રાજ કુંદ્રા- શિલ્પા શેટ્ટીની વૈભવી લાઈફસ્ટાઈલ:રાજ કુંદ્રાએ તેની પત્ની એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને કરોડો રૂપિયાનો આલિશાન બંગલો ગિફ્ટ કર્યો હતો, જુઓ અંદરની તસવીરો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શિલ્પાની સોશિયલ મીડિયા પોસ્ટમાં તેના બંગલાની ઝલક પણ મળે છે - Divya Bhaskar
શિલ્પાની સોશિયલ મીડિયા પોસ્ટમાં તેના બંગલાની ઝલક પણ મળે છે
  • જુહૂ સ્થિત સી ફેસિંગ આલીશાન બંગલાનું નામ ‘કિનારા’ છે

શુક્રવારે મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ રાજ કુંદ્રાને લઈને શિલ્પા શેટ્ટીના ઘરે ગયા હતા. શિલ્પાના જુહૂ સ્થિત ઘરે અધિકારીઓની પૂછપરછ આશરે 6 કલાક સુધી ચાલી હતી. શિલ્પાના પતિ પર પોર્ન ફિલ્મ બનાવવા અને તેને મોબાઈલ એપ્સ પર સ્ટ્રીમ કરવાના આરોપ છે. જેને લઈને રાજ કુંદ્રા હાલ પોલીસ કસ્ટડીમાં છે.

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા જુહૂ સ્થિત આલિશાન બંગલામાં રહે છે. આ સી ફેસિંગ બંગલાનું નામ ‘કિનારા’ છે. રાજે શિલ્પા શેટ્ટીને ‘કિનારા’ બંગલો ગિફ્ટ કર્યો હતો.

જુઓ, અંદરથી આ આલીશાન બંગલો કેવો લાગે છે?
શિલ્પા ઘણીવાર તેના પતિ અને દીકરા સાથેના ફોટોઝ સોશિયલ મીડિયા પર અપલોડ કરતી રહે છે. આ દરમિયાન તેના બંગલાની ઝલક પણ મળે છે. તેના ઘરનું ગાર્ડન ઘણો સુંદર છે. તેમાં તેણે શાકભાજી ઉપરાંત અન્ય છોડ પણ વાવ્યા છે. આ ગાર્ડનમાં અમુક આર્ટ પીસ પણ મૂક્યા છે.

શિલ્પાના ઘરનું રસોડું પણ આકર્ષક છે. તે આ જ કિચનમાં તેના ડાયટ ફૂડના વીડિયો રેકોર્ડ કરે છે. આ ઉપરાંત તે ઘણીવાર દીકરા વિઆન સાથે પણ કુકિંગ કરતી દેખાય છે.

એક્ટ્રેસે લિવિંગ રૂમ, બેડરૂમ, બાલ્કની અને ગાર્ડન સહિત બધી જગ્યાએ એન્ટિક આર્ટ પીસથી ઘર સજાવ્યું છે.

શિલ્પાના ઘરનું ડાઈનિંગ ટેબલ ખૂબ મોટું છે. તેણે લોકડાઉનમાં ગાર્ડનમાંની ઝલક તેના ચાહકોએ કરાવી હતી. તે પોતાના ગાર્ડનમાં જ શાકભાજી અને ફળ વાવે છે.

શિલ્પા શેટ્ટીનો ડ્રોઈંગ રૂમ ઘણા બધા ફોટોના બેકગ્રાઉન્ડમાં દેખાય છે. આ રૂમના કલર અને ફર્નિચરનું કોમ્બિનેશન પણ સરસ છે.

અન્ય સમાચારો પણ છે...