પ્રાઉડ મોમેન્ટ:માધુરી દીક્ષિતના દીકરા એરિને હાઈ સ્કૂલ કમ્પ્લીટ કરી, એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર ફેમિલી ફોટો શેર કર્યો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોશિયલ મીડિયા યુઝર્સે પણ  એરિનને અભિનંદન પાઠવ્યા - Divya Bhaskar
સોશિયલ મીડિયા યુઝર્સે પણ એરિનને અભિનંદન પાઠવ્યા
  • એરિન આગળના અભ્યાસ માટે વિદેશ જશે
  • માધુરીના પતિ શ્રીરામ નેનેએ વિદેશ જતા વિદ્યાર્થીઓને વેક્સિન આપવા બદલ આદિત્ય ઠાકરેનો આભાર માન્યો

બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત અને તેના પતિ શ્રીરામ નેને ઘણા ખુશ છે કારણકે તેમના મોટા દીકરા એરિનનું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું છે. માધુરીએ સોશિયલ મીડિયામાં ફેમિલી ફોટો શેર કરીને તેના ચાહકોને આ જાણકારી આપી.

દીકરાને કોન્ગ્રેચ્યુલેશન કહ્યું
માધુરીએ પોસ્ટમાં લખ્યું, રામ અને મારા માટે આ પ્રાઉડ મોમેન્ટ છે, કારણકે એરિને હાઈ સ્કૂલમાં ફ્લાઈંગ કલર્સ સાથે ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. ગ્રેજ્યુએશન પૂરું કરવા બદલ અભિનંદન. આ વર્ષ બધા માટે કપરું રહ્યું છે, તેમ છતાં તારી આકરી મહેનત બદલ અમે બધા તને સેલ્યુટ કરીએ છીએ. પેશનને ફોલો કરો અને સમજી લો કે એક દિવસ તમારા પાસે ચેન્જ લાવવા માટે પાવર હશે અને તેનો સારી રીતે યુઝ કરજો. તું જે પણ કરીશ, તેમાં સફળતા મળે એવી અમે પ્રાર્થના કરીશું. લવ યુ ઓલવેઝ.

શ્રીરામે આદિત્ય ઠાકરેનો પણ આભાર માન્યો
શ્રીરામે ચોખવટ કરી કે, એરિન આગળ અભ્યાસ માટે વિદેશ જશે. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેણે મહારાષ્ટ્ર ટુરિઝ્મ અને પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેનો આભાર માન્યો. તેના પ્રયત્નોને લીધે વિદેશમાં એડમિશન લઇ ચૂકેલા વિદ્યાર્થીઓને વેક્સિન મળી છે. શ્રીરામે લખ્યું, ઘણો આભાર. એક ગ્રેજ્યુએટ સીનિયરના પેરેન્ટ થઈ હું તમારો આભારી છું. કોલેજ જવા માટે વેક્સિનની ઘણી જરૂર છે. તમારા પ્રયત્નોને લીધે વિદ્યાર્થીઓને વેક્સિન મળી છે.