પોર્નોગ્રાફીમાં ધરપકડ:રાજ કુંદ્રાએ 9 વર્ષ પહેલા ક્રિકેટર રહાણેને લાઇવ શો જોવાની ઑફર કરી હતી, હવે સો.મીડિયા યુઝર્સે આડેહાથ લીધો

મુંબઈએક વર્ષ પહેલા
  • રાજ કુંદ્રા 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો પતિ તથા બિઝનેસમેન રાજ કુંદ્રા 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં છે. રાજ પર પોર્ન ફિલ્મ બનાવવાનો તથા તેને વિવિધ એપ પર પબ્લિશ કરવાનો આરોપ છે. રાજ કુંદ્રાની ધરપકડ બાદ ભારતીય ક્રિકેટર અંજિક્ય રહાણે ટ્રોલર્સના નિશાને આવી ગયો છે.

રહાણેની 9 વર્ષ જૂની સો.મીડિયા પોસ્ટ વાઇરલ
રહાણેએ 19 ઓક્ટોબર, 2012ના રોજ રાજ કુંદ્રાને ટૅગ કરીને સો.મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે સર તમે સારું કામ કરી રહ્યા છો. આ પોસ્ટના જવાબમાં કુંદ્રાએ કહ્યું હતું કે આભાર. તમે જરૂર આવો અને આને લાઇવ જુઓ. આના પર અંજિક્યે કહ્યું હતું કે હા સર પાક્કું.

રાજ કુંદ્રાની ધરપકડ બાદ રહાણેની આ પોસ્ટ વાઇરલ થઈ છે. ટ્રોલર્સે રહાણેને આડેહાથ લીધો છે. તે સમયે રહાણેએ રાજ કુંદ્રાના કોઈ કામના વખાણ કર્યા હતા.

રહાણે રાજસ્થાન રોયલ્સનો ખેલાડી હતો
ઉલ્લેખનીય છે કે તે સમયે IPLની ટીમ રાજસ્થાન રોયલ્સનો કો-ઓનર રાજ કુંદ્રા હતો. અજિંક્ય રહાણે આ ટીમ સાથે જોડાયેલો હતો. રહાણે 2011માં ટીમ સાથે જોડાયો હતો. 2018માં તે ટીમનો કેપ્ટન પણ બન્યો હતો. હાલમાં અજિંક્ય દિલ્હી કેપિટલ્સમાંથી રમે છે.

2016નો વીડિયો વાઇરલ
રાજ કુંદ્રા, શિલ્પા શેટ્ટી તથા શમિતા શેટ્ટી કોમેડિયન કપિલ શર્માના શોમાં આવ્યા હોય છે. અહીંયા કપિલે રાજને ઈનકમ અંગે સવાલ કર્યો હતો. કપિલે રાજને કહ્યું હતું કે તમે કંઈ જ કર્યા વગર કેવી રીતે આટલી કમાણી કરો છો. તમે તો પાર્ટી, ફૂટબોલ મેચ, પત્નીને શોપિંગ અને બીજા બધા કામ કરો છો, તમે કંઈ જ કર્યા વગર આટલી કમાણી કરો છે, કારણ કે તમે તો આ બધામાં બિઝી છો તો બિઝનેસ કરવાનો તો સમય જ રહેતો નહીં હોય. આ સવાલ પર રાજ, શિલ્પા તથા શમિતા હસવા લાગે છે.

પોર્ન ફિલ્મમાંથી રાજ કુંદ્રાની થાય છે કમાણી
આ વાઇરલ વીડિયો હવે ટ્રોલર્સના નિશાને આવ્યો છે. એક યુઝરે કહ્યું હતું, કપિલ શર્મા સહિત હવે તમામ લોકોને ખબર પડી ગઈ કે રાજ કુંદ્રાની આવકનો સોર્સ શું છે? અન્ય એકે કહ્યું હતું, કપિલ શર્માના આ સવાલનો યોગ્ય જવાબ હવે તમામ લોકોને મળી ગયો છે કે પોર્ન ફિલ્મથી રાજ કુંદ્રા કમાણી કરતો હતો.