તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોલ માટે:મેન નેકેડ માટે ન્યૂડ થયો હતો રાહુલ ભટ, સિંગલ શોટમાં શૂટ થઇ બે કલાકની ફિલ્મ

23 દિવસ પહેલા

અનુરાગ કશ્યપની અગલી, આર્ટિકલ 375 જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ રાહુલ ભટે તેની ફિલ્મ મેન નેકેડના શૂટિંગના કિસ્સા શેર કર્યા છે. રાહુલે જણાવ્યું કે તેની ફિલ્મ માટે તેને ન્યૂડ થવું પડ્યું હતું. રાહુલની આ ફિલ્મ બે કલાકની છે અને સિંગલ શોટમાં શૂટ થઇ ગઈ છે. જોકે આવું પહેલીવાર નથી કે જ્યારે કોઈ એક્ટર ફિલ્મ માટે ન્યૂડ થયા હોય.

રાહુલ પહેલાં રોલ માટે ફિલ્મમાં ન્યૂડ સીન આપનારા એક્ટર્સમાં આમિર ખાન, રણબીર કપૂર, રણવીર સિંહ, શર્મન જોશી, જ્હોન અબ્રાહમ, નીલ નીતિન મુકેશ, રાજકુમાર રાવના નામ સામેલ છે. આ સિવાય રાહુલ ખન્ના અને મિલિન્દ સોમણ પણ ન્યૂડ ફોટોશૂટ કરાવી ચૂક્યા છે.

એક્ટરના વાઇરલ વીડિયોની સ્ટોરી છે
મેન નેકેડ 40 વર્ષના એક્ટર રોનીની સ્ટોરી છે, જેને એવો આભાસ થાય છે કે તેનું કરિયર પૂરું થઇ ગયું છે. તે દારૂ પીને કપડાં વગર ઘરમાં બેભાન પડ્યો રહેતો હતો. અડધી રાત્રે દરવાજે કોઈ આવે છે. ત્યારબાદ થતી ઘટનાઓથી રોનીની આખી જિંદગી બદલી જાય છે. તેના ન્યૂડ વીડિયો વાઇરલ થઇ જાય છે અને અને તે સ્ટાર બની જાય છે.

રાહુલે જણાવ્યું કયા પડકારો હતા
સંજીવ કૌલે મેન નેકેડથી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું છે. એક ઇન્ડિયન ફિલ્મમાં કોઈ એક્ટરને સાવ ન્યૂડ રાખવો દુર્લભ છે. યુનિટને રીયલ કેમેરા અને ટેક્નિશિયન સાથે ઘણા મોક શૂટ કરવા પડે છે જેથી તેને સિંગલ શોટમાં યોગ્ય રીતે પિક્ચરાઇઝ કરી શકાય. રાહુલે જણાવ્યું કે આ રોલ કરવાનો પડકાર માત્ર એ ન હતો કે આ એક સિંગલ શોટ ફિલ્મ હતી, પણ મારે આમાં સંપૂર્ણ રીતે ન્યૂડ થવું પડ્યું. આવું કરવા સમયે મારે 'સોલ ઓફ લિથિલિ'ની જેમ સિંગલ શોટની વચ્ચે જ મોનોલોગ પરફોર્મ કરવાનો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો