તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

#BoycottRadhikaApte:બોલ્ડ સીન માટે રાધિકા આપ્ટે સો.મીડિયામાં ટ્રોલ, યુઝર્સે કહ્યું- ઇન્ડિયન કલ્ચર વિરુદ્ધ કામ કરે છે

મુંબઈએક મહિનો પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ રાધિકા આપ્ટે ફિલ્મ કે વેબ સિરીઝમાં બોલ્ડ તથા અલગ પ્રકારના પાત્રો ભજવતી હોય છે. રાધિકાએ 'અંધાધુન', 'પાર્ચ્ડ', 'પેડમેન', 'માંઝીઃ ધ માઉન્ટેન મેન', 'બદલાપુર', 'સેક્રેડ ગેમ્સ' જેવી ફિલ્મ તથા સિરીઝમાં કામ કર્યું છે. જોકે, રાજ કુંદ્રાના પોર્નોગ્રાફી કેસ બાદ હવે એક્ટ્રેસ પણ ફિલ્મના માધ્યમથી અશ્લીલતા ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સો.મીડિયામાં રાધિકા આપ્ટને બોયકોટ કરવાની માગણી કરવામાં આવી હતી. સો.મીડિયા યુઝર્સે #BoycottRadhikaApte ટ્રેન્ડ કરાવ્યું હતું.

યુઝર્સે વિવિધ કમેન્ટ્સ કરી એક યુઝરે રાધિકાના બોલ્ડ સીન શૅર કરીને કહ્યું હતું કે એક્ટ્રેસની ફિલ્મ એટલી ખરાબ હોય છે કે તે તસવીરો કે વીડિયો પણ શૅર કરી શકે તેમ નથી. વાંધો એ છે કે આ અશ્લીલતા ફેલાવે છે. દેશ માટે તેને બોયકોટ કરો. તો બીજા યુઝરે કહ્યું હતું કે આ ઇન્ડિયન કલ્ચર વિરુદ્ધ કામ કરે છે અને તેને બોયકોટ કરો.

વર્કફ્રંટની વાત કરીએ તો રાધિકા આપ્ટે નેટફ્લિક્સની ઓરિજિનલ ફિલ્મ 'મોનિકા ઓ માય ડાર્લિંગ'માં પોલીસના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ તથા હુમા કુરૈશી લીડ રોલમાં છે.

અન્ય સમાચારો પણ છે...