તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'પટાખા' ફૅમ એક્ટ્રેસની આપવીતી:રાધિકા મદને કહ્યું, લોકોએ સલાહ આપી હતી, હીરોઈન બનવું છે તો બૉડી પાર્ટ્સના શેપ ને સાઇઝ યોગ્ય કરવી પડશે

મુંબઈ16 દિવસ પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ રાધિકા મદનની બોલિવૂડ કરિયર શરૂઆતમાં છે. જોકે, તેણે પોતાના દમદાર એક્ટિંગથી ઘણી જ લોકપ્રિયતા મળેવી છે. રાધિકાએ કહ્યું હતું કે જ્યારે તે ફિલ્મમાં રોલ મેળવવા માટે પ્રયાસ કરતી હતી તો લોકો તેને સલાહ આપતા કે હીરોઈન બનવા માટે તેણે કેટલાંક બૉડી પાર્ટ્સના શેપ તથા સાઇઝ યોગ્ય કરાવવા પડશે.

કેટલાંકે સર્જરી કરાવવાનું કહ્યું
રાધિકાએ કહ્યું હતું, 'મને કહેવામાં આવ્યું કે હીરોઈન બનવા માટે ખાસ શેપ, સાઇઝ તથા હાઇટ હોવી જરૂર છે. કેટલાંકે તો એવી પણ સલાહ આપી હતી કે કેટલાંકે તો બૉડી પાર્ટ્સ યોગ્ય કરાવવા માટે સર્જરી કરાવવાનું કહ્યું હતું. મને હંમેશાં લાગ્યું છે કે હું યોગ્ય છું.'

સફર નહીં, મંઝિલ મહત્ત્વની
રાધિકાએ આગળ કહ્યું હતું, 'પ્રયાસો કરવા છતાંય દોઢ વર્ષ સુધી મને કામ મળ્યું નહીં. આ સમયે હું મારી જાત પર શંકા કરવા લાગી હતી, પરંતુ મને ખ્યાલ હતો કે સફર નહીં, પરંતુ મંઝિલ મહત્ત્વની છે. ઓડિશનમાં ધમાકેદાર પર્ફોર્મન્સ આપવાનો પ્રયાસ કરતી. ત્યારબાદ મેં મારી પહેલી ફિલ્મ સાઇન કરી અને પછી બીજા પ્રોજેક્ટ્સ પણ મળ્યા.

ટીવી શો દરમિયાન વજન વધ્યું હતું
રાધિકાએ વિશાલ ભારદ્વાજની ફિલ્મ 'પટાખા'થી બોલિવૂડ એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં રાધિકાની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેણે 'મર્દ કો દર્દ નહીં હોતા'માં કામ કર્યું હતું. 'ઇંગ્લિશ મીડિયમ'માં રાધિકાને મહત્ત્વનો રોલ મળ્યો હતો. રાધિકાએ 'મેરી આશિકી તુમસે હૈ' સિરિયલમાં કામ કર્યું હતું. સિરિયલમાં કામ કરતા સમયે તેનું વજન ઘણું જ વધી ગયું હતું.