પોર્નોગ્રાફી કેસ:શર્લિન ચોપરાનો ધડાકો, શિલ્પા શેટ્ટીનું નામ લઈને આરોપો મૂક્યા, એડલ્ટ વીડિયો અંગે પણ ઘટસ્ફોટ કર્યા

મુંબઈ9 મહિનો પહેલા
  • શર્લિન ચોપરાએ પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ કર્યા
  • એક સવાલ સાંભળીને શર્લિન ચોપરા ભડકી ગઈ હતી
  • રાજ કુંદ્રા સાથેની પહેલી મુલાકાત અંગે પણ વાત કરી

રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં રોજ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ દરમિયાન જે નામ સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે તે શર્લિન ચોપરાનું છે. શર્લિને પહેલાં જ રાજ કુંદ્રા પર ગંભીર આરોપો મૂક્યા છે. હવે ક્રાઇમ બ્રાંચના પ્રોપર્ટી સેલે શર્લિનની આઠ કલાક પૂછપરછ કરી હતી. આ દરમિયાન શર્લિને અનેક મોટા રહસ્યો ઉજાગર કર્યા છે. તેણે રાજ કુંદ્રાની પત્ની તથા બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનું પણ નામ લીધું છે. આટલું જ નહીં મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન એક સવાલ સાંભળીને શર્લિન ભડકી ઉઠી હતી.

કયા સવાલ પર ગુસ્સે થઈ શર્લિન?
ઇન્ટરવ્યૂમાં જ્યારે શર્લિનને પૂછવામાં આવ્યું કે પોર્ન ભારતમાં ગેરકાનૂની છે તો પછી શા માટે ફિલ્મ બનાવી? તે પીડિત છે કે આરોપી? આ સવાલ સાંભળતા જ શર્લિન ભડકી ઉઠી હતી અને પોતાની જાતને અંકુશ રાખી શકી નહોતી. તે આક્રોશ સાથે બોલી હતી કે તે પહેલી વ્યક્તિ હતી, જેણે મહારાષ્ટ્ર સાઇબર સેલને આ અંગે ફરિયાદ કરી હતી. આ સવાલ જ ખોટો છે.

કેમેરો છોડીને ઊભી થઈ ગઈ હતી
આ સવાલ પછી તેણે વાત કરવાનું બંધ કરી દીધું હતું અને તે કેમેરો છોડીને ઊભી થઈ ગઈ હતી. તેણે છેલ્લે એવું કહ્યું હતું કે તેણે કોઈને ખોટું આશ્વાસન તથા કોઈને ગુમરાહ કરવા માટે ફિલ્મ બનાવી નથી. તેણે કોઈ યુવતીને કામ અપાવવાના બહાને તેની પોર્ન ફિલ્મ બનાવી નથી.

આ સાઇટ પર શર્લિન કન્ટેન્ટ અપલોડ કરતી હતી
શર્લિને કહ્યું હતું કે તેણે એ વાતની ક્યારેય ના નથી પાડી કે તે પોતાની એપ ચલાવતી નથી. તે ઓન્લીફેન્સ નામની સાઇટ પર કન્ટેન્ટ અપલોડ કરતી હતી. આ સાઇટ પર તેના બોલ્ડ વીડિયો જોવા મળતા હતા.

ન્યડ ફિલ્મનું કામ આ રીતે શરૂ થયું
શર્લિન ચોપરાએ કહ્યું હતું કે રાજ કુંદ્રાએ તેનો સંપર્ક ફિલ્મ બનાવવા માટે કર્યો હતો. પહેલાં તેને ગ્લેમર અંગે વાત કરવામાં આવી હતી કે ફિલ્મમાં તે ગ્લેમરસ દેખાશે. ત્યારબાદ ગ્રિડ ગ્લેમર અંગે બતાવવામાં આવ્યું હતું અને પછી રાજે ઇરોટિક બનાવવાની માગણી કરી હતી. ત્યારબાદ ન્યૂડ ફિલ્મ બનાવવાનું કહ્યું હતું. આ રીતે તેણે ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું હતું.

રાજ-શિલ્પા શાબાશી આપતા
પોર્નોગ્રાફી કેસમાં શિલ્પાનું નામ લેતા શર્લિને કહ્યું હતું કે તેમને કહેવામાં આવતું કે તેઓ જે કરે છે, તે ખોટું નથી. તે દરમિયાન તેમને કોઈ લીગલ નોટિસ મળી નહોતી. તે સમયે તેમને લાગ્યું જ નહીં તેઓ કંઈ ખોટું કરી રહ્યાં છે. જ્યારે રાજ કુંદ્રા તથા શિલ્પા તેને શાબાશી આપતા હતા અને તેથી જ તેને લાગતુ નહોતું કે તેણે કંઈ ખોટું કર્યું છે. જે લોકો સારી બ્રાન્ડ સાથે જોડાયેલા હોય અને મોટા મોટા અવોર્ડથી સન્માનિત હોય, જેમની પોતાની ક્રિકેટર ટીમ હોય તે વ્યક્તિ ખોટા હોય તેવું તમને લાગે નહીં. જ્યારે આ જ વ્યક્તિ તમને શાબાશી આપે તો તમને સાચા ખોટાનું ભાન રહેતું નથી.

શિલ્પાને વીડિયો ને ફોટો ગમતા હતા
શર્લિને એમ પણ કહ્યું હતું કે રાજે તેને એવું જણાવ્યું હતું કે શિલ્પાને તેના વીડિયો તથા ફોટો ગમ્યા હતા. આથી તેને વીડિયો પર કામ કરવાનું પ્રોત્સાહન મળ્યું હતું. જ્યારે શિલ્પા શેટ્ટી જેવા લોકો તમારા કામને પસંદ કરતા હોય તો તમને ખ્યાલ ના હોય કે શું ખોટું છે ને શું સાચું છે. જ્યારે આ રીતના વીડિયો બનાવવા પર તેના વખાણ થયા તો તે વધુને વધુ વીડિયો બનાવવા લાગી હતી.

શિલ્પાની મુશ્કેલી વધે તેવી શક્યતા
શર્લિન ચોપરાએ પોર્નોગ્રાફી કેસમાં સીધી નહીં, પરંતુ આડકતરી રીતે શિલ્પાનું નામ લીધું છે. આ કારણે શિલ્પાની મુશ્કેલી વધી શકે છે. અત્યાર સુધી શિલ્પા વિરુદ્ધ એજન્સીને કોઈ પુરાવા મળ્યા નથી. શિલ્પાએ પૂછપરછમાં એમ કહ્યું હતું કે તેને રાજના કામ અંગે કોઈ માહિતી નથી. તો રાજે પણ એમ કહ્યું હતું કે શિલ્પાને આ અંગે કંઈ જ ખબર નહોતી. અલબત્ત, હવે શર્લિનના નિવેદનથી એ વાત સ્પષ્ટ થાય છે કે શિલ્પાને રાજના કામ અંગે માહિતી હતી.

રાજ સાથેની પહેલી મુલાકાત
શર્લિને રાજ કુંદ્રા સાથેની પહેલી મુલાકાત અંગે પણ કહ્યું હતું. તેણે કહ્યું હતું કે મુંબઇની ફાઇવસ્ટાર હોટલમાં તે રાજને મળી હતી. તેણે રાજની કંપની આર્મ્સપાઇમ સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો. શર્લિને પોલીસને એ વાતની માહિતી આપી હતી કે તેણે કેટલા વીડિયો બનાવ્યા, વીડિયોના શૂટિંગ દરમિયાન કોણ કોણ હાજર રહેતું અને વીડિયોમાં કેટલા લોકો રહેતા. તેને રાજ કુંદ્રાની એપ હોટશોટ્સ તથા બોલિફેમ અંગે સવાલ કરવામાં આવ્યા હતા. શર્લિનને એ સવાલ પણ કરવામાં આવ્યો હતો કે રાજ કુંદ્રા તેના ઘરે કેટલીવાર આવ્યો હતો અને તેઓ કેટલીવાર મળ્યા હતા અને આ મુલાકાતનો ઉદ્દેશ શું હતો.

સરકારે પોર્ન પર બૅન મૂક્યો છે
શર્લિને કહ્યું હતું કે જ્યારે પણ પોર્નોગ્રાફીની વાત આવે છે તો તેને ટ્રોલ કરવામાં આવે છે. તે જ્યારે પણ પોર્નની વાત કરે છે તો લોકો તેને ટ્રોલ કરવાનું શરૂ કરે છે. 2012માં તેણે પ્લેબોય મેગેઝિન માટે શૂટ કર્યું હતું. તેને બોલ્ડ કન્ટેન્ટ સામે ક્યારેય વાંધો નથી. જોકે, જ્યારે નિયમો તોડવામાં આવે તો તેને સવાલ પૂછવા જોઈએ. કોઈ પણ ગેરકાયદેસર રીતે પોર્નોગ્રાફી થતી હોય તો સહન કરશે નહીં. જે લોકો તેને એમ કહેતા હોય કે પોર્નમાં ખોટું શું છે, બધા જુએ છે. તો એ તમામને કહેવા માગે છે કે એ વાત ના ભૂલો કે સરકારે તમામ પોર્નસાઇટને બૅન કરી છે. આ કાયદો છે અને તેને તોડવો જોઈએ નહીં.

રાજ કુંદ્રા યુવતીઓને મિસગાઇડ કરે છે
શર્લિને કહ્યું હતું કે રાજ કુંદ્રા અનેક નવી યુવતીઓને મિસગાઇડ કરે છે. જે છોકરીઓને મિસગાઇડ કરવામાં આવી તેમને ખ્યાલ જ નથી કે ભારતમાં પોર્નોગ્રાફી અંગે શું કાયદો છે. જે લોકો કામની શોધમાં આવે છે તે તેમને લાગે છે કે રાજ કુંદ્રા જેવી મોટી વ્યક્તિ આમ કહે છે કે તો કંઈ ખોટું નહીં હોય. તેઓ રાજ કુંદ્રા પર વિશ્વાસ કરે છે. તે તમામ પીડિતોને અપીલ કરે છે કે સામે આવે અને તેમની સાથે શું બન્યું તે અંગે વાત કરે.