લગ્નનો એક ફોટો નથી:રાધિકા આપ્ટેએ કહ્યું, 'અમે દારૂના નશામાં એટલા ટલ્લી હતાં કે તસવીરો ક્લિક કરવાનું જ ભૂલી ગયા'

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ રાધિકા આપ્ટેએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં અંગત જીવન અંગે વાત કરી હતી. રાધિકાએ કહ્યું હતું કે શા માટે તેના સો.મીડિયા અકાઉન્ટમાં ઇન્ડસ્ટ્રીના અન્ય સેલેબ્સની જેમ લગ્નની તસવીરો નથી? એક્ટ્રેસે કહ્યું હતું કે તેની પાસે લગ્નની એક પણ તસવીર નથી.

રાધિકા પાસે લગ્નની એક તસવીર નથી
રાધિકાએ કહ્યું હતું, '10 વર્ષ પહેલાં મેં બેનેડિક્ટ સાથે લગ્ન કર્યા હતા. તે સમયે અમે ફોટો ક્લિક કરવાના ભૂલી ગયા હતા. અમે ઇંગ્લેન્ડમાં લગ્ન કર્યા હતા. અહીંયા મિત્રોને બોલાવ્યા, જાતે ભોજન બનાવ્યું, પાર્ટી કરી, પરંતુ અમારી પાસે લગ્નની એક તસવીર નથી. અમારા ઘણાં મિત્રો ફોટોગ્રાફર્સ હતા, પરંતુ તેમાંથી એકેય મિત્રે લગ્નની તસવીર ક્લિક કરી નહોતી.'

લગ્નના દિવસે ફોટો ક્લિક કરવાના ભૂલી ગયા
વધુમાં રાધિકાએ કહ્યું, 'અમે બધા નશામાં ધૂત હતા. આથી જ અમારી પાસે લગ્નની કોઈ તસવીર નથી. મારા પતિને ફોટો ક્લિક કરાવવા પસંદ નથી. જ્યારે અમે વેકેશન પર જઈએ ત્યારે ઓછામાં ઓછા ફોટો ક્લિક કરવાનો પ્રયાસ કરીએ છીએ.'

2012માં લગ્ન કર્યા હતા
રાધિકાએ વર્ષ 2012માં બ્રિટિશ વાયોલિન પ્લેયર તથા સિંગ બેનેડિક્ટ ટેલર સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત 2011માં થઈ હતી. એક વર્ષ સુધી લિવ ઇનમાં રહ્યા બાદ બંનેએ 2012માં લગ્ન કર્યા હતા. રાધિકાની કરિયરની વાત કરીએ તો તેણે 'શોર ઇન ધ સિટી', 'વેટ્રી સેલવન', 'બદલાપુર', 'માંઝી ધ માઉન્ટેન મેન', 'ફોબિયા', 'પેડમેન' તથા 'અંધાધુન' જેવી ફિલ્મમાં કામ કર્યું છે.