પોર્નોગ્રાફી કેસ:કપાળે તિલક, લાંબી સફેદ દાઢી, અસ્તવ્યસ્ત વાળ, બે મહિને રડમસ ચહેરે રાજ કુંદ્રા જેલમાંથી બહાર આવ્યો

મુંબઈએક મહિનો પહેલા
  • કારમાં બેઠા બાદ રાજ કુંદ્રાએ હાશકારો લીધો હતો

બે મહિનાથી શિલ્પા શેટ્ટીનો પતિ તથા બિઝનેસમેન રાજ કુંદ્રા મુંબઈની ભાયખલા જેલમાં બંધ હતો. બે મહિના બાદ ગઈકાલે (20 સપ્ટેમ્બર) રાજને 50 હજારના બોન્ડ પર સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. આજે (21 સપ્ટેમ્બર) રાજનો જેલમાંથી છુટકારો થયો હતો. રાજ જ્યારે જેલમાંથી બહાર આવ્યો ત્યારે મીડિયા તથા લોકોની ભીડ ઊમટી હતી.

અસ્તવ્યસ્ત વાળ, માથા પર લાંબો ચાંદલો
રાજ કુંદ્રા છેલ્લે ઓગસ્ટમાં કોર્ટમાં હાજરી આપવા આવ્યો ત્યારે જોવા મળ્યો હતો. હવે જ્યારે જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવ્યો ત્યારે ગ્રે ટી શર્ટ, ડેનિમ, બ્લેક માસ્ક તથા કપાળ પર લાંબો ચાંદલો કર્યો હતો. રાજના વાળ એકદમ અસ્તવ્યસ્ત જોવા મળ્યા હતા અને લાંબી સફેદ દાઢી હતી. જેલમાંથી રડમસ ચહેરે રાજ કુંદ્રા પોતાની કાર સુધી આવ્યો ત્યારે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. પોલીસ પ્રોટેક્શન સાથે રાજને તેની કાર સુધી લઈ જવામાં આવ્યો હતો.

રાહતનો શ્વાસ લીધો
કારમાં બેઠા બાદ રાજે રાહતનો દમ લીધો હતો. તેણે પોતાના બંને હાથ માથા પર મૂકીને હાશકારો અનુભવ્યો હતો.

જેલની બહાર આવેલા રાજ કુંદ્રા તસવીરોમાં....

રાજને જામીન મળતાં શિલ્પા શેટ્ટીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી

મેઘધનુષ્ય એ વાતનો પુરાવો છે કે ખરાબ બાબતો બન્યા બાદ સુંદર બાબત બને જ છે.
મેઘધનુષ્ય એ વાતનો પુરાવો છે કે ખરાબ બાબતો બન્યા બાદ સુંદર બાબત બને જ છે.

દીકરા વિઆને પણ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી
દીકરા વિઆને ગણપતિ સેલિબ્રેશનની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'ગણેશજીની સૂંઢ જેટલું લાંબું જીવન હોય, તેમના ઉંદર જેટલી નાની મુશ્કેલીઓ હોય, મોદક જેવી મીઠી ક્ષણો હોય, ગણપતિ બાપ્પા મોર્યા...!'

અન્ય સમાચારો પણ છે...