સેલેબ લાઇફ:રાજ કુંદ્રાએ સો.મીડિયા અકાઉન્ટ ડિલિટ કર્યાં, શિલ્પાએ કહ્યું- જ્યારે આપણે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીશું તો શું થશે?

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ કુંદ્રાની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી, 20 સપ્ટેમ્બરે જામીન મળ્યા હતા

શિલ્પા શેટ્ટીએ સો.મીડિયામાં બુકમાંથી કેટલીક જ્ઞાનની વાતો શૅર કરી છે. રાજ કુંદ્રાએ ટ્વિટર તથા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલિટ કર્યાં પછી શિલ્પાની આ વાત સામે આવી છે. શિલ્પાએ શૅર કરેલી આ નોટમાં કહેવામાં આવ્યું છે, તમને તમારી અનુકૂળતા પ્રમાણે શહેર છોડવું પડે છે અને અંતર્જ્ઞાનના જંગલમાં જવું પડે છે. તમને ત્યાં જે મળશે એ સારું હશે. ત્યાં તમારી મુલાકાત પોતાની સાથે થશે.

આ નોટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આપણને કમ્ફર્ટ ઝોનમાં સુકુન મળે છે. આપણને ભલે હંમેશાં આપણા જીવન સામે ફરિયાદ હોય, વસ્તુઓ પર્ફેક્ટ ના હોય, પરંતુ આપણને ખ્યાલ છે કે આપણે શું છીએ અને કઈ દિશામાં આગળ વધીએ છીએ. આપણે એ વાત અંગે સારું અનુભવીએ છીએ. જો આપણે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીએ તો શું થશે? બીજા દેશમાં એક વર્ષ પસાર કર્યા બાદ આપણી અંદરની દુનિયાને જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. આપણે ફેરફાર તરફ આગળ વધીએ છીએ. આપણે આ અંગે ક્યારેય વિચારતા નથી. હું મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા માગું છું અને જોવા માગું છું કે આગળ શું થશે.

રાજ ઘરમાં જ બંધ છે
મોબાઇલ એપ માટે પોર્ન ફિલ્મ બનાવવા તથા વેચવાના કેસમાં રાજ કુંદ્રાની 19 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. બે મહિના જેલમાં રહ્યા બાદ 20 સપ્ટેમ્બરના રોજ મેટ્રોપૉલિટન મેજિસ્ટ્રેટે જામીન આપ્યા હતા. જામીન મળ્યાના બીજા દિવસે એટલે કે 21 સપ્ટેમ્બરે રાજ ઘરે પરત ફર્યો હતો. પોતાના બંગલા કિનારામાં જતા સમયે પણ કોઈએ રાજની ઝલક જોઈ નહોતી. વિયાન ઇન્ડસ્ટ્રીની ઓફિસ હજી પણ બંધ છે.

માત્ર લૉનમાં વૉક કરે છે
રાજ તથા શિલ્પાનો સી ફેસિંગ બંગલો 'કિનારા' જુહુ બીચની પાસે છે. જોકે રાજ બીચ સુધી પણ આવતો નથી. તે ક્યારેક બંગલાની લૉનમાં વૉક કરતો જોવા મળે છે. આ ઉપરાંત તે ક્યાંય જતો-આવતો નથી.

રાજ કુંદ્રાને આ શરતો પર જામીન મળ્યા
જામીન ઓર્ડરની કૉપી પ્રમાણે, રાજ દેશ છોડી શકશે નહીં. આ સાથે જ તેણે પોતાનું એડ્રેસ તથા મોબાઇલ નંબર પણ કહેવાનાં હશે. જો એડ્રેસ બદલ્યું તો તેણે ક્રાઇમ બ્રાંચને આ અંગેની માહિતી આપવી પડશે.