તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઈ:‘પ્યાર કા પંચનામા’ફેમ અભિનેત્રીને ટીશર્ટના કારણે ટ્રોલ થવું પડ્યું, સો. મીડિયા પર વીડિયો વાઈરલ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
‘પ્યાર કા પંચનામા’ની અભિનેત્રી સોનાલી સહગલ પોતાની ટીશર્ટના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ. - Divya Bhaskar
‘પ્યાર કા પંચનામા’ની અભિનેત્રી સોનાલી સહગલ પોતાની ટીશર્ટના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ.
  • સોનાલી સહગલ હંમેશાં પોતાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હોય છે
  • અભિનેત્રીએ જે ટીશર્ટ પહેરી છે તે પાછળથી ફાટેલી હોય તેવી લાગે છે. આ સ્ટાઈલ જોઈને યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે

બોલિવૂડ સ્ટાર્સ હંમેશાં પોતાની ફેશન સેન્સના કારણે ચર્ચામાં રહે છે. ફેન્સ તેમની ફેશન સ્ટાઈલને ફોલો પણ કરે છે. પરંતુ ઘણી વખત તેમને અજીબોગરીબ ફેશન સેન્સના કારણે ટ્રોલિંગનો શિકાર થવું પડે છે. કંઈક આવું જ ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ની અભિનેત્રીની સાથે થયું છે. સોનાલી સહગલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે હંમેશાં પોતાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હોય છે. પરંતુ આ વખતે સોનાલીનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જેના કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. આ વખતે અભિનેત્રીની ટીશર્ટે બધાનું ધ્યાન ખેંચ્યું.

સોનાલીએ અજીબોગરીબ ટોપ પહેર્યું
તાજેતરમાં એક્ટ્રેસ સોનાલી સહગલ જિમની બહાર જોવા મળી હતી. સોનાલી તે જિમમાં જાય છે જ્યાં રાખી સાવંતના વીડિયો હંમેશાં સામે આવતા હોય છે. એક્ટ્રેસે આ દરમિયાન વ્હાઈટ કલરની ટીશર્ટ અને સ્પોર્ટ્સ બ્રા પહેરી હતી. તેના હાથમાં પાણીની બોટલ પણ હતી. સોનાલીએ જે ટીશર્ટ પહેરી છે તે પાછળથી ફાટેલી હોય તેવી લાગે છે. આ સ્ટાઈલ જોઈને યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ
એક યુઝરે લખ્યું- લોકડાઉનમાં ફરી રહી હતી અને પોલીસે મારી હોય. અન્ય એક યુઝરે લખ્યું- 'જો સામાન્ય લોકો આવી સ્ટાઈલના કપડાં પહેરે તો બધા લોકો પાગલ કહેશે. '

સોનાલીની કરિયર
સોનાલી સહગલની ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે વર્ષ 2011માં ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તે ‘પ્યાર કા પંચનામા 2,’ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ અને ‘હાઈજેક’ અને ‘જય મમ્મી દી’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...