પોર્ન કેસમાં ધરપકડ:રાજ કુંદ્રા 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં, જાણો કોર્ટમાં શું શું થયું?

મુંબઈએક વર્ષ પહેલા
રાજ કુંદ્રાને કોર્ટમાં રજૂ કરાયો તે સમયની તસવીર
  • પોલીસ રાજ કુંદ્રાનો ફોન FSLને મોકલશે.

મુંબઈની ક્રાઈમ બ્રાંચે બોલીવૂડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની સોમવાર, 19 જુલાઈની રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.. રાજ કુંદ્રા સામે આ વર્ષે ફેબ્રુઆરીમાં પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા અને તેને એપ પર પ્રકાશિત કરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં રાજ કુંદ્રાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો. રાજને આજે (20 જુલાઈ) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

રાજ અને તેનો સાથી 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં
કોર્ટે રાજ કુંદ્રા તથા તેના સાથી રયાન થારપને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજની ધરપકડ બાદ પોલીસે રાજ કુંદ્રાના સાથી રયાન થારપની મુંબઈના નેરુલ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.

કોર્ટમાં શું થયું?
મુંબઈની પ્રોપર્ટી સેલે કહ્યું હતું કે રાજ કુંદ્રાને આ પોર્ન વીડિયો બનાવવામાં તથા વેચાણને કારણે આર્થિક ફાયદો થઈ રહ્યો હતો. Vian કંપનીના અકાઉન્ટમાં ઘણું વિદેશી હૂંડિયામણ રાખવામાં આવ્યું છે. પોલીસે રાજ કુંદ્રાનો ફોન પણ સીઝ કરી દીધો. રાજ કુંદ્રાના નિવેદનોને અન્ય આરોપીઓ સાથે ક્રોસ ચે કરવામાં આવે છે. પોલીસ રાજ કુંદ્રા તથા બીજા આરોપી રયાનની વધુમાં વધુ દિવસની કસ્ટડી ઈચ્છતી હતી.

વકીલ અબાદ પોંદાએ રાજ કુંદ્રાની તરફેણમાં દલીલો કરી હતી. વકીલ અબાદે કહ્યું હતું કે પોલીસ રાજની ગેરકાયદેસર રીતે કસ્ટડી માગી રહી છે. કાયાદને ધ્યાનમાં રાખતા રાજની કસ્ટડી આપવી જોઈએ નહીં. પોલીસે એ કહેવું જોઈએ કે કેમ રાજની કસ્ટડી વગર તે આ કેસની તપાસ ચાલુ રાખી શકે તેમ નથી. માત્ર 2 સેક્શન જ બિન જામીન પાત્ર છે. સેક્શન 420 તથા 67 (a). સેક્શન 420માં સાત વર્ષની સજા હોય છે અને 67 (a)માં પાંચ વર્ષની સજાની જોગવાઈ છે.

રાજનો ફોન ફોરેન્સિક તપાસમાં જશે
રાજ કુંદ્રાના ફોનને ફોરેન્સિક તપાસ માટે આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ વ્હોટ્સએપ ગ્રુપમાં જોડાયેલો હતો અને આ ગ્રુપમાં પોર્ન ફિલ્મના બિઝનેસની ચર્ચા થતી હતી.

શિલ્પા શેટ્ટાની પૂછપરછ કરવામાં આવશે
આ કેસમાં હવે ચર્ચા છે કે પોલીસ શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરી શકે છે, શિલ્પા મોટાભાગના બિઝનેસમાં પતિની પાર્ટનર રહી છે. માનવામાં આવે છે કે ક્રાઇમ બ્રાંચ ટૂંક સમયમાં શિલ્પાને સમન્સ મોકલી શકે છે.

સવારે ચાર વાગે મેડિકલ તપાસ કરવામાં આવી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 20 જુલાઈ સવારે ચાર વાગે રાજ કુંદ્રાને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસથી મુંબઈની જેજે હોસ્પિટલ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ 4.15 વાગે મુંબઈ પોલીસ કમિશ્નરની ઓફિસ લાવવામાં આવ્યો હતો.

રાજે પોર્ન કંપનીમાં 10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું
મુંબઈ ક્રાઇમ બ્રાંચના મતે, રાજ વિરુદ્ધ આ વર્ષે ફેબ્રુઆરીમાં કેસ કરવામાં આવ્યો હતો. રાજે પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 8-10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. રાજ તથા બ્રિટનમાં રહેતા તેના ભઆઈએ કેનરિન નામની કંપની બનાવી છે. ભારતમાં વીડિયો શૂટ કરીને વી ટ્રાન્સફર (આ એક ફાઇલ ટ્રાન્સફર સર્વિસ છે)ના માધ્યમથી કેનરિનને મોકલવામાં આવતો હતો. રાજે આ કંપની બનાવી છે અને વિદેશમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેથી ભારતના સાઇબર લૉથી બચી શકાય.

સફળ બિઝનેસમેન પણ ઓળખ શિલ્પાના પતિ તરીકે
વર્ષ 1975માં બ્રિટનમાં જન્મેલો રાજ કુંદ્રા એક સફળ કારોબારી તરીકે ઓળખ ધરાવે છે. જોકે, તેની ઓળખ શિલ્પા શેટ્ટીના પતિ તરીકે વધારે થઈ રહી છે. રાજ કુંદ્રાને વર્ષ 2004માં એક બ્રિટીશ સામયિકે સૌથી શ્રીમંત એશિયાઈ બ્રિટીશની યાદીમાં 198મું સ્થાન આપ્યું હતું. તે 10 કરતાં વધારે કંપનીનો માલિકી હક અથવા હિસ્સેદારી ધરાવે છે.