તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાઈની 'રાધે' હવે મોસ્ટ વોન્ટેડ નહીં:પહેલાં દિવસે 4.2 મિલિયન વ્યૂઅરશિપ મળી છતાં નેગેટિવ પબ્લિસિટીને કારણે નુકસાન, વિદેશમાં માત્ર 15 કરોડનો બિઝનેસ

મુંબઈ3 મહિનો પહેલાલેખક: મનિષા ભલ્લા
  • 'પે પર વ્યૂ મોડલ'ને કારણે ભારતમાં અચ્છે દિન આવ્યા કે નહીં, આ અંગે એક્સપર્ટ્સ એકમત નહીં

સલમાન ખાનની 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' અંગે દર્શકોની પ્રતિક્રિયા ઘણી જ ખરાબ છે. આ દરમિયાન ડિજિટલ પ્લેટફોર્મ ઝી 5એ દાવો કર્યો છે કે 'રાધે'ને પહેલાં જ દિવસે 4.2 મિલિયન વ્યૂઅરશિપ મળી છે. એટલે કે પહેલાં જ દિવસે 42 લાખ લોકોએ આ ફિલ્મ જોઈ છે. આ એક રેકોર્ડ છે. જોકે, નેગેટિવ પબ્લિસિટીને કારણે ફિલ્મને નુકસાન સહન કરવું પડ્યું છે.

જોકે, ઝી 5એ હજી સુધી આંકડા પર કોઈ ઓફિશિયલ નિવેદન આપ્યું નથી કે 'રાધે'નું પે પર વ્યૂ મોડલથી કેટલો ફાયદો થયો અને કેટલા નવા સબસ્ક્રાઈબર્સ જોડાયા. વિદેશમાં પણ 'રાધે'ની કમાણી કોરોનાના માહોલને જોતા સારી છે. જોકે, ચાર મહિના પહેલાં જ તમિળ ફિલ્મ 'માસ્ટર' કે 2019માં સલમાનની રિલીઝ થયેલી 'દબંગ 3' કરતાં 'રાધે' ઘણી જ પાછળ છે.

'રાધે' પાયરેસીનો ભોગ બની છે. ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થયાના ગણતરીના કલાકોમાં ફિલ્મ લીક થઈ ગઈ હતી. આને કારણે ઝી 5એ નુકસાન સહન કરવું પડ્યું છે.

વિદેશમાં 'રાધે'ની કમાણી 'દબંગ 3' કરતાં ઓછી
ઓસ્ટ્રેલિયામાં 'રાધે' 67 તો ન્યૂઝીલેન્ડમાં 28 સ્ક્રીન પર રિલીઝ થઈ છે. ટ્રેડ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈન્ટરનેશનલ માર્કેટમાં હજી સુધી 'રાધે'નું કલેક્શન 20 લાખ ડોલર એટલે કે 15 કરોડની આસપાસ રહ્યું છે. 'દબંગ 3'નું ઓવરસીઝ કલેક્શન 80 લાખ યુએસ ડોલર એટલે કે 60 કરોડ રૂપિયા હતું.

UAEમાં 'રાધે' કરતાં 'માસ્ટર' આગળ
UAEમાં હાલમાં થિયેટર 50% ક્ષમતા સાથે ખુલ્યા છે. ત્યાં 'રાધે'એ 10 લાખ અમેરિકન ડોલર (7.5 કરોડ રૂપિયા)નો બિઝનેસ કર્યો છે. અહીંયા તમિળ ફિલ્મ 'માસ્ટર'એ પહેલાં વીક એન્ડમાં 13 લાખ અમેરિકન ડોલર (9.52 કરોડ રૂપિયા)નો બિઝનેસ કર્યો હતો. 'માસ્ટર' જાન્યુઆરીમાં પોંગલ પર રિલીઝ થઈ હતી.

'રાધે' 13 મેના રોજ રિલીઝ થઈ હતી
'રાધે' 13 મેના રોજ રિલીઝ થઈ હતી

પે પર વ્યૂ મોડલ હિટ કે ફ્લોપ
ભારતમાં 'રાધે' પહેલી એવી મોટી ફિલ્મ હતી, જે 'પે પર વ્યૂ' મોડલ પર રિલીઝ થઈ છે. 'રાધે'ને કારણે ભારતમાં પે પર વ્યૂ મોડલના સારા દિવસો આવશે કે નહીં, તેના પર એક્સપર્ટનો અલગ અલગ અભિપ્રાય છે.

ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહને દિવ્ય ભાસ્કરે કહ્યું હતું કે દુનિયામાં એક સાથે બધા થિયેટર બંધ થશે, એવું કોઈએ વિચાર્યું નહોતું. 'ગોડઝિલા વર્સિસ કોંગ', 'વંડર વુમન' તથા 'ટેનેટ' જેવી ફિલ્મ PPV (પે પર વ્યૂ) મોડલથી રિલીઝ થઈ. વેસ્ટર્ન દેશોમાં આ મોડલ ચાલ્યું છે. ભારતમાં આ ફોર્મ્યુલા આગળ પણ ચાલશે, કારણ કે હવે ફિલ્મ એક જુનૂન નહીં, પરંતુ બિઝનેસ છે. કોઈ પોતાના બિઝનેસને વધુ સમય હોલ્ડ કરશે નહીં.

ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ જૌહરે કહ્યું હતું કે ટેક્નોલોજીની દૃષ્ટિએ આપણે વેસ્ટર્ન દેશો કરતાં 10 વર્ષ પાછળ છીએ. અહીંયા 'પે પર વ્યૂ મોડલ' સફળ થવામાં ખાસ્સો સમય લાગશે. અહીંયા અનેક લોકો પાસે નેટ નથી. સ્પીડનો ઈશ્યૂ છે. પશ્ચિમના દેશોમાં પાયરેસી પર કંટ્રોલ કરવા માટે સોફ્ટવેર આવી ગયા છે. અહીંયા સલમાને લોકોને પાયરેટેડ વર્ઝનથી દૂર રહેવાની અપીલ કરવી પડે છે.

ટ્રેડ એનાલિસ્ટ રાહુલ વી દુબેના મતે જ્યાં સુધી ભારતમાં નિરંકુશ પાયરેસી છે, ત્યાં સુધી પે પર વ્યૂ મોડલ સફળ થશે નહીં. અત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ પર 'રાધે' મફતમાં જોઈ શકાય છે. લોકો પૈસા ખર્ચ કરશે નહીં. આ વાત ખરાબ છે, પરંતુ સત્ય આ જ છે.

ઝી-5ના નવા સબસ્ક્રાઈબર કેટલા?
ઝી-5ને 'રાધે' પોતાના પ્લેટફોર્મ પર રિલીઝ કરીને નવા સબસ્ક્રાઈબર મળવાની આશા હતી. ઝી ગ્રુપે કહ્યું કે 'રાધે'ને 42 લાખ વ્યૂ મળ્યા છે. એક ઘરમાં ટીવી સેટ પર ચાર લોકોએ ફિલ્મ જોઈ હશે, તો 'રાધે'ના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 10 લાખની આસપાસ થાય છે, જેમાં નવા 30% સબસ્ક્રાઈબર્સ હોઈ શકે. એેટલે કે 3 લાખ નવા સબસ્ક્રાઈબર્સનો ફાયદો ઝીને થયો.

અન્ય સમાચારો પણ છે...