નવી ચાર્જશીટ અંગે રાજ કુંદ્રાના વકીલનું રિએક્શન:કહ્યું, પોર્નોગ્રાફી સાથે કોઈ લેવા-દેવા નથી, અમે કોર્ટમાં લડીશું

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

શિલ્પા શેટ્ટીનો પતિ તથા બિઝનેસમેન રાજ કુંદ્રા ફરી એકવાર મુશ્કેલીમાં ફસાઈ રહ્યો છે. હાલમાં જ મહારાષ્ટ્ર સાઇબર સેલે રાજ કુંદ્રા વિરુદ્ધ નવી ચાર્જશી પાઇલ કરી હતી. સાઇબર સેલે દાવો કર્યો છે કે રાજે મુંબઈની ફાઇવ સ્ટાર હોટલમાં અશ્લીલ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. આટલું જ નહીં રાજ આ ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર વેચવાનો હતો. રાજના વકીલે આ આરોપો અંગે વાત કરી હતી. વકીલે કુંદ્રા પર મૂકવામાં આવેલા તમામ આક્ષેપોનું ખંડન કર્યું છે અને કહ્યું હતું કે તે કોર્ટમાં લડશે.

અમે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરીશું: પ્રશાંત પાટિલ
પ્રશાંત પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'અમને મીડિયા રિપોર્ટ્સ પરથી જાણ થઈ કે મુંબઈ સાઇબર સેલે આ કેસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. અમે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરીશું અને કાર્યવાહી દરમિયાન કોર્ટમાં હાજર થઈશું. જોકે, મારા ક્લાયન્ટના પોર્નોગ્રાફી સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. તે ન્યાય માટે લડતા રહેશે. અમે એ વાત સુનિશ્ચિત કરીશું કે તેમને ન્યાય મળે.'

ચાર્જશીટમાં છ આરોપીઓના નામ
સાઇબર સેલે 450 પેજની ચાર્જશીટ દાખલ કરી છે અને તેમાં 6 આરોપીના નામ છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે રાજ કુંદ્રાના સ્ટાફ ઉમેશ કામતે સુરતીજ ચૌધરીની સાથે મળીને 'પ્રેમ પગલાની' નામની વેબ સિરીઝને ડિજિટલ પ્લેટફોર્મ પર અપલોડ કરવાનો આરોપ છે. આ ઉપરાંત પૂનમ પાંડે પર આક્ષેપ છે કે તેણે મોબાઇલ એપ 'ધ પૂનમ પાંડે' ડેવલપ કરી અને રાજ કુંદ્રાની કંપની આર્મ્સપ્રાઇમ માટે બિઝનેસ એગ્રીમેન્ટ કરીને વીડિયો શૂટ કર્યો હતો. આટલું જ નહીં પૂનમ પાંડેએ આ વીડિયોને સર્ક્યુલેટ કરવામાં રાજ કુંદ્રાની આ જ કંપનીની મદદ પણ લીધી હતી. કેમેરામેન રાજુ દુબે પર આક્ષેપ છે કે તેણે શર્લિન ચોપરાનો વીડિયો શૂટ કર્યો હતો. આ સાથે જ પ્રોડ્યૂસર મીતા ઝુનઝુનવાલા પર આ લોકોની મદદ કરવાનો તથા ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ગયા વર્ષે આ કેસ સામે આવ્યો હતો
2021માં રાજ કુંદ્રા પર પોર્ન ફિલ્મ બનાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કેટલીક મોડલ તથા સ્ટ્રગલિંગ એક્ટ્રેસે રાજ પર આરોપ મૂક્યો હતો કે તેણે જબરજસ્તી પોર્ન ફિલ્મમાં કામ કરાવ્યું છે. પોલીસે તપાસ આદરી અને રાજ કુંદ્રાની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. જુલાઈમાં રાજની ધરપકડ કરવામાં આવી હતી. બે મહિના બાદ રાજ જામીન પર છૂટ્યો હતો. રાજે જેલમાંથી પરત ફર્યા બાદ કહ્યું હતું કે તેણે ક્યારેય પોર્ન ફિલ્મ શૂટ કરી નથી. તેને આ કેસમાં જબરજસ્તી ફસાવવામાં આવ્યો છે.

શિલ્પા-રાજના લગ્નને 13 વર્ષ થયા
શિલ્પા તથા રાજના લગ્નને 22 નવેમ્બરના રોજ 13 વર્ષ પૂરા થયા છે. શિલ્પાએ સો.મીડિયામાં પતિ રાજને વેડિંગ એનિવર્સરીની શુભેચ્છા પાઠવી છે. શિલ્પાએ એક વીડિયો શૅર કરીને કહ્યું હતું, '13 વર્ષ, કુકી વાહ (એન્ડ નોટ કાઉન્ટિંગ). આ જીવનમાં મારી સાથે આ જર્નીને શૅર કરવા તથા તેને આટલી સુંદર બનાવવા માટે થેંક્યૂ. તમે, હું, આપણે.. બસ આટલું જ જોઈએ. હેપ્પી એનિવર્સરી ટૂ અસ કુકી.'

અન્ય સમાચારો પણ છે...