ઈદ પાર્ટીની તસવીરો:કેમેરો જોતા જ શહનાઝ ગિલે સલમાન ખાનને ગળે લગાવ્યો ને કિસ કરી

મુંબઈ25 દિવસ પહેલા
  • સલમાન ખાનની બહેન અર્પિતાએ ઈદ પાર્ટી આપી હતી

બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની બહેન અર્પિતા ખાન તથા આયુષ શર્માએ 3 મેના રોજ ઈદ પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં અનેક સેલેબ્સ આવ્યા હતા, પરંતુ પાર્ટીમાં શહનાઝ ગિલ તથા સલમાન ખાન વચ્ચેનું બોન્ડિંગ ચર્ચામાં રહ્યું હતું. સલમાન ખાન તો શહનાઝને ગાડી સુધી મૂકવા પણ ગયો હતો. બંનેના ક્યૂટ બોન્ડિંગની તસવીરો તથા વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયા છે.

સલમાનને કિસ કરી
શહનાઝે ઇદ પાર્ટીમાં બ્લેક ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં તે ઘણી જ સુંદર લાગતી હતી. પાર્ટીમાં શહનાઝે ઘણીવાર સલમાનને ગળે લગાવ્યો હતો અને કિસ પણ કરી હતી.

સલમાન-શહનાઝનું ખાસ બોન્ડિંગ
ઈદ પાર્ટીમાં સલમાન ખાને શહનાઝનું ઘણું જ ધ્યાન રાખ્યું હતું. શહનાઝે સલમાન ખાનનો હાથ પકડ્યો હતો અને ડિમાન્ડ કરી હતી કે તે ગાડી સુધી મૂકવા આવે. વાઇરલ વીડિયોમાં સલમાને શહનાઝને કહ્યું હતું, 'જા, પંજાબની કેટરીના.' આ સાંભળીને શહનાઝે સલમાનનો હાથ ખેંચ્યો હતો અને કહ્યું હતું, 'મને મૂકીને આવ.' પછી શહનાઝે ફોટોગ્રાફર્સને કહ્યું હતું, 'તમને ખબર છે, સલમાન સર મને ગાડી સુધી મૂકવા આવવાના છે.' આ સમયે સલમાન, શહનાઝને મસ્તીમાં કહે છે કે તે ખોટી કારમાં બેસી ગઈ છે. શહનાઝ પછી કારમાં બેસે છે, પરંતુ બેસતા પહેલાં તે સલમાનના ગાલને સ્પર્શ કરે છે અને બાય કહે છે.

તસવીરોમાં સલમાન-શહનાઝનું બોન્ડિંગ...

'કભી ઈદ કભી દિવાલી'માં જોવા મળશે
ચર્ચા છે કે શહનાઝ ગિલ ફિલ્મ 'કભી ઈદ કભી દિવાલી'થી બોલિવૂડ ડેબ્યૂ કરશે. જોકે, હજી સુધી સલમાન કે શહનાઝે ઑફિશિયલ જાહેરાત કરી નથી. માનવામાં આવે છે કે ફિલ્મમાં શહનાઝ અને આયુષ શર્માની જોડી જોવા મળશે. સૂત્રોના મતે, સલમાન ખાને ફિલ્મ માટે શહનાઝનો સંપર્ક કર્યો હતો. શહનાઝ ક્યારેય સલમાન ખાનને ના પાડી શકે નહીં. તેણે ફિલ્મમાં કામ કરવાની હા પાડી દીધી છે. સલમાન ખાનને શહનાઝની સાદગી ઘણી જ ગમી છે. સલમાન ખાને શહનાઝ ગિલને જેટલી ફી લેવી હોય તેટલી ફી લેવાનું કહ્યું છે. સૂત્રોના મતે, સલમાને શહનાઝને પોતાની રીતે ફી નક્કી કરવાનું કહ્યું છે. જોકે, હજી સુધી શહનાઝે પોતાની ફી નક્કી કરી નથી.