તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધિકા આપ્ટેએ મજબૂરીમાં લગ્ન કર્યાં:એક્ટ્રેસ રાધિકા આપ્ટેને લગ્ન પર ભરોસો નથી, કહ્યું- 'મારે 2012માં લગ્ન કરવા પડ્યા કારણકે લંડન વિઝા જોઈતા હતા'

એક મહિનો પહેલા

રાધિકા આપ્ટેના જણાવ્યા મુજબ તેને લગ્ન પર ભરોસો નથી. એક્ટ્રેસે 2012માં બ્રિટિશ મ્યુઝિશિયન બેનેડિક્ટ ટેલર સાથે લગ્ન કર્યાં હતાં અને હાલ તે લંડનમાં તેની સાથે રહે છે. જોકે, રાધિકાના કહેવા અનુસાર આ લગ્ન તેને લંડનના વિઝા મેળવવાની મજબૂરીમાં કરવાં પડ્યાં હતાં.

'મેરિડ હોય તો વિઝા સરળતાથી મળી જાય છે'
રાધિકા અને વિક્રાંત OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પરના એક વીડિયોમાં આ વાતચીત કરી રહ્યા હતા. આ દરમ્યાન બંનેએ એકબીજાના એવા સવાલના જવાબ આપ્યા જે સામાન્ય રીતે ઇન્ટરવ્યૂમાં નથી પૂછવામાં આવતા.

જ્યારે રાધિકાને પૂછવામાં આવ્યું કે તેણે લગ્ન ક્યારે કર્યાં? તો તેણે જવાબ આપ્યો, 'જ્યારે મને સમજાયું કે જો તમે મેરિડ છો તો તમને વિઝા સરળતાથી મળી રહે છે. મને લાગે છે આ પ્રકારની બાઉન્ડરી હોવી ન જોઈએ. હું લગ્નમાં નથી માનતી. મેં લગ્ન કર્યાં, કારણકે વિઝાનો પ્રોબ્લેમ હતો અને અમે (રાધિકા અને બેનેડિક્ટ) સાથે રહેવા ઇચ્છતા હતા. મને લાગે છે આ યોગ્ય નથી.'

બેનેડિક્ટ ટેલર અને રાધિકા આપ્ટે.
બેનેડિક્ટ ટેલર અને રાધિકા આપ્ટે.

આખું લોકડાઉન બેનેડિક્ટ સાથે પસાર કર્યું
રાધિકાએ આખું લોકડાઉન બેનેડિક્ટ સાથે લંડનમાં જ પસાર કર્યું. એક ઇન્ટરવ્યૂમાં તેણે તેના રૂટિન વિશે જણાવ્યું હતું કે,રૂટિન હોવું સામાન્ય વાત છે પણ આ સમયમાં મેં સારું ભોજન કર્યું, કસરત કરી, લખવા અને જોવાની ટ્રાય કરી અને કઈ જ ન કર્યું.

રાધિકાને 'ન્યૂ નોર્મલ' ટર્મ નથી ગમતી
રાધિકાને લાગે છે કે કોરોનાની વેક્સીન આવ્યા બાદ સ્થિતિ સામાન્ય થઇ જશે. તેણે કહ્યું, 'મને આ ન્યૂ નોર્મલ ટર્મ નથી ગમતી. આ ત્યાં સુધીની વાત છે જ્યાં સુધી આપણને આ બીમારી સામે લડવા માટે રસી નથી મળી જતી. ભરોસો છે કે બધું પાછું નોર્મલ થઇ જશે. એકવાર જ્યારે બધું નોર્મલ થઇ જશે ત્યારે આપણે આ વિશે બધું ભૂલી જઈશું.'

છેલ્લે 'રાત અકેલી હૈ'માં દેખાઈ હતી
રાધિકા છેલ્લે નેટફ્લિક્સ પરની ફિલ્મ 'રાત અકેલી હૈ'માં દેખાઈ હતી. જુલાઈમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી પણ સ્ટારકાસ્ટમાં સામેલ હતો. આ ફિલ્મથી કાસ્ટિંગ ડિરેક્ટર હની ત્રેહાને ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો