તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોર્નમાંથી અઢળક કમાણી:રાજ કુંદ્રા HotHit એપમાંથી રોજના 6થી 8 લાખ રૂપિયા કમાતો, પોલીસે વિવિધ અકાઉન્ટ્સના 7.5 કરોડ ફ્રીઝ કર્યા

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસના મતે, વિઆન ઇન્ડસ્ટ્રીઝ તથા કેનરીન પ્રોડક્શન હાઉસ વચ્ચે કરોડોના ટ્રાન્ઝેક્શન
  • મુંબઈ પોલીસે આરોપીઓના અલગ અલગ અકાઉન્ટમાં 7.5 કરોડ રૂપિયા ફ્રીઝ કર્યાં

સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરાયેલા બિઝનેસમેન રાજ કુંદ્રાને કોર્ટે 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે. આ દરમિયાન મુંબઈ પોલીસે આ કેસ અંગે ઘણાં જ મોટા ઘટસ્ફોટ કર્યા છે. મુંબઈ પોલીસે રાજ કુંદ્રા પોર્ન ફિલ્મમાંથી રોજની કેટલી કમાણી કરતો હતો તે વાત કહી હતી. રાજ એક દિવસમાં લાખોની કમાણી કરતો હતો.

પોર્ન કન્ટેન્ટ ઓફિસમાં બનાવવામાં આવતું
મુંબઇ ક્રાઇમ બ્રાંચના મતે, લૉકડાઉનમાં કુંદ્રાના પોર્ન બિઝનેસમાં વધારો થયો હતો. જોઈન્ટ પોલીસ કમિશ્નર મિલિંદ ભારંબે કહ્યું હતું, 'રાજ ભારતમાંથી આ વીડિયો હોટશોટ એપમાં અપલોડ કરી શકે તેમ નહોતો, તેથી જ તે વિદેશી પ્લેટફોર્મ પર We ટ્રાન્સફરની મદદથી કન્ટેન્ટ પૂરું પાડતો હતો. તમામ કન્ટેન્ટ તેની ઓફિસમાં જ બનાવવામાં આવતું અને પછી લંડન બેઝ્ડ કંપની કેનરીન લિમિટેડને મોકલવામાં આવતું હતું. આ કંપની રાજના જીજાજી પ્રદીપ બક્ષીની છે.

પ્રોપર્ટી સેલની ભાયખલ્લા ઓફિસની બહાર રાજ કુંદ્રા તથા રયાન
પ્રોપર્ટી સેલની ભાયખલ્લા ઓફિસની બહાર રાજ કુંદ્રા તથા રયાન

રાજ કેટલી કમાણી કરતો?
મુંબઈ ક્રાઇમ બ્રાંચના મતે, રાજે 18 મહિના પહેલાં જ પોર્ન બિઝનેસ શરૂ કર્યો હતો અને બહુ થોડા સમયમાં તે ઝડપથી આગળ નીકળી ગયો હતો. કુંદ્રા શરૂઆતમાં રોજના 2-3 લાખની કમાણી કરતો હતો. ત્યારબાદ તે રોજના 6-8 લાખની કમાણી કરતો થઈ ગયો હતો. નાણાકીય વ્યવહારો હજારોમાં થયા છે. નાણાકીય વ્યવહારોની તપાસ કરીને કુંદ્રા ચોક્કસ કેટલી રકમની કમાણી કરતો તેની તપાસ હજી ચાલુ છે. અત્યાર સુધી પોલીસે વિવિધ અકાઉન્ટ્સના 7.5 કરોડ રૂપિયા ફ્રીજ કર્યા છે. વિઆન ઇન્ડસ્ટ્રી તથા કેનરીન વચ્ચે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે. આ ટ્રાન્ઝેક્શનની તપાસ હજી ચાલુ છે.

HotHitમાંથી થતી કમાણી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, HotHit એપમાંથી લાખોની કમાણી થતી હતી. બેંક ડિટેલ્સ પરથી ખ્યાલ આવે છે કે HotHit કંપનીના અકાઉન્ટમાંથી આરોપીઓના અકાઉન્ટમાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

મુંબઈ પોલીસે આ કેસમાં રોવા ઉર્ફે યાસ્મીન ખાનની ધરપકડ કરી હતી. HotHitની જેમ જ HotShotsમાંથી કેટલી કમાણી થતી તેની તપાસ ચાલી રહી છે.

આરોપીઓના ખાતામાં ક્યારે કેટલા પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા?

  • 22 ડિસેમ્બર, 2020ના રોજ XX790 અકાઉન્ટમાં 3 લાખ રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા
  • 25 ડિસેમ્બર, 2020ના રોજ XX790 અકાઉન્ટમાં 1 લાખ રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા
  • 26 ડિસેમ્બર, 2020ના રોજ XX790 અકાઉન્ટમાં 10 લાખ રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા
  • 28 ડિસેમ્બર, 2020ના રોજ XX790 અકાઉન્ટમાં 50 હજાર રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા
  • 3 જાન્યુઆરી, 2021ના રોજ XX790 અકાઉન્ટમાં 2 લાખ 5 હજાર રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા
  • 10 જાન્યુઆરી, 2021ના રોજ XX790 અકાઉન્ટમાં 3 લાખ રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા
  • 13 જાન્યુઆરી, 2021ના રોજ XX790 અકાઉન્ટમાં 2 લાખ રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા
  • 20 જાન્યુઆરી, 2021ના રોજ XX790 અકાઉન્ટમાં 1 લાખ રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા
  • 23 જાન્યુઆરી, 2021ના રોજ XX790 અકાઉન્ટમાં 95 હજાર રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા
  • 3 ફેબ્રુઆરી, 2021ના રોજ XX790 અકાઉન્ટમાં 2 લાખ 70 હજાર રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા

પૂછપરછ પછી રાજ કુંદ્રાની ધરપકડ
19 જુલાઈના રોજ ક્રાઇમ બ્રાંચે રાજને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. રાતના 9 વાગે રાજ કુંદ્રા મુંબઈ ક્રાઇમ બ્રાંચની ભાયખલ્લા ઓફિસ આવ્યો હતો. અંદાજે બે કલાકની પૂછપરછ બાદ રાતના 11 વાગે રાજની ધરપકડ કરી હતી. સવારે ચાર વાગે મેડિકલ તપાસ માટે જેજે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો અને સવા ચારે પોલીસ કમિશ્નરની ઓફિસ લઈ જવામાં આવ્યો હતો.

3 દિવસ જેલમાં રહેશે
ધરપકડ બાદ 20 જુલાઈના રોજ પોલીસે રાજને કોર્ટમાં રજૂ કર્યો હતો. અહીંયા કોર્ટે 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો. કુંદ્રાએ કોર્ટમાં એમ કહ્યું હતું કે તેણે આ કંપની 25 હજાર ડૉલરમાં વેચી દીધી હતી અને તેમાં તેની કોઈ જાતની પાર્ટનરશિપ નથી. જોકે, પોલીસે કહ્યું હતું કે જો રાજ કુંદ્રાએ કંપની વેચી દીધી હતી તો રાજ કેમ પ્રદીપ બક્ષી સાથે વ્હોટ્સએપ ગ્રુપમાં એક્ટિવ હતો અને શા માટે કંપનીની તમામ બાબતોમાં તે સામેલ રહેતો?

અન્ય સમાચારો પણ છે...