તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડભાઈ'ની રિલીઝ ડેટ કોરોનાને કારણે ફરી એકવાર અટકી જશે. હાલમાં જ સલમાને એક ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. તેણે કહ્યું હતું કે જો લોકો સરકારે બનાવેલી ગાઈડલાઈનનું પાલન નથી કરતાં અને કોરોનાના કેસ રોજ વધતા જ જશે તો 'રાધે' આવતા વર્ષે ઈદ પર રિલીઝ કરવામાં આવશે.
'રાધે' આ વર્ષે રિલીઝ થાય તેવી ઈચ્છા
સલમાને આગળ કહ્યું હતું, 'અમે ઈચ્છીએ છીએ કે 'રાધે' આ વર્ષે ઈદ પર રિલીઝ થાય અને અમે પ્રયાસ કરીએ છીએ, પરંતુ લૉકડાઉન રહે છે તો અમે આવતા વર્ષે ઈદ પર રિલીઝ કરીશું. લૉકડાઉન ત્યારે જ પૂરું થશે, જ્યારે લોકો માસ્ક પહેરેશ, સો.ડિસ્ટન્સિંગનું પાલન કરશે અને ધ્યાન રાખશે. બહાર ના નીકળે અને સરકારી ગાઈડલાઈનનું પાલન કરશે. મને લાગે છે કે તો જ આ વાઈરસ જશે.' ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરને કારણે મહારાષ્ટ્રમાં આંશિક રૂપથી લૉકડાઉન લગાવવામાં આવ્યું છે. આ અઠવાડિયાની શરૂઆતમાં રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ તથા વિકેન્ડ લૉકડાઉન કરવામાં આવ્યું છે, જે 30 એપ્રિલ સુધી લાગુ રહેશે.'
કોરોનાની બીજી લહેર પૂરી થશે તો જ ફિલ્મ રિલીઝ થશે
સલમાને કહ્યું હતું, 'રાધે' આ વર્ષે ત્યારે જ રિલીઝ થશે, જ્યારે કોરોનાની બીજી લહેર પૂરી થશે. જો લૉકડાઉન ચાલુ રહ્યું તો તેની સૌથી વધુ અસર રોજમદાર શ્રમિકો પર થશે. આવું થયું તો આ ઘણું જ ખરાબ છે. તમામને ગંભીર થવાની જરૂર છે. જો આપણે કોરોનાવાઈરસને નહીં મારીએ તો એ આપણે મારી નાખશે.'
લોકોને કોરોના ના થાય તે જરૂરી
વધુમાં સલમાને કહ્યું હતું, 'સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે અમે ગઈ ઈદ પર ફિલ્મ રિલીઝ કરવાનું વચન આપ્યું હતું. જોકે, કોરોનાને કારણે ફિલ્મ રિલીઝ કરી શક્યા નહીં. અમે આ વર્ષે ઈદ પર ફિલ્મ રિલીઝ કરવાનું નક્કી કર્યું. અલ્લાહની ઈચ્છા હશે તો ફિલ્મ જરૂરથી રિલીઝ થશે. આ ફિલ્મ સારી બની છે અને સારી ચાલશે. જોકે, અમારા માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે લોકોને કોરોના ના થાય.' ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા કેસને કારણે 'સૂર્યવંશી', 'ચેહરે', 'બંટી ઔર બબલી 2' તથા 'હાથી મેરે સાથી'ની રિલીઝ ડેટ પોસ્ટપોન કરી દેવામાં આવી છે.
Sponsored By
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.