તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલિવૂડમાં કોરોના:આર માધવનને પાણીપૂરીનો ચટાકો મોંઘો પડ્યો, કોવિડ 19ની ચપેટમાં આવી ગયો

મુંબઈએક મહિનો પહેલાલેખક: અમિત કર્ણ

આર માધવનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે અને હાલમાં તે મુંબઈમાં હોમ આઈસોલેશનમાં છે. માર્ચના ફર્સ્ટ વીકમાં તે ફિલ્મના યુનિટ સાથે ભોપાલ આવ્યો હતો. અહીંયા તે ફિલ્મ 'અમેરિકી પંડિત'નું શૂટિંગ કરતો હતો. સેટ પર માધવનની ટીમના એક સભ્યે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ભોપાલમાં તે પાણીપૂરી ખાવા માટે બાયો બબલમાંથી નીકળીને બહાર જતો હતો. બની શકે કે આ સમયે તેને કોરોનાનો ચેપ લાગ્યો હોય.

સેટની બહાર જઈને માધવન પાણીપૂરી ખાતો
સૂત્રોના મતે, માધવન જ્યારે મુંબઈથી ભોપાલ શૂટિંગ માટે આવ્યો હતો, ત્યારે તેને કોરોના નહોતો. સેટ પર આવ્યાના અઢી અઠવાડિયા બાદ માધવનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. માધવન કોરોનાના પ્રોટોકોલનું પાલન કરતો હતો અને બાયો બબલમાં રહેતો હતો. જોકે, માધવને એકાદ વાર આ પ્રોટોકોલનું પાલન કર્યું નહોતું અને તે પાણી પૂરી ખાવા જતો રહ્યો હતો. માધવન એક કે બે વાર શૂટિંગ પૂરું કરીને પાણીપૂરી ખાવા માટે બહાર ગયો હતો. માનવામાં આવે છે કે અહીંથી જ તેને કોરોનાનો ચેપ લાગ્યો હોય. માધવન 3 માર્ચે ભોપાલ આવ્યો હતો અને 25 માર્ચે કોરોના ડિટેક્ટ થયો હતો. પાણીપુરી ખાતા સમયે તેને કોરોનાનો ચેપ લાગ્યો હશે.

ફિલ્મને કલ્પેશ ગર્ગે ડિરેક્ટ કરી છે
સૂત્રોના મતે, ફિલ્મનું શૂટિંગ હાલમાં અટકાવી દેવામાં આવ્યું છે. ક્રૂ મેમ્બર્સના રિપોર્ટ હજી આવ્યા નથી. ફિલ્મમાં માધવનની સાથે મલયાલમની એક્ટ્રેસ છે. ફિલ્મનું શૂટિંગ પહેલાં મુંબઈના મડ આઈલેન્ડમાં કરવામાં આવ્યું હતું, જેમાં ચાર-પાંચ અમેરિકાના NRI છે. ફિલ્મના ડિરેક્ટરનું નામ કલ્પેશ ગર્ગ છે. કલ્પેશ ગર્ગે ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે.

માધવને ફની રીતે કોરોના પોઝિટિવ હોવાની વાત શૅર કરી હતી
માધવને પોતે કોરોના પોઝિટિવ છે, તે વાત એકદમ યુનિક રીતે શૅર કરી હતી. માધવને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'ફરહાન રેન્ચોને ફોલો કરે છે અને વાઇરસ પણ અમારી પાછળ હોય છે, પરંતુ આ વખતે તેણે અમને પકડી પાડ્યા. જોકે, મને સારું છે. કોવિડ પણ સારો થઈ જશે. આ એક એવી જગ્યા છે કે અમે નથી ઈચ્છતા કે રાજુ આવે. તમારા પ્રેમ માટે આભાર.' ઉલ્લેખનીય છે કે આમિર પછી તરત માધવનને કોરોના થયો હતો અને તેથી જ માધવને આ રીતની પોસ્ટ શૅર કરી હતી.

2009માં ફિલ્મ આવી હતી
માધવન, આમિર તથા શરમન જોષીએ '3 ઈડિયટ્સ'માં કામ કર્યું હતું. માધવને ફરહાન, આમિરે રેન્ચો તથા શરમને રાજુનો રોલ પ્લે કર્યો હતો. બમન ઈરાનીએ વીરુ સહસ્ત્રબુદ્ધિ (વાઇરસ)ની ભૂમિકા ભજવી હતી. રાજકુમાર હિરાનીએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ 2009માં રિલીઝ થઈ હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ રહી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો