શિલ્પાના પતિનું પોર્ન સામ્રાજ્ય:દોઢ અબજની કમાણી, 30 કરોડનો નફો, પોર્ન ઇન્ડસ્ટ્રી માટે રાજ કુંદ્રાએ ત્રણ વર્ષ માટે વિચારીને રાખ્યો હતો ફ્યૂચર પ્લાન

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2023-24માં ગ્રોસ રેવન્યૂ 146 કરોડ રૂપિયા પહોંચાડવાનો પ્લાન હતો
  • વર્ષ 2021-22માં 36,50,00,000 ગ્રોસ આવક થવાની હતી
  • દસ્તાવેજમાં ખર્ચા પાઉન્ડમાં બતાવવામાં આવ્યા છે.

રાજ કુંદ્રાને કોર્ટે 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. સોફ્ટ પોર્ન કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે પોર્નોગ્રાફીમાંથી રાજ કુંદ્રાને કેટલી કમાણી થતી હતી, તેનો ઘટસ્ફોટ થયો છે. રાજ કુંદ્રાએ પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશન બનાવ્યું હતું અને તેમાં આગામી 3 વર્ષમાં કેટલી કમાણી થશે, તેનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. જો બધું જ પ્લાનિંગ પ્રમાણે થયું હોત તો આગામી ત્રણ વર્ષમાં ગ્રોસ રેવન્યૂ 146 કરોડ રૂપિયા સુધી પહોંચી જાત.

ત્રણ વર્ષની કમાણી અંગે પ્લાનિંગ
ઝી ન્યૂઝના અહેવાલ પ્રમાણે, મુંબઈ ક્રાઇમ બ્રાંચની પાસે પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશન છે, જેમાં આગામી ત્રણ વર્ષો (2021-22, 2022-23, 2023-24)માં પ્લાન B એટલે કે બોલીફેમ એપમાંથી થનારી કમાણી અંગે અંદાજો લગાવવામાં આવ્યો હતો. આ પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશનના હિસાબે રાજ કુંદ્રાને બીજી એપ બોલીફેમમાંથી વર્ષ 2021-22માં 36,50,00,000 (36 કરોડ 50 લાખ)ની ગ્રોસ આવક થવાની હતી, જેમાં 4 કરોડ 76 લાખ 85 હજાર નેટ પ્રોફિટ હતો.

વર્ષ 2022-23 માટે ગ્રોસ રેવન્યૂનો ટાર્ગેટ 73,00,00,000 હતો, જેમાં નેટ પ્રોફિટ 4 કરોડ 76 લાખ 85 હજાર સામેલ હતો. વર્ષ 2023-24માં આ આંકડો અનેક ગણો વધી જાય છે. આ વર્ષે ગ્રોસ રેવન્યૂ 1,46,000,000 (1 અબજ 46 કરોડ રૂપિયા)નું પ્રોજેક્શન હતું, જેમાં નેટ પ્રોફિટ 30,42,01,400 (30 કરોડ, 42 લાખ, 1400 રૂપિયા) સામેલ હતો.

પાવર પોઇન્ટમાં ખર્ચનો પૂરો હિસાબ
ક્રાઇમ બ્રાંચના સૂત્રોના મતે, દસ્તાવેજોમાં 2 પાનાં સામેલ છે, જેમાં બીજા પેજમાં બોલીફેમ સાથે જોડાયેલે પ્રોજેક્ટેડ રેવન્યૂ તથા ખર્ચાઓ ભારતીય રૂપિયામાં નહીં, પરંતુ પાઉન્ડમાં બતાવવામાં આવ્યા છે. ખર્ચની વાત કરીએ તો પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશનની બીજી સ્લાઇડમાં 2021-22માં 3 લાખ પાઉન્ડ (અંદાજે 3 કરોડ રૂપિયા), વર્ષ 2022-23માં 3 લાખ 60 હજાર પાઉન્ડ (અંદાજે 3.6 કરોડ રૂપિયા), વર્ષ 2023-24માં 4 લાખ 32 હજાર પાઉન્ડ (અંદાજે 4.3 કરોડ રૂપિયા) બતાવવામાં આવ્યા છે.

ઉમેશ કામતની ધરપકડ બાદ ડોક્યુમેન્ટ મળ્યા હતા
આ દસ્તાવેજ મુંબઈ ક્રાઇમ બ્રાંચને ફેબ્રુઆરીમાં રાજ કુંદ્રાના પૂર્વ PA ઉમેશ કામતની ધરપકડ બાદ મળ્યા હતા. આ દસ્તાવેજોમાં મળેલી કેટલીક માહિતી હજી સુધી ક્રાઇમ બ્રાંચના અધિકારીઓની સામે સ્પષ્ટ થઈ નથી. હવે અધિકારીઓ રાજ કુંદ્રાની પૂછપરછ, તેના ફાયનાન્સ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા કર્મચારીઓની પૂછપરછ કરીને આ માહિતી અંગે સ્પષ્ટતા મેળવશે. આ ઉપરાંત રાજના વિવિધ અકાઉન્ટ્સ પણ ચેક કરવામાં આવી રહ્યાં છે.

રાજે માર્ચ મહિનામાં ફોન બદલી નાખ્યો
સૂત્રોના મતે, પોર્નોગ્રાફી કેસમાં ફેબ્રુઆરીમાં જ્યારે 9 લોકોની ધરપકડ કરવામાં આવી ત્યારે રાજ કુંદ્રાએ માર્ચ મહિનામાં પોતાનો ફોન બદલી નાખ્યો હતો. આ કારણે કોઈ ડેટા રિકવર કરી ના શકે. જ્યારે ક્રાઇમ બ્રાંચની ટીમે રાજને જૂના ફોન અંગે સવાલ કર્યો તો તેણે એવું કહ્યું હતું કે તેણે ફોન ફેંકી દીધો હતો. પોલીસ માની રહી છે કે જૂના ફોનમાં અનેક મહત્ત્વની માહિતી હોઈ શકતી હતી.

અન્ય સમાચારો પણ છે...