પોર્ન ફિલ્મ કેસ:રાજ કુંદ્રાએ બોમ્બે હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી, કહ્યું- પૂનમ પાંડે અને શર્લિન ચોપરાએ પ્રોફેશનલ લાભ માટે વીડિયો બનાવ્યા

મુંબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

શિલ્પા શેટ્ટીના પતિ તથા બિઝનેસમેન રાજ કુંદ્રાએ પોર્નોગ્રાફી કેસમાં બોમ્બે હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. પૂનમ પાંડે તથા શર્લિન ચોપરાનું નામ પણ આ કેસ સાથે જોડાયેલું છે. કોર્ટે ગયા અઠવાડિયે કેસની સુનાવણી સોમવાર સુધી સ્થગિત કરી હતી. હવે કુંદ્રાની લીગલ ટીમના પ્રમુખ એડવોકેટ પ્રશાંત પાટિલ તથા એડવોકેટ સ્વપ્નિલ આમ્બુરે કહ્યું હતું કે હાલની પરિસ્થિતમાં રાજ કુંદ્રા તથા અન્ય સહ-આરોપી વિરુદ્ધ ના તો કલમ 67 હેઠળ અને ના તો 67 (A) હેઠળ કોઈ કેસ બને છે.

પૂનમ-શર્લિને પ્રોફેશનલ લાભ માટે વીડિયો બનાવ્યા
કુંદ્રાના એડવોકેટ પ્રશાંત પાટિલે કહ્યું હતું કે ફરિયાદી પક્ષ એ તર્ક આપે છે કે શર્લિન ચોપરા તથા પૂનમ પાંડેના વીડિયો અપરાધ હેઠળ આવે છે. આ રેકોર્ડની વાત છે કે કુંદ્રાએ આ વીડિયો બનાવવામાં તથા ડિસ્ટ્રીબ્યૂશનમાં કોઈ ભૂમિકા ભજવી નથી. ખરી રીતે તો પૂનમ તથા શર્લિન બંનેએ કહ્યું હતું કે તેમણે જાતે આ રીતના વીડિયો બનાવ્યા છે અને આ તેમણે પ્રોફેશનલ લાભ માટે બનાવ્યો છે.

વધુમાં પાટિલે કહ્યું હતું કે તેમણે એક જજમેન્ટ તથા એક બ્રીફ નોટ તૈયાર કરી છે. આ નોટ બતાવે છે કે કેવી રીતે તે કન્ટેન્ટ તથા વીડિયો IT એક્ટના 67A હેઠળ આવતું નથી. કુંદ્રા કોઈ પણ રીતે કન્ટેન્ટ ક્રિએશન, પબ્લિકેશન તથા તે વીડિયોના પ્રસારણ સાથે જોડાયેલો નથી. જે વીડિયોની વાત થઈ રહી છે તે ઇરોટિક હોી શકે છે, પરંતુ તેમાં ફિઝિકલ સેક્સ્યુઅલ એક્ટિવિટી બતાવવામાં આવી નથી. આ કલાકારોએ શૂટ કરેલા છે અને તેમાં કલાકારોની સહમતિ હતી.

આરોપીઓના નિવેદનને કારણે રાજ કુંદ્રાનું નામ આવ્યું
વકીલોએ કોર્ટને આપેલા દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે કુંદ્રા ઇંગ્લેન્ડનો નાગરિક છે અને તેનું નામ શરૂઆતમાં આવ્યું જ નથી. અન્ય સહ-આરોપીઓના નિવેદનને કારણે તેનું નામ આવ્યું છે. કુંદ્રાએ કહ્યું હતું કે તે આર્મ્સ પ્રાઇમ પ્રાઇવેટ લિમિટેડમાં ડિરેક્ટર હતો. શર્લિન ચોપરાના કથિત વીડિયો કુંદ્રા કંપનીમાંથી નીકળી ગયો પછી અપલોડ કરવામાં આવ્યા હતા.

એપ હોટશોટ્સ અંગે વકીલોએ કહ્યું હતું કે જ્યારે રાજ આ એપ સાથે જોડાયેલો હતો ત્યારે કોઈ પણ જાતનું ગેરકાયદેસર કન્ટેન્ટ તેમાં અપલોડ કરવામાં આવ્યું નહોતું.

25 નવેમ્બરે સુનાવણી થશે
બોમ્બે હાઇકોર્ટે જુલાઈમાં પોર્ન ફિલ્મ કેસમાં શર્લિન તથા પૂનમની આગોતરા જામીનની અરજી સ્વીકારી લીધી હતી. અરજીની સુનાવણી બાદ કોર્ટે કહ્યું હતું કે 20 સપ્ટેમ્બર સુધી બંને વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે નહીં. શર્લિન તથા પૂનમે કહ્યું હતું કે કુંદ્રાએ તેમને પોર્ન ફિલ્મના શૂટિંગ માટે મજબૂર કર્યા હતા. આ કેસમાં કુંદ્રાની આગોતરા જામીન અરજી પરની સુનાવણી 25 નવેમ્બરે થશે.

બે મહિના જેલમાં હતો
રાજ કુંદ્રા પોર્ન ફિલ્મ મેકિંગ કેસમાં 19 જુલાઈથી 21 સપ્ટેમ્બર સુધી જેલમાં રહ્યો હતો. મુંબઈ ક્રાઇમ બ્રાંચે રાજ વિરુદ્ધ 1500 પેજની ચાર્જશીટ ફાઇલ કરી હતી. જોકે, ગેહના વશિષ્ઠે કહ્યું હતું કે શર્લિન જ રાજને બોલ્ડ કન્ટેન્ટ ઇન્ડસ્ટ્રીમાં લાવી હતી. શર્લિન માત્ર ધ્યાન ખેંચવા માટે રાજ પર આરોપો મૂકી રહી છે.