તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઈન્ટરવ્યૂ:'પંજાબી ગાયકીનું કલ્ચર અલગ છે, ગુજરાતીમાં આવું નથી, આથી જ સિંગલ્સમાં પંજાબનો દબદબો': જાવેદ અલી

મુંબઈએક મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
 • કૉપી લિંક

લોકપ્રિય સિંગર જાવેદ અલી હાલમાં 'ઈન્ડિયન પ્રો મ્યૂઝિક લીગ'માં કેપ્ટન તથા પર્ફોર્મ તરીકે જોવા મળે છે. તો શોમાં 'ગુજરાત રોકર્સ' ટીમને લીડ કરે છે. આ શો સ્પોર્ટ્સમાં યોજાનારી સ્પર્ધા પર બેઝ્ડ છે. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું હતું કે પંજાબની ગાયકી ગવૈયોવાળા કલ્ચરની છે. ગુજરાતીમાં આવું નથી. આથી જ સિંગલ્સમાં પંજાબનો દબદબો છે.

'ઈન્ડિયન પ્રો મ્યૂઝિક' ટેક્નિકલ રીતે અન્ય સિંગિંગ રિયાલિટી શો કરતાં કઈ રીતે અલગ છે?
મેન્ટોર તથા સ્પર્ધક બંને પર્ફોર્મ કરે છે. IPLમાં જે રીતે ક્રિકેટ મેચ હોય છે, તેવી જ રીતે અહીંયા દેશના અલગ અલગ રાજ્યના ગાયકોની વચ્ચે સ્પર્ધા છે. શરૂઆતમાં દર્શકોને આ ફોર્મેટ સમજમાં આવ્યું નહોતું. જોકે, હવે તેમને મજા આવવા લાગી છે.

'ગુજરાત રોકર્સ' કેવી રીતે બધાને ટક્કર આપે છે?
અમારી ટીમમાં ઘણી જ વિવિધતા છે. ભૂમિ ત્રિવેદી ગુજરાતી છે. તે ફોક તથા વેસ્ટર્ન ગાય છે. અદિતી શર્માની વેસ્ટર્ન પર સારી એવી પકડ છે. હેમંત ક્લાસિકલ તથા સૂફી સહિતના ગીતો ગાય છે. બાકી કેપ્ટન તરીકે હું મારા વિશે શું બોલું? ટીમ ઘણી જ સંતુલિત છે. કન્ફ્યૂઝન નથી રહેતી કે કયું ગીત કોણ ગાશે?

દર્શકો કોઈ પણ પંજાબી ગીતોને નેચરલી પસંદ કરે છે, પરંતુ જો તમે ગુજરાતી ફોક જ ગાવ છો તો આ શું વધુ પડતું પડકાર જનક છે?
બહુ જ સારો સવાલ છે. આ સવાર મારા મનમાં પણ આવ્યો હતો. પંજાબનું સંગીત વર્ષોથી લોકોના મનમાં છે. ગુજરાતનું ગીત સંગીત ક્યારેક એક એલિમેન્ટ તરીકે આવે છે. પંજાબની ગાયકી ફેલાયેલી છે, પરંતુ અમારી ટીમ ગુજરાતને રિપ્રેઝન્ટ કરે છે. આવામાં જો અમે પંજાબી ગીતો ગાતા તો અમારી પર સવાલ કરવામાં આવતા. મેં ગુજરાતી ફોકની સ્ટાઈલ શીખી. ઉચ્ચારણ, લહેકા પર કામ કર્યું. ભૂમિ ત્રિવેદી માટે તો આ હોમ ગ્રાઉન્ડ છે. મેં કંઈક નવું આપવા માટે ગુજરાતી અટેમ્પ્ટ કર્યું, તેમાં અમે પંજાબી ઉમેરી શકતા હતા. જોકે, અમે દેસી બનાવ્યું. કચ્છ તથા કાઠિયાવાડી સ્ટાઈલ પકડી. એ વાત જરૂર છે કે મોટાભાગે સિંગર પંજાબી ગાઈને રિયાલિટી શોમાં વાહવાહી મેળવી લે છે, પરંતુ આ તો બધા કરે છે.

ગુજરાતી ગીતોની સાથએ સિંગલ્સ ન્યાય કરી શકતા નથી, તેના પર સિંગલ કેમ બનતા નથી?
હા, વાસ્તવમાં પંજાબની ગાયકી ગવૈયોવાળી છે. ગુજરાત એક ટિપિલક સ્ટાઈલ છે. જ્યાં સુધી સ્ટાઈલ આવતી નથી, ત્યાં સુધી તમે ગુજરાતી ગીતો સિંગલ્સમાં યુઝ કરી શકતા નથી. શોમાં ગુજરાતી સ્ટાઈલ પકડીને નવું અટેમ્પ્ટ કરવાનો પ્રયાસ કરીએ છીએ.

તમારા શોમાં શાન તથા આકૃતિની સાથે તમે ડિસ્કશન સ્ટેજ પર પણ ચાલુ રાખ્યું? તમારી વચ્ચે કોઈ કડવાશ તો નથી આવી?
કડવાશ તો ક્યારેય ના આવે. મને લાગ્યું કે આકૃતિનો સૂર ઊંચો છે. આના પર તેની પાસે ચોક્કસ કારણો હતા. આપણે ફેસ વેલ્યૂ પર ગીતો સાંભળીએ છીએ અને તે જ હિસાબે જજ કરીશું અને મેં પણ તે જ કર્યું. અનેકવાર આપણે જોયું કે આવા શોમાં જજ નંબર તો કાપે છે, પરંતુ કારણ આપતા નથી. હસી-મજાકમાં વાત ટાળી દે છે. મારે એવું કરવું નહોતી. આપણે મ્યૂઝિકના મેદાનમાં છીએ. સંગીતની બારીકાઈ પર ધ્યાન આપવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો