એક્ટ્રેસનો ઘટસ્ફોટ:રાધિકા આપ્ટેની બોલિવૂડમાં શરૂઆતની સફર, એક્ટ્રેસે કહ્યું-મને નાકથી માંડી બ્રેસ્ટ સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી હતી

16 દિવસ પહેલા
  • ઈન્ડસ્ટ્રીના લોકોએ તેને ઘણા પ્રકારની સર્જરી કરાવવાની વાત કહી હતી

એક્ટ્રેસ રાધિકા આપ્ટેએ પોતાની એક્ટિંગથી ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ ઓળખ બનાવી છે. હાલમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં રાધિકાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા પ્રકારનાં પ્રેશર વિશે જણાવ્યું છે. તેણે એ પણ જણાવ્યું હતું કે જ્યારે તે ફિલ્મોમાં કામ કરવા આવી તો ઈન્ડસ્ટ્રીના લોકોએ તેને ઘણા પ્રકારની સર્જરી કરાવવાની વાત કહી હતી, કેટલાક લોકોએ પ્લાસ્ટિક સર્જરી માટે પણ કહ્યું હતું.

બોટોક્સ કરાવવાની સલાહ આપવામાં આવી
રાધિકાએ ઈન્ડસ્ટ્રીના શરૂઆતના દિવસોની વાત કરતાં કહ્યું, જ્યારે હું બોલિવૂડમાં કામ કરવા માટે આવી તો મારા પર ઘણું બધું પ્રેશર હતું. મને મારી બોડી અને ચહેરા પર કામ કરવાનું કહેવામાં આવ્યું. જ્યારે મારી પહેલી મીટિંગ થઈ તો મને નાકની સર્જરી કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. બીજી મીટિંગમાં બ્રેસ્ટની સર્જરી કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. કેટલાક લોકોએ મને કહ્યું હતું કે તારે તારા પગમાં કંઈક કરાવવું જોઈએ તો કેટલાકે કહ્યું કે તું બોટોક્સ કેમ નથી કરાવી લેતી.

મારી બોડી સાથે પ્રેમ થઈ ગયો
રાધિકાએ આગળ જણાવ્યું, મને મારા વાળને કલર કરવામાં 30 વર્ષ લાગ્યાં છે. લોકો મને ઈન્જેક્શન લગાવવાની અને પ્લાસ્ટિક સર્જરી કરાવવાની સલાહ આપી રહ્યા હતા. ઈન્ડસ્ટ્રીના લોકો જ્યારે મને આ બધી સલાહ આપી રહ્યા હતા ત્યારે તેમના પર ગુસ્સો પણ આવતો, પરંતુ આ બધાની સલાહથી હું મારી બોડી અને મારા ચહેરાને વધુ પ્રેમ કરતી થઈ ગઈ.

24 જૂનના રોજ ફિલ્મ ‘ફોરેન્સિક’ રિલીઝ થવાની છે.
24 જૂનના રોજ ફિલ્મ ‘ફોરેન્સિક’ રિલીઝ થવાની છે.

રાધિકાનું વર્કફ્રન્ટ
રાધિકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની 24 જૂનના રોજ ફિલ્મ ‘ફોરેન્સિક’ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે વિક્રાંત મેસી અને પ્રાચી દેસાઈ લીડ રોલમાં જોવા મળશે. એ ઉપરાંત તે હૃતિક રોશન સ્ટારર ‘વિક્રમ વેધા’માં પણ જોવા મળશે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

અન્ય સમાચારો પણ છે...