રાધે:સેન્સર બોર્ડમાંથી એક પણ કટ વગર પાસ થઈ હોવા છતાં સલમાને ફિલ્મમાં 21 કટ્સ લગાવ્યા, ડ્રગ્સ કન્ઝમ્પશનવાળા છ સીન હટાવ્યા

મુંબઈ5 મહિનો પહેલા
  • સલમાન ખાનની પહેલી 13 મેના રોજ રિલીઝ થશે
  • સલમાનની પહેલી ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર આવશે

સલમાન ખાનની 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' 13 મેના રોજ ઈદના દિવસે વિશ્વભરના થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ 'પે પર વ્યૂ' સર્વિસ ઝી પર પણ રિલીઝ થશે. ગયા મહિને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ કોઈ પણ કટ વગર થિયેટર સ્ક્રીનિંગ માટે UA સર્ટિફિકેટ આપ્યું હતું. સેન્સર બોર્ડમાંથી કટ વગર પાસ થયેલી ફિલ્મમાં સલમાને પોતાની તરફથી સીન્સ તથા ડાયલોગ્સમાં કુલ 21 કટ્સ લગાવ્યા છે.

સલમાને ફિલ્મમાં ડ્રગ્સ કન્ઝમ્પશનવાળા છ સીન હટાવ્યા
ફિલ્મમાં કેટલાંક એવા સીન હતા, જેમાં નાના બાળકને ડ્રગ્સ લેતું બતાવવામાં આવ્યું હતું. ફિલ્મમાં આ પ્રકારના અંદાજે 6 સીન મેકર્સે હટાવી દીધા છે. સેન્ટ્રલ બોર્ડ ડ્રગ્સ લેતા હોય તેવા કોઈ પણ સીનને UA સર્ટિફિકેટ આપતી નથી. જોકે, હવે 12 વર્ષથી નાની ઉંમરના બાળકો આ ફિલ્મ જોઈ શકે છે અને આ તેમના પેરેન્ટ્સ તથા ગાર્ડિયનની ઈચ્છા પર આધાર રાખે છે.

પોલીસ સ્ટેશનની બહાર અજાન વાળો સીન પણ ડિલિટ કર્યો
'રાધે'માં પોલીસ સ્ટેશનની બહાર અજાન વાંચતા લોકોનો પણ સીન ડિલિટ કરી નાખ્યો છે. સલમાન સ્વચ્છ ભારત અભિયાનને સપોર્ટ કરે છે. ફિલ્મમાં એક ડાયલોગમાં સ્વચ્છ મુંબઈ બોલવામાં આવ્યું હતું. હવે તેને બદલીને સ્વચ્છ ભારત કરી દેવામાં આવ્યું છે. સલમાને પોતાની ઈચ્છાથી ફિલ્મમાં ટોટલ 21 કટ્સ લગાવ્યા છે.

ડિજિટલ પ્લેટફોર્મ પર સલમાનની પહેલી ફિલ્મ
કોરોનાવાઈરસને કારણે ભારતભરમાં 'રાધે' બહુ જ જૂજ થિયેટરમાં રિલીઝ થશે. થિયેટર ઉપરાંત આ ફિલ્મ ઓનલાઈન પણ સ્ટ્રીમ થશે. સલમાન ખાનની અત્યાર સુધીમાં એક પણ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ નથી. 'રાધે' OTT પર રિલીઝ થનારી સલમાનની પહેલી ફિલ્મ છે. પ્રભુદેવાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં સલમાન ઉપરાંત જેકી શ્રોફ, રણદીપ હુડ્ડા તથા દિશા પટની છે.

અન્ય સમાચારો પણ છે...