વજનને કારણે ટ્રોલ:'પુષ્પા' ફૅમ અલ્લુ અર્જુનનું વજન વધી ગયું, યુઝર્સે બૉડી શેમ કરીને વડાપાઉં, ઘરડો કહ્યો

હૈદરાબાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગયા વર્ષે સાઉથ સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ' સુપરડુપર હિટ રહી હતી. હવે ચાહકો આ ફિલ્મનો બીજો ભાગ 'પુષ્પા ધ રુલ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન અલ્લુ અર્જુન હૈદરાબાદમાં જોવા મળ્યો હતો. અલ્લુ અર્જુનનું વજન વધી ગયું હોય તેમ લાગ્યું હતું અને આ જ કારણે સો.મીડિયા યુઝર્સે તેને ટ્રોલ કર્યો હતો.

અલ્લુ અર્જુને ફિલ્મ માટે વજન વધાર્યું?
વાઇરલ તસવીરમાં અલ્લુ અર્જુન બ્લૂ રંગની પ્રિન્ટેડ ટી શર્ટ તથા બ્લેક ટ્રાઉઝર્સમાં જોવા મળે છે. આ તસવીરમાં અલ્લુનું વધેલું વજન સ્પષ્ટ જોઈ શકાય છે. માનવામાં આવે છે કે અલ્લુએ 'પુષ્પા'ના બીજા ભાગ માટે વજન વધાર્યું છે.

યુઝર્સે ટ્રોલ કર્યો
અલ્લુ અર્જુનની વધેલા વજનની તસવીરો વાઇરલ થતાં જ યુઝર્સે ટ્રોલ કર્યો હતો. યુઝર્સે એક્ટરને ફેટ શેમ કર્યો હતો. એક યુઝરે કહ્યું હતું, 'વડાપાઉં લુક.' અન્ય એકે કહ્યું હતું, 'લસિત, મલિંગા, બહુ સમય બાદ તને જોયો.' અન્ય એકે કહ્યું હતું, આ તો દિવસે દિવસે ઘરડો થઈ રહ્યો છે.' બીજા એક યુઝરે એવી કમેન્ટ કરી હતી કે આ તો કોઈ સડક છાપ ચોર લાગે છે. સાઉથના લોકો આવા ભિખારીઓ પાછળ પાગલ છે. અન્ય એકે અલ્લુને મોટાભાઈ કહ્યો હતો.

20થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે
અલ્લુનો જન્મ 8 એપ્રિલ, 1983માં ચેન્નઈમાં થયો છે. અલ્લુ 2 વર્ષનો હતો ત્યારથી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. 1985માં પહેલી તેલુગુ ફિલ્મ 'વિજેતા' આવી હતી. આ ફિલ્મમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે જોવા મળ્યો હતો. 2003માં 'ગંગોત્રી'માં લીડ એક્ટર તરીકે જોવા મળ્યો હતો. અત્યાર સુધી તેણે 'આર્ય', 'આર્ય 2', 'યેવડુ', 'ના પેરુ સૂર્યા, ના ઇલુ ઇન્ડિયા' જેવી 20થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે.

બે સંતાનો છે
અલ્લુએ 6 માર્ચ, 2011ના રોજ સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે સંતાનો અયાન તથા અરહા છે. અલ્લુ અવાર-નવાર સો.મીડિયામાં પરિવારની તસવીરો શૅર કરતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...