તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર. માધવન કોરોનાથી સાજો થયો:રિપોર્ટ નેગેટિવ આવતા સોશિયલ મીડિયા પર ફેન્સને ગુડ ન્યૂઝ આપ્યા, કહ્યું-‘માતા સહિત ઘરનાં દરેક મેમ્બર કોવિડ નેગેટિવ છે’

4 મહિનો પહેલા
ફિલ્મ 'અમેરિકી પંડિત'નાં શૂટિંગ દરમિયાન કોરોનાની ઝપેટમાં આવ્યો હતો
  • માધવને પોતે કોરોના પોઝિટિવ છે, તે વાત એકદમ યુનિક રીતે શૅર કરી હતી
  • એક્ટરે 14 દિવસ ઘરે ક્વોરન્ટીન રહીને કોરોનાને હરાવ્યો

બોલિવૂડ એક્ટર આર. માધવને સોશિયલ મીડિયા પર કોવિડ નેગેટિવનાં સમાચાર આપ્યા છે. 14 દિવસ સુધી ક્વોરન્ટીન રહ્યા પછી તેનો અને ફેમિલી મેમ્બર્સનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 25 માર્ચે કોરોના પોઝિટિવ થયો ત્યારથી તે ઘરે ક્વોરન્ટીન હતો.

માધવન અને તેની ફેમિલી કોવિડ નેગેટિવ
માધવને પોસ્ટમાં લખ્યું, તમારી ચિંતા અને પ્રાર્થનાઓ માટે આભાર. અમ્મા સહિત ઘરના દરેક મેમ્બર્સનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અમે ઇન્ફેક્શનનો સ્ટેજ પાર કર્યા પછી પણ ઘરમાં બધી સાવધાની અને પ્રોટોકોલ્સનું ધ્યાન રાખી રહ્યા છીએ. ભગવાનની કૃપાથી અમે બધા ફિટ અને સારા છીએ.

માધવને ફની રીતે કોરોના પોઝિટિવ હોવાની વાત શૅર કરી હતી
માધવને પોતે કોરોના પોઝિટિવ છે, તે વાત એકદમ યુનિક રીતે શૅર કરી હતી. માધવને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'ફરહાન રેન્ચોને ફોલો કરે છે અને વાઇરસ પણ અમારી પાછળ હોય છે, પરંતુ આ વખતે તેણે અમને પકડી પાડ્યા. જોકે, મને સારું છે. કોવિડ પણ સારો થઈ જશે. આ એક એવી જગ્યા છે કે અમે નથી ઈચ્છતા કે રાજુ આવે. તમારા પ્રેમ માટે આભાર.' ઉલ્લેખનીય છે કે આમિર પછી તરત માધવનને કોરોના થયો હતો અને તેથી જ માધવને આ રીતની પોસ્ટ શૅર કરી હતી.

2009માં ફિલ્મ આવી હતી
માધવન, આમિર તથા શરમન જોષીએ '3 ઈડિયટ્સ'માં કામ કર્યું હતું. માધવને ફરહાન, આમિરે રેન્ચો તથા શરમને રાજુનો રોલ પ્લે કર્યો હતો. બમન ઈરાનીએ વીરુ સહસ્ત્રબુદ્ધિ (વાઇરસ)ની ભૂમિકા ભજવી હતી. રાજકુમાર હિરાનીએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ 2009માં રિલીઝ થઈ હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...