દીકરાની સિદ્ધિ:આર માધવનના પુત્ર વેદાંતે કોપેનહેગનમાં સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આર માધવનના દીકરા વેદાંતે કોપેનહેગન ડેનિશ ઓપન સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે. વેદાંતે આ મેડલ 1500 મીટરની ફ્રીસ્ટાઇલ ઇવેન્ટ જીતી છે. વેદાંતે આ સ્પર્ધા 15.57.86 સમયમાં પૂરી કરી હતી. આર માધવને સો.મીડિયામાં આ અંગે પોસ્ટ શૅર કરી હતી. આ પહેલાં વેદાંત નેશનલ સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

અમને ગર્વ છેઃ માધવન
માધવને પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'વેદાંતે કોપેનહેગન ડેનિશ ઓપનમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. કોચ પ્રદીપ સર તમારા તમામ પ્રયાસો માટે આભાર. અમને બહુ જ ગર્વ છે.' ઉલ્લેખનીય છે કે વેદાંત 16 વર્ષનો છે. માર્ચ, 2021માં લાતવિયા ઓપનમાં બ્રોન્ઝ જીત્યો હતો. જુનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશિપમાં સાત મેડલ જીત્યા હતા, જેમાંથી ચાર સિલ્વર ને ત્રણ બ્રોન્ઝ મેડલ હતા.

દીકરાની ટ્રેનિંગ માટે માધવન દુબઈ શિફ્ટ થયો
આર માધવનનો દીકરો ભારતમાં નેશનલ સ્વિમિંગ કોમ્પિટિશનમાં મેડલિસ્ટ છે. હાલમાં જ માધવને કહ્યું હતું કે તેનો પરિવાર દુબઈમાં છે. અહીંયા વેદાંત ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...