ્ટેમ્બરે જેલમાંથી બહાર આવ્યો હતો. જેલમાંથી બહાર આવતા સમયે રાજ કુંદ્રા એકદમ ભાવુક થઈ ગયો હતો અને તેની આંખોમાંથી આંસુ આવી ગયાં હતાં.

રાજે સો.મીડિયા અકાઉન્ટ ડિલિટ કર્યાં
રાજ કુંદ્રાએ સો.મીડિયા અકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ તથા ટ્વિટર ડિલિટ કરી નાખ્યાં છે.

ઓફિસની બહાર તાળું છે
રાજ કુંદ્રાને પોર્ન કેસમાં જામીન મળ્યે એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. શિલ્પા શેટ્ટી સો.મીડિયામાં એક્ટિવ છે અને તેણે પબ્લિક ઇવેન્ટમાં જવાની શરૂઆત કરી દીધી છે. રાજની ઓફિસમાં હજી પણ તાળું મારેલું છે.